- Tech and Auto
- આવી રહી છે Rolls Royce જેવો લુક ધરાવતી Toyotaની આ શાનદાર SUV
આવી રહી છે Rolls Royce જેવો લુક ધરાવતી Toyotaની આ શાનદાર SUV
જાપાની કાર નિર્માતા કંપની Toyotaએ હાલમાં જ ગ્લોબલ માર્કેટમાં પોતાની જાણીતી MPV Toyota Vellfire ના નેક્સ્ટ જનરેશન મોડલને રજૂ કર્યું હતું. આ સાથે જ કંપનીએ પોતાની નવી ઓળખ તરીકે Century લાઇન-અપના પણ સંકેત આપ્યા છે. સાઠના દાયકામાં કંપનીએ પહેલીવાર Toyota Century સિડાનને રજૂ કરી હતી, તે સમયે સિડાનને બજારમાં ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્ય હતો અને હજુ પણ તેનું વેચાણ ચાલુ છે. હવે કંપની તેને SUV તરીકે રજૂ કરવા જઈ રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, Century SUV ને આ વર્ષના અંત સુધી રજૂ કરવામાં આવી શકે છે.

આ નવી SUV લોકપ્રિય સેન્ચ્યૂરી સિડાન બાદ સેન્ચ્યૂરી બઝ પર બેઝ્ડ બીજું પ્રોડક્ટ હશે. આ સિડાનને મુખ્યરૂપથી જાપાનમાં વેચવામાં આવે છે. પરંતુ, આ SUVને લઇને સમાચરા છે કે, કંપની તેને જાપાન ઉપરાંત અન્ય બજારોમાં પણ રજૂ કરશે. આ એક પ્રીમિયમ SUV હશે જે બ્રાન્ડના નેટવર્ક વિસ્તારમાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે. સેન્ચ્યૂરી બ્રાન્ડ પહેલાથી જ ઘણા જાપાની બજારમાં ખાસ જાણીતી છે અને હવે તેને બીજા માર્કેટમાં ઉતારવાની તૈયારી છે.

રિપોર્ટ અનુસાર, આ એક મોનોકોક SUV હશે, જે લક્ઝરી ફીચર્સ અને ટેકનિકથી લેસ હશે. એવામાં આ એક ઓફ-રોડિંગ વ્હીકલને બદલે સિટી રાઇડ માટે વધુ સારી રહેશે. ઇન્ટરનેટ પર તેની જે તસવીરો શેર કરવામાં આવી છે, તેમા તેની ફ્રન્ટ ગ્રિલ તમને રોલ્સ રૉયસની યાદ અપાવશે. આ ઉપરાંત, તેના મોટા વ્હીલ્સ કમ્ફર્ટ ડ્રાઇવ માટે સારા રહેશે.

આ નવી SUVમાં એ જ મોનોકોક આર્કિટેક્ટનો ઉપયોગ થવાની સંભાવના છે જેણે Toyota Grand SUV માં પોતાની શરૂઆત કરી હતી. Toyota Century SUV માટે એવો જ વ્હીલબેઝ આપવામાં આવી શકે છે, જે કારની અંદર સારી કેબિન સ્પેસ પ્રદાન કરશે. જોકે, હાલ કંપનીએ તેના વિશે કોઇ ટેકનિકલ અથવા મિકેનિકલ જાણકારી શેર નથી કરી પરંતુ, મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ SUVની લંબાઈ સંભવતઃ 5.2 મીટર અને પહોળાઈ 2 મીટર સુધી હોઇ શકે છે.

કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, નવી સેન્ચ્યૂરી એસયૂવી લેન્ડ ક્રૂઝરની સરખામણીમાં મોંઘી હશે, જેનો અર્થ એ છે કે આ Toyotaની રેન્જ-ટોપિંગ SUV હોઇ શકે છે. Toyota Centuryમાં કંપની V12 પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરી શકે છે પરંતુ, હાલ એ વાતની પુષ્ટિ કરવામાં નથી આવી. હાલ આ SUV શરૂઆતી દોરમાં છે તો તેમા સમયની સાથે ઘણા અપડેટ મળતા રહેશે. તમે આ SUVમાં પાવરફુલ એન્જિન અને પરફોર્મન્સની આશા રાખી શકો છો.

