Mahindraની થાર, સ્કોર્પિયો કે XUV-700 નહીં પણ આ ગાડી છે સૌથી વધુ ડિમાન્ડમાં

PC: financialexpress.com

સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ (SUV) સેગ્મેન્ટ ભારતીય બજારમાં ઝડપથી પ્રચલિત થઈ રહ્યું છે અને આ સેગ્મેન્ટમાં સૌથી મોટું નામ દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની Mahindra & Mahindra કંપનીનું છે. કંપનીના પોર્ટફોલિયોમાં એકથી એક ચડિયાતા ઘણા સારા મોડલ હાજર છે, જે SUV લવર્સની પહેલી પસંદ છે. હાલમાં જ કંપનીએ બજારમાં નવી XUV700 ને લઇને Scorpio-N અને Thar રજૂ કરી હતી. પરંતુ, તમને એ જાણીને નવાઈ લાગશે કે આ તમામ લોકપ્રિય મોડલો છતા Bolero એક એવી ગાડી છે જે સૌથી વધુ વેચાણ ધરાવે છે.

વેચાણના આંકડાઓ પર નજર કરીએ તો ગત એપ્રિલ મહિનામાં કંપનીએ સૌથી વધુ Boleroનું વેચાણ કર્યું. આ મહિને Boleroના કુલ 9617 યુનિટ્સનું વેચાણ થયુ છે જે ગત વર્ષના આ મહિનામાં વેચાયેલા 2712 યુનિટ્સની સરખામણીમાં 255% વધુ છે.

અચાનકથી Boleroની ડિમાન્ડ ઝડપથી વધી છે. જ્યારે, Mahindra Scorpio કંપનીની બીજી સૌથી વધુ વેચાનારી SUV બની છે, આ દરમિયાન તેના કુલ 9054 યુનિટ્સનું વેચાણ થયુ છે જે ગત વર્ષના એપ્રિલ મહિનામાં 7686 યુનિટ્સ હતી. Tharની વાત કરીએ તો કંપનીએ ગત મહિને કુલ 5302 યુનિટ્સનું વેચાણ કર્યું છે.

એપ્રિલ 2023માં Mahindraની બેસ્ટ સેલિંગ ગાડીઓ

 

મોડલ

એપ્રિલ-23

એપ્રિલ-22

તફાવત

1

Mahindra Bolero

9617

2712

255%

2

Mahindra Scorpio

9054

7686

18%

3

Mahindra Thar

5302

3152

68%

4

Mahindra XUV300

5062

3909

29%

5

Mahindra XUV700

4757

4494

6%

  

Mahindra Bolero બે અલગ-અલગ સ્ટાઇલમાં ઘરેલૂં બજારમાં ઉપલબ્ધ છે, એક છે ક્લાસિક Bolero અને બીજી છે Bolero Neo. ક્લાસિક બોલેરોમાં કંપનીએ 1.5 લીટરની ક્ષમતાના ડિઝલ એન્જિનનો ઉપયોગ કર્યો છે જે 75PS નો પાવર અને 210Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. તેમજ Bolero Neo માં 1.5 લીટરની ક્ષમતાનું mHawk 100 ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 100 bhp નો મહત્તમ પાવર આઉટપુટ અને 260Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે.

ક્લાસિક Boleroની કિંમત 9.78 લાખ રૂપિયાથી લઇને 10.79 લાખ રૂપિયાની વચ્ચે છે. જ્યારે Bolero Neo ની કિંમત 9.63 લાખ રૂપિયાથી શરૂ થઈને 12.14 લાખ રૂપિયા સુધી જાય છે. આ તમામ કિંમતો એક્સ શો-રૂમ છે.

રેગ્યુલર Boleroમાં કંપની ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, મેન્યુઅલ એસી, ઓક્સ અને યુએસબી કનેક્ટિવિટીની સાથે બ્લૂટૂથ-સક્ષમ મ્યુઝિક સિસ્ટમ, પાવર વિંડો અને પાવર સ્ટીયરિંગ જેવા ફીચર્સ આપે છે. તેમજ, સેફ્ટી તરીકે તેમા ડ્યૂઅલ ફ્રન્ટ એરબેગ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ અને પાર્કિંગ સેન્સર મળે છે. Bolero Neoના ટોપ વેરિયન્ટની વાત કરીએ તો તેમા ડ્યૂઅલ ફ્રન્ટ એરબેગ, એન્જિન સ્ટાર્સ/સ્ટોપ ટેક્નોલોજી, સેમી ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યૂશનની સાથે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, મલ્ટી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે જેવા ફીચર્સ મળે છે.

Mahindra Bolero ને કંપનીએ આશરે 23 વર્ષ પહેલા 2000ની સાલમાં લોન્ચ કરી હતી. તેની મૂળ ડિઝાઈન Armada Grand પર બેઝ્ડ છે. તેના ફર્સ્ટ જનરેશન મોડલમાં Peugeot 2.5 લીટરની ક્ષમતાનું IDI એન્જિન આપવામાં આવ્યું હતું. સારા પરફોર્મન્સ અને વધુ સ્પેસના કારણે આ ગાડી ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ જ લોકપ્રિય છે, આ ઉપરાંત દેશના ઘણા રાજ્યોની પોલીસ ફોર્સમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp