આ છે વિશ્વની સૌથી મોંઘી કાર, જેની કિંમત છે 250 કરોડ રૂપિયા

PC: aajtak.in

બ્રિટિશ લક્ઝરી કાર મેકર રોલ્સ રોયસે પોતાની લેટેસ્ટ કોચબિલ્ટ માસ્ટરપીસ La Rose Noire Droptail રીવીલ કરી છે. આ કમીશન કરવામાં આવેલી ડ્રોપટેલમાંની પહેલી કાર છે. એટલે કે, કંપની આ પ્રકારની ફક્ત ચાર કંપની તૈયાર કરશે. આ અલ્ટ્રા કસ્ટમાઇઝ્ડ વાહનની કિંમત 30 મિલિયન ડોલર એટલે કે, ભારતીય રૂપિયામાં લગભગ 211 કરોડ રૂપિયાથી પણ વધારે છે. તે હાલમાં કેલીફોર્નિયાના પેબલ બીચ પાસે એક ખાનગી કાર્યક્રમમાં એ ગ્રાહકોને સોંપવામાં આવી હતી કે જેમણે તેને બનાવવા માટે કંપનીને વિશેષ ઓર્ડર આપ્યો હતો. આ કિંમતની સાથે આ વિશ્વની સૌથી મોંઘી કાર બની ગઇ છે.

આ કારમાં એક ટ્વીન ટર્બોચાર્જ્ડ 6.75 લીટરનું વી12 એન્જીન આવે છે. આ એન્જિન રોલ્સ રોયસ ઘોસ્ટમાં પણ ફિટ કરવામાં આવે છે. તેના પરફોર્મન્સ સ્પેસિફિકેશન્સ પણ સરખા જ છે. આ એન્જિન  5250 RPM પર 563 બ્રેક હોર્સ પાવર અને 1500 RPM પર 820 ન્યુટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે.

La Rose Noire Droptail કાર બ્લેક બકારા ગુલાબથી પ્રેરિત છે, જે એક મખમલ જેવું ફુલ છે અને ફ્રાન્સમાં ઉગે છે. આ ફુલ આ કારનો ઓર્ડર આપનારા પરિવારની માતાનું પસંદગીનું ફુલ છે. તેની પાંખડીનો રંગ દાડમ જેવો હોય છે જે પડછાયામાં લગભગ કાળા રંગની દેખાય છે પણ પ્રકાશમાં ચમકની સાથે લાલ દેખાય છે. આ બે રંગ વાહનનો પ્રાથમિક રંગ પેલેટ બનાવે છે.

એક પેન્ટ થીમ વિકસિત કરવા માટે, જે ગુલાબની જેમ છે, વિભિન્ન દિશાઓથી જોવા પર રંગ બદલે છે, નિષ્ણાંતોએ એક નવી પેન્ટ પ્રક્રિયા વિકસિત કરી અને તેને 150થી વધારે પ્રકારે અજમાવવામાં આવી. સમૃદ્ધ રંગ ભિન્નતા હાસલ કરવા માટે એક સીક્રેટ બેસ કોટ બાદ ક્લીયર પેન્ટના પાંચ પડ લગાવવામા આવ્યા છે, જેમાંથી પ્રત્યેકને લાલ રંગના થોડા અલગ ટોનની સાથે મિશ્રિત કરવામાં આવ્યા હતા.

ડ્રોપટેલનું બ્રાઇટવર્ક હાઇડ્રોશેડમાં તૈયાર કરવામાં આવ્યું છે, પણ પેન્ટ કરવાની જગ્યા પર, દરેક સ્ટેનલેસ સ્ટીલ સબ્સટ્રેક્ટનું ક્રોમ પ્લેટિંગ પ્રક્રિયા દ્વારા ક્રોમ ઇલેક્ટ્રોલાઇટ સાથે મિક્સ કરવામાં આવ્યું હતું. આ રિફ્લેક્ટિવ ફિનિશ આખા ઇન્ટીરિયરમાં અમુક મેટલ ડિટેલ્સ પર આપવામાં આવી છે.

આ 2 સીટર રોડસ્ટર કાર્બન ફાઇબર અને ઇલેક્ટ્રોક્રોમિક ગ્લાસથી બનેલા રિમૂવેબલ હાર્ડટોપની સાથે આવે છે. ઢળતી છત અને એક સ્લીક એક્સ્ટીરિયર વાહનને એક હાઇટેક લક્ઝરી બોટ જેવો લુક આપે છે. ગ્રિલ પારંપરિક પૈન્થિયન શૈલીની ગ્રિલથી અલગ છે. ડ્રોપટેલ પર વેન્ટ્સ રેડિએટરના ટોપની તરફ ઢળે છે અને કંપની નવી ડિઝાઇનને ટેમ્પલબ્રો ઓવરહેન્ગના રૂપમમાં બનાવે છે.

ગોળ શોલ શૈલીના લાકડાનું ડેશબોર્ડ અને મેચિંગ શેમ્પેન ચેસ્ટ પર ફક્ત ત્રણ પ્રાઇમરી બટનની સાથે ઇન્ડીરિયરની ડિઝાઇન ન્યુનતમ છે. વધારે કંટ્રોલ સેન્ટર કન્સોલમાં આપવામાં આવ્યા છે. કેબિનની અંદર 1600થી વધારે લાકડાના ટુકડાને હાથથી તૈયાર કરવામાં આવ્યા છે અને હાથથી જ લગાવવામાં આવ્યા છે, જેમાં બે વર્ષનો સમય લાગ્યો છે. ડેશબોર્ડમાં એક ઓડેમર્સ પિગુએટ રોયલ ઓક કોન્સેપ્ટ વોચ લગાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp