આવી રહી છે દમદાર હોટ હેચબેક, પાવરમાં ફોર્ચ્યુનર પણ છે પાછળ
જાપાનની વાહન નિર્માતા કંપની Toyota Indian Marketને લઈને ઘણી ગંભીર જોવા મળી રહી છે. ખબર છે કે કંપની આગામી ઓટો એક્સ્પોમાં પોતાની નવી પાવરફુલ હેચબેક કાર GR Corollaને જાહેર કરી શકે છે. પાવર અને પરફોર્મન્સના મામલામાં આ કાર ઘણી શાનદાર છે અને તેમાં ઘણા એડવાન્સ ફીચર્સ સામેલ છે. ઓટો એક્સ્પો 2023ની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે, આ મહિનાની 13 જાન્યુઆરીથી લઈને 18 જાન્યુઆરી સુધી ગ્રેટર નોઈડાના ઈન્ડિયા એક્સ્પો માર્ટમાં ગાડીઓનો મેળો લાગશે, જેમાં ઘણા નવા મોડલને જાહેર કરવામાં આવશે. તેમાં કેટલીક નવી કારો હશે તો કેટલીકના ફેસ લિફ્ટ પણ માર્કેટમાં ઉતારવામાં આવશે.
જોકે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, નવી Toyota GR Corollaને કંપની આ ઓટો એક્સ્પો 2023માં પ્રદર્શિત કરશે. જોકે આ કારને લોન્ચ કરવા અંગે હજુ કોઈ ઓફિશિયલ જાણકારી આપવામાં આવી નથી પરંતુ, એવું માનવામાં આવી રહ્યું છે કે કંપની આ કારને એક્સ્પોમાં જાહેર કરવાની સાથે જ ગાઝુ રેસિંગ મોડલ અંગે ભારતીય ગ્રાહકોના અભિપ્રાય અને સૂચનોનું મુલ્યાંકન કરવાનો પ્રયાસ કરશે.
જણાવી દઈએ, ગ્લોબલ માર્કેટમાં હાજર GR Corolla હેચબેક કંપનીના જાણીતા TNGA પ્લેટફોર્મ પર બેસ્ડ છે. આ તેનું રેસિંગ વર્ઝન છે, તો જાહેર છે કે તેમાં ઘણા એડવાન્સ અને સ્પોર્ટી ફીચર્સને પણ જગ્યા આપવામાં આવશે. સ્ટાન્ડર્ડ મોડલની તુલનામાં આ કારમાં ઘણા મોટા બદલાવ જોવા મળશે. Toyota GR Corolla સ્ટાન્ડર્ડ કોરોલા હેચબેક પર બેસ્ડ છે, જે ગ્લોબલ માર્કેટમાં વેચવામાં આવે છે. આ કારને Toyotaના ગાઝુ રેસિંગ ડિવીઝને તૈયાર કરી છે.
કંપનીએ આ કારમાં 1.6 લીટરની ક્ષમતાવાળા ત્રણ સિલિન્ડર યુક્ત, સિંગલ સ્ક્રોલ ટર્બોચાર્જ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 304 hpનો દમદાર પાવર અને 370 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. પાવર આઉટપુટના મામલામાં આ કારનું એન્જિન ઈન્ડિયન માર્કેટમાં ઉપલબ્ધ Toyota Fortunerના 2.8 લિટર ટર્બો ડિઝલ એન્જિનના મુકાબલે વધારે દમદાર છે. Toyota Fortunerનું આ વેરિયન્ટ 204 bhpનો પાવર જનરેટ કરે છે. આ કારને સ્પોર્ટી લૂક આપવા માટે કંપનીએ તેમાં ટ્રીપલ-એક્ઝીટ એક્ઝોસ્ટ આપ્યું છે, તે સિવાય મલ્ટી-ઓઈલ જેટ પિસ્ટન કુલિંગ સિસ્ટમ, મોટા એક્ઝોસ્ટ વોલ્વ જેવા મિકેનીઝમ આ કારને વધારે સ્પોર્ટી બનાવે છે. તેનું એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી લેસ છે.
જોકે કંપનીએ તેના પરફોર્મન્સના આંકડાં અંગે કોઈ દાવો કર્યો નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ કાર માત્ર 5 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડવાની ક્ષમતા ધરાવે છે. GR Corollaએ કંપનીએ એક રેલી-એસ્પાયર્ડ વેહીકલ લૂક આપ્યો છે, જેમાં મોટા ફ્રન્ટ ગ્રિલની સાથે પહોળા એર ઈન્ટેક અને બ્લેક ટ્રીમ્સ જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp