આ કંપનીની કાર ભારતમાં 10.29 લાખમાં લોન્ચ, મોટી ફેમિલી માટે છે આ 7 સીટર કાર

PC: indiatoday.com

ટોયોટા કિર્લોસ્કર મોટર ઈન્ડિયાએ ભારતમાં પોતાની બજેટલક્ષી કાર Toyota Rumion લોન્ચ કરી દીધી છે. તેના એક્સશોરૂમની કિંમત 10.29 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તો ટોચના મોડલની કિંમત 13.68 લાખ રૂપિયા છે. આ કારની બુકિંગ 11 હજાર રૂપિયાના ટોકન અમાઉન્ટથી શરૂ થઇ ચૂકી છે. 8 સપ્ટેમ્બરથી આ કારની ડીલિવરી પણ શરૂ થશે. ભારતમાં સસ્તી 7 સીટર કાર ખરીદનારાઓની ફેવરિટ મારુતિ અર્ટિગા પર બેસ્ડ Toyota Rumionને પેટ્રોલની સાથે સીએનજી વેરિયન્ટમાં પણ રજૂ કરવામાં આવી છે. ભારતમાં આ કારની ટક્કર કિઆ કારેન્સ અને મહિન્દ્રા બોલેરો નિયોની સાથે થશે.

ઈન્ટીરિયર અને ફીચર્સ

Toyota Rumionના લુક અને ડિઝાઇનની વાત કરીએ તો આમાં ઈનોવા ક્રિસ્ટા જેવી ગ્રિલ અને નવા ડ્યુઅલ ટોન અલોય વ્હીલ જોવા મળે છે. ત્યાર બાદ આ ઘણી હદ સુધી મારુતિ અર્ટિગા જેવી દેખાઇ છે. Toyota Rumionનું ઈન્ટિરિયર સારુ છે. જેમાં બ્લેક અને બેઇજ ડ્યુઅલ કલર ફિનિશ અને ફોક્સ વૂડ ઈન્સર્ટવાળા ડેશબોર્ડની સાથે વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપ્પલ કારપ્લે સપોર્ટવાળું 7.0 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એનાલોગ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઓટોમેટિક એસી, કનેક્ટેડ કાર ટેક્નોલોજી અને 4 એરબેગ્સ સહિત જરૂરી ફીચર્સ છે.

Toyota Rumion એન્જિન અને માઇલેજ

Toyota Rumionમાં મારુતિ સુઝુકીનું 1.5 લીટર નેચરલી એસ્પીરેટેડ પેટ્રોલ એન્જિન લગાવાયું છે. જે 103 hpનો પાવર અને 137Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એમપીવી 5 સ્પીડ મેન્યુઅલ કે 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. Toyota Rumion CNG ઓપ્શનમાં પણ છે. માઇલેજની વાત કરીએ તો Toyota Rumionના પેટ્રોલ વેરિયન્ટનું માઇલેજ 2051 kmpl સુધી અને CNGનું માઇલેજ 26.11 km/kg સુધીનું છે. Toyota Rumionની સાથે 3 વર્ષ કે 1 લાખ કિમીની સ્ટાન્ડર્ડ વોરંટી ઓફર કરવામાં આવી રહી છે.

કિંમત

Toyota Rumion Petrol: (એક્સ-શોરૂમ)

  • S MT Neo Drive Manual - રૂ. 10.29 લાખ
  • G MT Neo Drive Manual - રૂ. 11.45 લાખ
  • S AT Neo Drive Automatic - રૂ. 11.89 લાખ
  • V MT Neo Drive Manual - રૂ. 12.18 લાખ
  • V AT Neo Drive Automatic - રૂ. 13.68 લાખ

Toyota Rumion CNG (એક્સ-શોરૂમ)

  • S MT CNG Manual - રૂ. 11.24 લાખ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp