આ અદ્ભુત છે! કારનું બુકિંગ કેન્સલ કરાવવા પર મળી રહ્યા છે 2 લાખ રૂપિયા, આ છે કારણ

PC: autocarindia.com

તમે ઘણી વાર જોયું હશે કે નવી કાર ખરીદવા પર કંપનીઓ વિવિધ ડિસ્કાઉન્ટ અને છૂટ આપે છે, પરંતુ તમે કદાચ પહેલીવાર સાંભળ્યું હશે કે કારનું બુકિંગ કેન્સલ કરવા પર કંપની રોકડ આપી રહી છે. આ રોકડ રકમ થોડી નથી, પૂરા 2 લાખ રૂપિયા છે. જી હા, આ બિલકુલ સાચું છે. સાંભળવામાં અજીબ લાગશે પરંતુ દુનિયાના બીજા ખૂણામાં પણ કંઈક આવું જ બન્યું છે.

ફોર્ડ મોટર અમેરિકાની ખૂબ જ લોકપ્રિય કંપની છે અને કંપનીની બ્રોન્કો SuV અમેરિકામાં એટલી લોકપ્રિય છે કે તેના માટે ઘણી લાંબી વેઇટિંગ લિસ્ટ છે. વેઇટિંગ એટલી લાંબી છે કે ફોર્ડ નિર્ધારિત સમયની અંદર પણ તેના ગ્રાહકોને SUV પહોંચાડવામાં અસમર્થ છે. જો કે, તેનું બીજું કારણ ગ્લોબલ સપ્લાયમાં વિક્ષેપને કારણે જરૂરી કંપોનન્ટનો અભાવ પણ છે, જેના કારણે પૂરતા પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું નથી.

અહેવાલો અનુસાર, તે એવા લોકોને રોકડ ઓફર કરી રહી છે જેઓ લાંબા વેઇટિંગ પિરિયડને કારણે તેમનું બુકિંગ કેન્સલ કરવા માગે છે. જો કે, કાર કંપની તેમને આ રોકડ ત્યારે જ આપશે જ્યારે ગ્રાહકો બુક કરાયેલા બ્રોન્કોને બદલે કંપનીનું બીજું મોડલ ખરીદશે. હવે ફોર્ડ ગ્રાહકોને બ્રોન્કોને બદલે Maverick, Mustang અને F-150 Tremor જેવી SUV ખરીદવાનું કહી રહી છે.

યુએસ મીડિયાના અહેવાલો અનુસાર, ફોર્ડ મોટર તે તમામ લોકોને 2,500 ડોલર સુધી એટલે કે 2 લાખ રૂપિયા સુધીની ઓફર કરી રહી છે જેઓ હજુ પણ તેમની બ્રોન્કો SuVની ડિલિવરીની રાહ જોઈ રહ્યા છે. ફોર્ડે ઉત્પાદન શરૂ થયાના એક વર્ષ પહેલા યુએસમાં 2021 બ્રોન્કો SuV લોન્ચ કરી હતી. ઉત્પાદનમાં વિલંબને કારણે કાર નિર્માતા માટે મોટો બેકલોગ થયો છે.

સપ્લાય ચેઇનની અવરોધને કારણે ફોર્ડ મોટરને આવી પહેલ કરવાની ફરજ પડી છે. આ કારણે કેટલાક આવા મોડલ બનાવવામાં વિલંબ થાય છે, જેમાં વધુ ફીચર્સ જોવા મળે છે. SUVના ફિચર્સ વિશે વાત કરીએ તો, તેમાં એડાપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, 10-સ્પીકર B&O સાઉન્ડ સિસ્ટમ, ઇન્ટિગ્રેટેડ નેવિગેશન અને બોડી-કલર હાર્ડટોપ્સનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર લગભગ 2 લાખ લોકોએ આ SUV બુક કરાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp