Toyotaએ લોન્ચ કરી આટલા લાખની Hyryder CNG, માઈલેજ 26 કિમીથી વધારે

PC: toyotabharat.com

Toyotaએ મિડ સાઈઝ SUV સેગમેન્ટમાં પહેલી CNG કાર લોન્ચ કરી દીધી છે. કંપનીએ Toyota Uban Cruiser Hyryder CNGની કિંમતની જાહેરાત કરી દીધી છે. કંરનીએ નવેમ્બર 2022માં CNG કેટેગરીમાં એન્ટ્રી કરી હતી. CNG અવતારવાળી Toyota Uban Cruiser Hyryderને બે વેરિયન્ટ G અને Sમાં લોન્ચ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે તેની શરૂઆતની કિંમત આશરે 13 લાખ રૂપિયા છે. આ પ્રતિસ્પર્ધી કિંમતના લીધે તે Hyundai Creta અને Kia Seltos જેવી કારના વેચાણને અસર કરી શકે છે. Toyota પછી Marutiમારુતિએ પણ પોતાની Grand Vitaraને CNG અવતારમાં લોન્ચ કરી છે.

કંપનીની Toyota Uban Cruiser Hyryder CNGને બે વેરિયન્ટ અને માત્ર મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે ઉતારી છે. તેના S વેરિયન્ટની કિંમત 13,23,000 અને G વેરિયન્ટની કિંમત 15,29,000 રૂપિય રાખવામાં આવી છે. Toyotaએ પોતાની આ SUVને જુલાઈ 2022માં લોન્ચ કરી હતી. તેને સાધારણ પટ્રોલ ડિઝલ અને હાઈબ્રિડની સાથે આવનારા પેટ્રોલ એન્જિન સાથે લાવવામાં આવી હતી. કંપનીની માનીએ તો તેને આ SUV માટે ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળ્યો છે.

CNG વર્ઝનવાળી Toyota Uban Cruiser Hyryderમાં 1.5 લિટર K સીરિઝ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. CNGની સાથે આ SUV 26.6 કિમી પ્રતિ કલાકની માઈલેજ આપે છે. Hyryder Gના વેરિયન્ટમાં ફૂલ LED હેડલેમ્પ, 9 ઈંચની ટચ સ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ, એમ્બિયન્ટ લાઈટીંગ અને સાઈડ એન્ડ કર્ટેન એરબેગ્સ જેવા ફીચર્સ મળે છે. Toyota Uban Cruiser Hyryder CNG પછી Maruti પણ પોતાની Grand Vitaraના CNG વર્ઝન લોન્ચ કરી શકે છે. આ બંને ગાડીઓની એકબીજાની સાથે જ મુકાબલો થવાનો છે.  

આ કારમાં વેન્ટીલેટેડ સીટ્સ, એરબેગ્સ, ઈલેક્ટ્રીક સનરૂફ, વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટોની સાથે ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 360 ડિગ્રી કેમેરો અને અન્ય ઘણા સ્માર્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં સ્પેસનો કોઈ પ્રોબ્લેમ નથી. તેમાં આપવામાં આવેલું એન્જિન સિટી અને હાઈવે પર ઘણું સારું પ્રદર્શન કરે છે તેવો કંપનીએ દાવો કર્યો છે. તેની ડિઝાઈન અપ માર્કેટ છે.ે  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp