
દેશના ઓટો સેક્ટર માટે ગત ડિસેમ્બર મહિનો ખૂબ જ ઉતાર-ચડાવ વાળો રહ્યો. આ મહિને જ્યાં કેટલી કંપનીઓએ ગ્રોથ નોંધાવ્યો તો કેટલીક વાહન નિર્માતા કંપનીઓને ઝટકો પણ લાગ્યો. ડિસેમ્બર મહિનામાં વાહનોના વેચાણ ચાર્ટમાં પણ મોટો બદલાવ જોવા મળ્યો. હંમેશાં લિસ્ટમાં ટોપ પર રહેતી Maruti Suzukiની સૌથી સસ્તી કાર Alto અને ટોલ બ્વોય કહેવાતી Wagon R, ટોપ 5ના લિસ્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ કારોની જગ્યા બીજા મોડલોએ લઈ લીધી છે. આ છે ડિસેમ્બર મહિનામાં સૌથી વધુ વેચાયેલી ટોપ 5 કારો
Maruti Dzire
ગત ડિસેમ્બર મહિનામાં ટોપ 5ની યાદીમાં Maruti Suzukiની કોમ્પેક્ટ સિડાન કાર Dzireપાંચમાં નંબર પર રહી છે. કંપનીએ આ દરમિયાન આ કારના કુલ 11997 યુનિટ્સ વેચ્યા છે, જે ગત વર્ષે આ મહિનામાં વેચાયેલા કુલ 10633 યુનિટ્સની સરખામણીમાં 13% વધુ રહી. પોતાના સેગમેન્ટની આ બેસ્ટ સેલિંગ કાર છે અને ટોપ 5ની યાદીમાં એકમાત્ર સિડાન કાર છે. આ કાર 1.2 લીટર પેટ્રોલ એન્જિનની સાથે CNG વેરિયન્ટમાં પણ ઉપલબ્ધ છે અને તેની કિંમત 6.24 લાખ રૂપિયાથી લઈને 9.18 લાખ રૂપિયાની વચ્ચે છે.
Tata Nexon
દેશની સૌથી સુરક્ષિત SUV ગાડી તરીકે ઓળખ બનાવનારી Tata Nexon માટે ગત મહિનો ઘટાડા સાથે આવ્યો. કંપનીએ તેના કુલ 12053 યુનિટ્સનું વેચાણ કર્યું છે, જે ગત વર્ષના ડિસેમ્બર મહિનાના કુલ 12899 યુનિટ્સની સરખામણીમાં 7% ઓછું રહ્યું. જોકે, આ ચોથું સૌથી વધુ વેચાનારું વાહન જરૂર રહ્યું. આ SUV 1.2 લીટર પેટ્રોલ અને 1.5 લીટર ટર્બો-ડીઝલ એન્જિન સાથે આવે છે. તેની કિંમત 7.70 લાખ રૂપિયાથી લઈને 14.18 લાખ રૂપિયાની વચ્ચે છે. ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં આ SUVને 5-સ્ટાર રેટિંગ મળ્યું છે.
Maruti Swift
Marutiની આ જાણીતી હેચબેક કાર Swift ટોપ 5ના લિસ્ટમાં ત્રીજું સ્થાન મેળવવામાં સફળ રહી, જોકે તેના વેચાણમાં ભારો ઘટાડો જોવા મળ્યો છે. ગત ડિસેમ્બર મહિનામાં આ હેચબેક કારના કુલ 12061 યુનિટ્સનું વેચાણ થયુ છે જે ગત વર્ષના ડિસેમ્બર મહિનામાં કુલ 15667 યુનિટ્સ હતા. તેની સરખામણીમાં તેના વેચાણમાં 23% નો ઘટાડો આવ્યો છે. આ કાર પણ 1.2 લીટરની ક્ષમતાના પેટ્રોલ એન્જિન સાથે CNG વિકલ્પમાં ઉપલબ્ધ છે, જેની કિંમત 5.92 લાખ રૂપિયાથી લઈને 8.85 લાખ રૂપિયાની વચ્ચે છે.
Maruti Ertiga
Maruti Suzukiની Ertigaએ આ મહિને જબરદસ્ત પ્રદર્શન કર્યું છે અને દેશની બીજી સૌથી વધુ વેચાતી કાર બની ગઈ છે. કંપનીનું વેચાણ ડિસેમ્બર મહિનામાં 4% વધુ છે. આ કાર ફેમિલી માટે ખૂબ જ ઉપયુક્ત માનવામાં આવે છે, 1.5 લીટર પેટ્રોલ એન્જિન સાથે CNG વેરિયન્ટમાં આવનારી આ કાર સારી સ્પેસ અને માઈલેજ માટે જાણીતી છે. તેની કિંમત 8.35 લાખ રૂપિયાથી લઈને 12.79 લાખ રૂપિયાની વચ્ચે છે.
Maruti Baleno
Maruti Suzukiની પ્રીમિયમ હેચબેક કાર Baleno દેશની બેસ્ટ સેલિંગ કાર બની ગઈ છે. આ હેચબેકે સતત બીજા મહિને શાનદાર પ્રદર્શન કર્યું છે. ગત નવેમ્બર મહિનામાં આ બેસ્ટ સેલિંગ કાર રહી છે. આંકડાઓ પર નજર કરીએ તો ગત ડિસેમ્બર મહિનામાં આ કારના કુલ 16932 યુનિટ્સનું વેચાણ થયુ છે જે અગાઉના ડિસેમ્બર મહિનામાં વેચાયેલા કુલ 14458 યુનિટ્સની સરખામણીમાં 17% વધુ છે. નવેમ્બર મહિનામાં આ કારના કુલ 20945 યુનિટ્સનું વેચાણ થયુ હતું. 1.2 લીટર પેટ્રોલ એન્જિન સાથે CNG વેરિયન્ટમાં પણ આવનારી આ કારની કિંમત 6.49 લાખ રૂપિયાથી લઈને 9.71 લાખ રૂપિયાની વચ્ચે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp