આવી રહી છે Rolls Royce જેવો લુક ધરાવતી Toyotaની આ શાનદાર SUV

જાપાની કાર નિર્માતા કંપની Toyotaએ હાલમાં જ ગ્લોબલ માર્કેટમાં પોતાની જાણીતી MPV Toyota Vellfire ના નેક્સ્ટ જનરેશન મોડલને રજૂ કર્યું હતું. આ સાથે જ કંપનીએ પોતાની નવી ઓળખ તરીકે Century લાઇન-અપના પણ સંકેત આપ્યા છે. સાઠના દાયકામાં કંપનીએ પહેલીવાર Toyota Century સિડાનને રજૂ કરી હતી, તે સમયે સિડાનને બજારમાં ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્ય હતો અને હજુ પણ તેનું વેચાણ ચાલુ છે. હવે કંપની તેને SUV તરીકે રજૂ કરવા જઈ રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, Century SUV ને આ વર્ષના અંત સુધી રજૂ કરવામાં આવી શકે છે.

આ નવી SUV લોકપ્રિય સેન્ચ્યૂરી સિડાન બાદ સેન્ચ્યૂરી બઝ પર બેઝ્ડ બીજું પ્રોડક્ટ હશે. આ સિડાનને મુખ્યરૂપથી જાપાનમાં વેચવામાં આવે છે. પરંતુ, આ SUVને લઇને સમાચરા છે કે, કંપની તેને જાપાન ઉપરાંત અન્ય બજારોમાં પણ રજૂ કરશે. આ એક પ્રીમિયમ SUV હશે જે બ્રાન્ડના નેટવર્ક  વિસ્તારમાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે. સેન્ચ્યૂરી બ્રાન્ડ પહેલાથી જ ઘણા જાપાની બજારમાં ખાસ જાણીતી છે અને હવે તેને બીજા માર્કેટમાં ઉતારવાની તૈયારી છે.

રિપોર્ટ અનુસાર, આ એક મોનોકોક SUV હશે, જે લક્ઝરી ફીચર્સ અને ટેકનિકથી લેસ હશે. એવામાં આ એક ઓફ-રોડિંગ વ્હીકલને બદલે સિટી રાઇડ માટે વધુ સારી રહેશે. ઇન્ટરનેટ પર તેની જે તસવીરો શેર કરવામાં આવી છે, તેમા તેની ફ્રન્ટ ગ્રિલ તમને રોલ્સ રૉયસની યાદ અપાવશે. આ ઉપરાંત, તેના મોટા વ્હીલ્સ કમ્ફર્ટ ડ્રાઇવ માટે સારા રહેશે.

આ નવી SUVમાં એ જ મોનોકોક આર્કિટેક્ટનો ઉપયોગ થવાની સંભાવના છે જેણે Toyota Grand SUV માં પોતાની શરૂઆત કરી હતી. Toyota Century SUV માટે એવો જ વ્હીલબેઝ આપવામાં આવી શકે છે, જે કારની અંદર સારી કેબિન સ્પેસ પ્રદાન કરશે. જોકે, હાલ કંપનીએ તેના વિશે કોઇ ટેકનિકલ અથવા મિકેનિકલ જાણકારી શેર નથી કરી પરંતુ, મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ SUVની લંબાઈ સંભવતઃ 5.2 મીટર અને પહોળાઈ 2 મીટર સુધી હોઇ શકે છે.

કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, નવી સેન્ચ્યૂરી એસયૂવી લેન્ડ ક્રૂઝરની સરખામણીમાં મોંઘી હશે, જેનો અર્થ એ છે કે આ Toyotaની રેન્જ-ટોપિંગ SUV હોઇ શકે છે. Toyota Centuryમાં કંપની V12 પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરી શકે છે પરંતુ, હાલ એ વાતની પુષ્ટિ કરવામાં નથી આવી. હાલ આ SUV શરૂઆતી દોરમાં છે તો તેમા સમયની સાથે ઘણા અપડેટ મળતા રહેશે. તમે આ SUVમાં પાવરફુલ એન્જિન અને પરફોર્મન્સની આશા રાખી શકો છો.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.