26th January selfie contest

પ્રસ્તુત છે આ અદ્ભુત કાર, બદલશે રંગ અને કરશે વાત, જુઓ વીડિયો

PC: aajtak.in

કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શો (CES) દર વર્ષે કંઈક આકર્ષક પ્રોડક્ટ્સ લઈને આવે છે. આ વર્ષના શો દરમિયાન પણ ઘણી શાનદાર પ્રોડક્ટ્સ રજૂ કરવામાં આવી છે. જ્યારે વાત કારની આવે છે, ત્યારે કોઈ શંકા નથી કે એક ટ્રૂ ઓટો લવરની લાગણીઓ તેની સાથે જોડાઈ જાય છે, પરંતુ શું તમે ક્યારેય કલ્પના કરી છે કે કારની લાગણીઓ તમારી સાથે જોડાઈ શકે.

બની શકે કે આ તમને હોલિવૂડની કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની સ્ક્રિપ્ટ જેવુ લાગે, પરંતુ જર્મન કાર નિર્માતા BMWએ આ વખતે CESમાં આવી જ ટેક્નોલોજીથી સજ્જ ઇલેક્ટ્રિક કારનો કોન્સેપ્ટ રજૂ કર્યો છે. કંપનીનો દાવો છે કે આ કાર આપમેળે જ તેની આસપાસના હિસાબે કાચંડાની જેમ રંગ બદલે છે. અહીં કાચંડાનો ઉપયોગ માત્ર એક ઉદાહરણ તરીકે કરવામાં આવ્યો છે, તેને નકારાત્મક રીતે જરાય ન લો.

તો વાત કરીએ, BMW ના નવા i Vision Dee વિશે, આ કોન્સેપ્ટ કંપની દ્વારા લાસ વેગાસમાં ચાલી રહેલા કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શો (CES)માં પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ એક ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ સેડાન કાર છે, જેને ફ્યુચર મોબિલિટી સાથે જોડવામાં આવી રહી છે. કંપનીનો દાવો છે કે આ કાર ન માત્ર રંગ બદલે છે પરંતુ તમારી સાથે વાત પણ કરે છે. એવું નથી કે રંગ બદલતી કાર પહેલીવાર રજૂ કરવામાં આવી છે, અગાઉ ગયા વર્ષે CES શો દરમિયાન કંપનીએ iX ફ્લો કોન્સેપ્ટ વિશ્વ સમક્ષ રજૂ કર્યો હતો, જે રંગો બદલવામાં માહિર હતી. જો કે, તે કાર માત્ર સફેદ, કાળો અને રાખોડી રંગમાં જ બદલી શકે છે.

આ વખતે રજૂ કરવામાં આવેલ i Vision Dee અંગે કંપનીનો દાવો છે કે આ કાર માત્ર એક કમાંડ આપીને 32 રંગોમાં રંગ બદલી શકે છે. એટલું જ નહીં પરંતુ Eye Vision D240 e Ink ઈ-પેપર સેગમેન્ટમાંથી બનાવવામાં આવી છે, જે તમામને વ્યક્તિગત રીતે નિયંત્રિત કરી શકાય છે. આનો અર્થ એ છે કે Eye Vision D ઘહેરા રંગમાં બદલાઈ શકે છે. BMWએ તેના નિવેદનમાં કહ્યું કે, આ કાર સેકન્ડોમાં લગભગ અમર્યાદિત પ્રકારની પેટર્ન જનરેટ કરવાની અને બદલવાની મંજૂરી આપે છે.

CES શો દરમિયાન, BMWએ તેની આ રંગ બદલતી કાર રજૂ કરી હતી, જે દરમિયાન પ્રખ્યાત બોડી બિલ્ડર અને હોલીવુડ અભિનેતા આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર પણ સ્ટેજ પર હાજર હતા. તમને જણાવી દઈએ કે કંપનીએ આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર વિશે એક શોર્ટ ફિલ્મ પણ બનાવી છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે આ ઇલેક્ટ્રિક કાર કેવી રીતે કામ કરે છે. આ ફિલ્મ તમે નીચેના વિડિયોમાં પણ જોઈ શકો છો. આ વીડિયોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ કાર વર્ચ્યુઅલ હગ પણ કરશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp