Redmiનો જલવો! એક દિવસમાં વેચી નાખ્યા આટલા સ્માર્ટફોન, 8999થી શરૂ છે ફોનની કિંમત

PC: business-standard.com

ચીનની સ્માર્ટફોન કંપની Redmiએ આ અઠવાડિયે બે નવા હેન્ડસેટ લોન્ચ કર્યા છે. Redmiએ પોતાની 12 સીરિઝ હેઠળ Redmi 12 4G અને Redmi 12 5G રજૂ કર્યા છે. આ બંને લેટેસ્ટ સ્માર્ટફોન્સને 4 ઑગસ્ટે કંપનીએ પહેલી વખત સેલમાં ઉતાર્યા. શાઓમીની Redmi સીરિઝને લોકોની જોરદાર પ્રતિક્રિયા મળી છે. કંપનીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, આશ્ચર્યજનક રૂપે Redmi 12 સીરિઝના 3 લાખ યુનિટ્સ સેલ થઈ ગયા છે.

Redmiએ ટ્વીટ કરીને પોતાના યુઝર્સનો આભાર માન્યો અને કહ્યું કે, આ જબરદસ્ત પ્રતિક્રિયા માટે આભાર ભારત! તેને હકીકત બનાવવા પોતાનું અતૂટ સમર્થન રહ્યું છે. Redmiએ લખ્યું કે, અમને બતાવતા ખુશી થઈ રહી છે કે, # Redmi12 સીરિઝના 300,000 યુનિટ્સનું સેલ થયું છે. તે #5GRevolutionની શરૂઆત દર્શાવે છે.

Redmi 12 4G અને Redmi 12 5Gની કિંમત:

ભારતમાં Redmi 12 4Gના 4 GB RAM અને 128 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 8,999 રૂપિયા છે. તો તેના 6 GB RAM અને 128 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 10,999 રૂપિયા છે. તેની સાથે બેંક ઑફર્સ સહિત 1,000 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. Redmi 12 5Gના 4 GB RAM અને 128 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 10,999 રૂપિયા છે. એ સિવાય તેના 6 GB RAM અને 128 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 12,499 રૂપિયા છે. તેના 8 GB RAM અને 256 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 14,999 રૂપિયા છે.

Redmi 12 4G અને Redmi 12 5Gના ફીચર્સ:

Redmi 12ના બંને વરિયન્ટમાં 6.79 ઈંચની ફૂલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેના પર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસનું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. Redmi 12 સીરિઝના બંને ફોનમાં 18W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAhની બેટરી આપવામાં આવી છે. Redmi 12 4Gમાં ઓક્ટા કોર મીડિયાટેક હેલિયો G88 પ્રોસેસર આપવામાં આવ્યું છે. Redmi 12 4Gમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.

તેમાં 50 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલનું અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, 2 મેગાપિક્સલ માઇક્રો સેન્સર આપવામાં આવ્યું છે. Redmi 12 5G ફોન ઓક્ટા કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 4 જેન 2 SoCથી લેસ છે. Redmi 12 5Gમાં 50 મેગાપિક્સલના પ્રાઇમરી રિયર સેન્સર, 2 મેગાપિક્સલનું માઇક્રો સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp