28ની એવરેજ, મારૂતીએ લોન્ચ કરી આ CNG કાર, કિંમત 8.42 લાખ

PC: cartrade.com

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતી સુઝુકીએ આજે ઘરેલુ કાર માર્કેટમાં પોતાના CNG વ્હીકલના પોર્ટફોલિયોને અપડેટ કરતી વખતે નવી મારુતી ફ્રોન્કસ CNG SUVને લોન્ચ કરી છે. કંપનીએ આ કારને પહેલી વખત ઓટો એક્સપોમાં રજૂ કરી હતી. હવે તેના CNG વેરિયેન્ટને લોન્ચ કર્યું છે, જેની શરૂઆતી કિંમત 8.42 લાખ રૂપિયા એક્સ શોરૂમ છે. આ કારને કુલ બે ટ્રિમમાં રજૂ કરવામાં આવી છે, જેમાં સિગ્મા અને ડેલ્ટા વેરિયેન્ટ શામેલ છે.

મારુતી ફ્રોન્ક્સનું CNG વેરિયેન્ટ પેટ્રોલ મોડલની સરખામણીમાં લગભગ 96 હજાર રૂપિયા મોઘુ છે, તેના સિગ્મા પેટ્રોલ વેરિયેન્ટની શરૂઆતી કિંમત 7.46 લાખ રૂપિયા છે. ફ્રોન્ક્સ CNGને મારુતી સુઝુકી સબસ્ક્રાઇબના માધ્યમથી 23248 રૂપિયાથી શરૂ થનારા માસિક હફ્તાથી, સબ્સક્રિપ્શનના આધાર પર ખરીદી શકાય છે. કંપનીએ આ કારમાં ડ્યુઅલ ફ્રંટ એરબેગ, રિવર્સ પાર્કિંગ સેન્સર અને સ્માર્ટપ્લે પ્રો ઇન્ફોટેનમેન્ટ જેવી સુવિધાઓ શામેલ કરી છે.

ફ્રોન્ક્સમાં કંપનીએ એડવાન્સ 1.2 લીટરની ક્ષમતા વાળું કે સીરિઝનું ડ્યુઅલજેટ, ડ્યુઅલ વીવીટી પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 76 બ્રેક હોર્સ પાવરનો પાવર અને 98.5 ન્યુટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે, તેનું CNG વેરિયેન્ટ 28.51 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ સુધીની માઇલેજ આપવામાં સક્ષમ છે, જે સેગમેન્ટમાં સૌથી વધારે છે. જ્યારે તેનું પેટરોલ વેરિયેન્ટ લગભગ 21 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ સાથે આવે છે.

આ કંપનીના CNG પોર્ટફેલિયોની 15મી કાર છે, જે ભારતમાં કોઇ પણ બ્રાન્ડ દ્વારા વેચવામાં આવતો સૌથી મોટો CNG પોર્ટફેલિયો છે. તેનું લુક અને ડિઝાઇન રેગ્યુલર પેટ્રોલ મોડલ જેવું જ છે, ફક્ત તેના પર S-CNGની બેજિંગ મળે છે.

આ કારના ઇન્ટિરિયરને કંપનીએ ડ્યુઅલ ટોન થીમ સાથે લગાવવામાં આવ્યું છે. લેધર રેપ્ડ સ્ટીયરિંગ વ્હીલ, કેબિન સાથે ડોર હેન્ડલ પર ક્રોમ, પ્રીમિયમ ફેબ્રિક સીટ બેલ્ટ, ફ્લેટ બોટમ સ્ટીયરિંગ, રિયર પાર્સલ ટ્રે, વાયરલેસ ચાર્જર, પેડલ શિફ્ટર્સ, ક્રૂઝ કંટ્રોલ, ઇલેક્ટ્રિકકલી એડજેસ્ટેબલ આઉટ સાઇડ રિયર વ્યૂ મિરર, કી લેસ એન્ટ્રી, હાઇડ એડજેસ્ટેબલ ડ્રાઇવિંગ સીટ, પાવર વિંડો, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, પાછળની રો માટે એર કંડીશનર વેન્ટ્સ જ્યારે, વેરિયેન્ટમાં 7.0 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ, વાયરલેસ એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો, સ્માર્ટપ્લે પ્રો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વોઇસ અસિસ્ટંન્ટ ફીચર, ઓવર ધ એર અપડેટ, 4 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, ઇલેક્ટ્રિકલી એડજેસ્ટેબલ વિંગ મિરર અને સ્ટીયરિંગ વ્હીલ માઉન્ટેડ કંટ્રોલ વગેરે જેવા ફીચર્સ મળે છે.

સેફ્ટી ફીચર્સ તરીકે તેમાં હેડ્સ અપ ડીસ્પ્લે, 360 વ્યુ કેમેરા, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, હિલ હોલ્ડ અસિસ્ટ, સાઇડ પર કર્ટન એરબેગ, ડ્યુઅલ ફ્રંટ એરબેગ, રિયર વ્યુ કેમેરા, રિવર્સ પાર્કિંગ સેન્સર, દરેક 3 પોઇન્ટ સીટ બેલ્ટ, રિયર ડિફોગર, એન્ટી થેફ્ટ સિક્યોરિટી સિસ્ટમ, આઇસોફિક્સ ચાઇલ્ડ સીટ રેસ્ટ્રેન્ટ સિસ્ટમ, ઇનસાઇડ રિયર વ્યુ મિરર જેવા ફીચર્સ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp