- Tech and Auto
- 5 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતે લોન્ચ થયો ફોન, બે કેમેરાની સાથે આપ્યા છે આ ફીચર્સ
5 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતે લોન્ચ થયો ફોન, બે કેમેરાની સાથે આપ્યા છે આ ફીચર્સ
એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં વધુ એક ફોન લોન્ચ થયો છે. આ ફોનનું નામ Itel A24 Pro રાખવામાં આવ્યું છે. આ ફોનમાં નાનું ડિસપ્લે ચંકી બેઝલ્સની સાથે આપવામાં આવ્યું છે. ફોનના ફ્રન્ટ અને રિયરમાં સિંગલ કેમેરા સેન્સર આપ્યા છે. આ ફોનમાં 4G કનેક્ટિવિટીનો પણ સપોર્ટ આપ્યો છે. Itel A24 Proમાં 5 ઈંચની IPS LCD સ્ક્રીન આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 850*480 પિક્સેલનું છે.

આ ફોનમાં ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. જોકે કંપની સિક્યોરિટી માટે આ ફોનમાં ફેસ એનલોકનું પણ ફીચર આપી રહી છે. આ એન્ટ્રી લેવલના ફોનમાં એન્ડ્રોઈડ 12 (Go Edition) આપવામાં આવ્યુ છે. ફોટોગ્રાફીની વાત કરીએ તો તેના રિયરમાં 2 મેગા પિક્સેલનો કેમેરો LED ફ્લેશની સાથે આપવામાં આવ્યો છે. જ્યારે ફોનના ફ્રન્ટમાં 0.3 મેગા પિક્સેલનો કેમેરો આપ્યો છે. ફોનનું પોલિકાર્બોનેટ રિયર ટ્રેન્ડી ડિઝાઈન સાથે આવે છે.

આ ફોનમાં 3020 mAhની બેટરી આપવામાં આવી છે. તેને માઈક્રો USB પોર્ટથી ચાર્જ કરવામાં આવી શકે છે. આ હેન્ડસેટમાં ક્વોડ કોર 1.4 GHz Unisoc SC9832E પ્રોસેર આપવામાં આવ્યું છે. ફોનની RAMને લઈને હજુ કંપનીએ કોઈ જાણકારી આપી નથી. આ ફોનમાં 32 GBની ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે. એડિશનલ સ્ટોરેજ માટે એક્સટર્નલ સ્ટોરજ સ્લોટ આપવામાં આવ્યો છે.

તેમાં માઈક્રોએસડી કાર્ડની મદદથી સ્ટોરેજને 32 GB સુધી વધારવામાંઆવી શકે છે. આ ફોનનું મેઝરમેન્ટ 145.4*73.9*9.85 mm છે. Itel A24 Proને હજુ ભારતમાં લોન્ચ નથી કરવામાં આવ્યો. આ ફોનને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. તેને હજુ બાંગ્લાદેશમાં વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. તેની કિંમત 5990 BDT એટલે કે આશરે 4600 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનને ગ્રાહકો માત્ર ગ્રીન કલરના ઓપ્શનમાં ખરીદી શકશે. ભારતમાં ફોનના લોન્ચિંગની અને કંઈ રીતે તેની ખરીદી કરી શકાશે તે અંગેની કોઈ જાણકારી કંપની તરફથી હજુ આપવામાં આવી નથી.

