ભારતમાં નંબર-1 હીરો સ્પ્લેન્ડર બાદ સૌથી વધુ વેચાઈ આ ટુવ્હીલર
ભારતીય બજારમાં બાઇક્સ અને સ્કૂટરોની ડિમાન્ડ સતત વધતી જઈ રહી છે. ઑગસ્ટ 2023માં બાઇક અને સ્કૂટરની સમાન રેંજે ઉપભોક્તાઓનું ધ્યાન આકર્ષિત કર્યું છે. 2,89,930 યુનિટ્સના વેચાણ સાથે હીરો સ્પ્લેન્ડરે ભારતમાં સૌથી વધારે વેચનાર ટૂ-વ્હીલરના રૂપમાં પોતાની સ્થિતિ યથાવત રાખી છે, જે ઑગસ્ટ 2022ની તુલનામાં 1.37 ટકાની સામાન્ય વૃદ્ધિ દર્શાવે છે. તો સ્કૂટરમાં નંબર-1ની જગ્યા હાંસલ કરનારી એક્ટિવામાં 2.84 ટકાના સામાન્ય ઘટાડો નોંધાયો છે.
વૃદ્ધિ ઘટ્યા બાદ પણ આ સ્કૂટરે 2,14.872 યુનિટ્સ વેચાણ કર્યા. સ્કૂટર સેગમેન્ટમાં એક્ટિવા એક પ્રબળ દાવેદાર છે. હોન્ડા શાઇને ઑગસ્ટ 2023માં 1,48,712 યુનિટ્સના વેચાણ સાથે 23.78 ટકાની ઉલ્લેખનીય વૃદ્ધિનું પ્રદર્શન કર્યું. બજાજ પલ્સર સીરિઝમાં 6.64 ટકાની કમી નોંધાઇ, જેણે 90,685 યુનિટ્સનું વેચાણ કર્યું. છતા આ એક સ્પોર્ટી બાઇક પોતાની પ્રતિષ્ઠા યથાવત રાખી શકી. હીરો HF ડિલક્સે વાર્ષિક આધાર પર 1.08 ટકાની સામાન્ય વૃદ્ધિ નોંધાતા 73,006 યુનિટ્સનું વેચાણ કર્યું. એ ભારતીય સવારો માટે એક બજેટ અનુકૂળ વિકલ્પ છે.
TVS જ્યૂપિટરે વર્ષ દર વર્ષ આધાર પર 70,065 યુનિટ્સના વેચાણ સાથે પોતાની સ્થિતિ બનાવી રાખી. સુઝુકી એક્સેસમાં વર્ષ દર વર્ષ 32.88 ટકાની પ્રભાવી વૃદ્ધિ જોવા મળી અને 53,651 યુનિટ્સનું વેચાણ થયું. TVS રેડરે આશ્ચર્યજનક રૂપે 111.20 ટકા વાર્ષિક વૃદ્ધિ સાથે 42,375 યુનિટ્સના વેચાણ સાથે ઉલ્લેખનીય છલાંગ લગાવી. રેડરે અપાચેને નંબર-1 વેચનારી TVS બાઇકના રૂપમાં રિપ્લેસ કરી દીધી છે. બજાજ પ્લેટિનાને વર્ષ દર વર્ષે 59.30 ટકાની મહત્ત્વપૂર્ણ ઘટાડાનો સામનો કરવો પડ્યો અને 40,693 યુનિટ્સનું વેચાણ થયું. 38,043 યુનિટ્સના વેચાણ સાથે હીરો પેશને વાર્ષિક આધાર પર 35.15 ટકાની ઉલ્લેખનીય વૃદ્ધિ નોંધી.
ટૉપ-10 ટૂ-વ્હીલરનું મંથલી વેચાણ
હીરો સ્પ્લેન્ડરે ઑગસ્ટ 2023માં 2,89,930 યુનિટ્સને પાર કરતા 26.69 ટકા MoMની પર્યાપ્ત વૃદ્ધિનો અનુભવ કર્યો, જે તેની મજબૂત બજાર ઉપસ્થિતિને દર્શાવે છે. હોન્ડા એક્ટિવાએ 58.78 ટકા MoMની ઉલ્લેખનીય વૃદ્ધિ નોંધી અને 2,14,872 યુનિટ્સનું વેચાણ કર્યું. 44.28 ટકા MoM વૃદ્ધિ સાથે હોન્ડા શાઈનના 1,48,712 યુનિટ્સનું વેચાણ થયું. બજાજ પલ્સરમાં 3.10 ટકાની MoMની સામાન્ય વૃદ્ધિ જોવા મળી અને 90,685 યુનિટ્સનું વેચાણ થયું.
હીરો HF ડિલક્સમાં 10.73 ટકા MoMની વૃદ્ધિ જોવા મળી અને 73,006 યુનિટ્સનું વેચાણ થયું. TVS જ્યૂપિટરે 5.46 ટકાની MoM વૃદ્ધિ કરતા 70,065 યુનિટ્સનું વેચાણ કર્યું છે. સુઝુકી એક્સેસે 53,651 યુનિટ્સના વેચાણ સાથે 3.82 ટકા MoM વૃદ્ધિ નોંધી. TVS રેડરની પ્રભાવશાળી 14.84 ટકા MoM વૃદ્ધિ થઈ, જેણે 42,375 યુનિટ્સ વેચ્યા. બજાજ પ્લેટિનાએ 21.27 ટકા MoMની પર્યાપ્ત વૃદ્ધિ દેખાડતા 40,693 યુનિટ્સનું વેચાણ કર્યું. હીરો પેશને 11.06 ટકાની MoM વૃદ્ધિ નોંધાતા 38,043 યુનિટ્સનું વેચાણ નોંધ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp