આ છે 2022ના ટોપ 3 ઈલેક્ટ્રીક સ્કૂટર્સ, ફીચર્સ જાણીને રહી જશો હેરાન

પેટ્રોલના વધતા ભાવ અને સ્કૂટરની રેન્જ અને બેટરીમાં સુધારાની વચ્ચે ભારતમાં ઈલેક્ટ્રીક સ્કૂટર ઘણા લોકપ્રિય થઈ રહ્યા છે. ઘણી કંપનીઓએ પોતાના ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કર્યા છે, જેમાં Ather, Hero, TVS અને Ola જેવી કંપનીઓ સામેલ છે. ભારતમાં ઘણા બધા ઈલેક્ટ્રીક સ્કૂટરો છે, જેમાં ઘણી ભારતની સ્ટાર્ટઅપ કંપનીઓ પણ સામેલ છે. આજે એવા જ કેટલાંક ટોપ ઈલેક્ટ્રીક સ્કૂટર્સ અંગે જાણી લઈએ જેને 2022ના વર્ષ દરમિયાન લોકોએ ઘણા પસંદ કર્યા છે.

Ather 450X

Ather 450X માર્કેટમાં ઉપલબ્ધ સૌથી લોકપ્રિય ઈલેક્ટ્રીક સ્કૂટરમાંનું એક છે અને કંપનીએ હાલમાં જ Ather 450Xનું 3જું જનરેશન લોન્ચ કર્યું છે. આ સ્પોર્ટી ડિઝાઈન સાથે આવે છે અને તેમાં સંપૂર્ણ રીતે એલ્યુમિનિયમ ફ્રેમ આપવામાં આવી છે. Ather 450X 3 જનરેશન એક પાવરફુલ 6.2 KWS PMS મોટરથી લેસ છે, જે 26 nmનો મહત્તમ ટોર્ક જનરેટ કરે છે. તેની મહત્તમ સ્પીડ 80 કિમી પ્રતિ કલાકની છે અને તે માત્ર 3.3 સેકન્ડમાં 0 થી 40ની સ્પીડ સુધી પહોંચી જાય છે. સ્કૂટરમાં 7 ઈંચની ટચ ડિસપ્લે આપી છે, જે નેવિગેશન, કોલ નોટિફિકેશન અને બીજા ઘણા ફીચર્સ આપે છે.

Ola S1 Pro

Ola S1 Pro કંપનીના પહેલા જનરેશનના ઈલેક્ટ્રીક સ્કૂટરનું પ્રીમિયમ વેરિયન્ટ છે. આ એક સ્લીક ડિઝાઈનવાળું ફીચર-પેક સ્કૂટર છે અને અગિયાર કલરમાં ઉપલબ્ધ છે, જેમાંથી તમારી પસંદગીનો ઓપ્શન પસંદ કરી શકાશે. સ્કૂટર એક પાવરફુલ 8.5 Kw મોટર દ્વારા ઓપરેટ થાય છે, જે મહત્તમ 58 Nmનો ટોર્ક જનરેટ કરી શકે છે. આ 116 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ આપે છે અને માત્ર 2.9 સેકન્ડમાં 0 થી 40 ની સ્પીડે પહોંચી જાય છે. સ્કૂટરમાં 7 ઈંચનું ટચ ડિસપ્લે આપ્યું છે જે નેવિગેશન, રાઈડ સ્ટેટેસ્ટીક્સ, નોટિફિકેશન અને બીજું ઘણું બધું આપે છે. સ્કૂટરમાં એક સ્પીકર પણ આપવામાં આવ્યું છે, જે તમને ગીત વગાડવાની અનુમતિ આપે છે.

TVS iQube ST

TVS iQube ST કંપનીના બીજા જનરેશનના ઈલેક્ટ્રીક વાહનોનું પ્રીમિયમ વેરિયન્ટ છે. TVS iQube ST  એક ફીચર પેક સ્કૂટર છે, જે એક પારંપરિક સ્કૂટર જેવું દેખાય છે. TVS iQube ST  એક 4.4 Kw ઈલેક્ટ્રીક મોટર દ્વારા ઓપરેટ થાય છે, જે મહત્તમ 33 Nmનો પીક ટોર્ક જનરેટ કરી શકે છે. આ 4.2 સેકન્ડમાં 82 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ આપે છે. TVS iQube ST  એલેક્સા ઈન્ટીગ્રેશન સાથે આવે છે અને તેમાં 7 ઈંચનું ટચ ડિસપ્લે આપ્યું છે જે રાઈડ સ્ટેટીક્સ, નેવિગેશન, મ્યુઝિક કંટ્રોલ અને બીજા ઘણા ફીચર્સ આપે છે. સ્કૂટરમાં 32 લીટરનું મોટું અંડર સીટ સ્ટોરેજ આપ્યું છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.