હવે ઇલેક્ટ્રિક અવતારમાં ધૂમ મચાવવા આવી રહ્યું છે આ મોપેડ, 45,000માં આવે છે...

ઇલેક્ટ્રિક વાહનોની વધતી ડિમાન્ડે વાહન નિર્માતાઓ વચ્ચે પ્રતિસ્પર્ધાને હજુ વધારી દીધી છે, ખાસ કરીને ટૂ-વ્હીલર સેગમેન્ટમાં. હવે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બજારમાં TVS મોટર પોતાનું નવું મોપેડ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કંપનીએ TVS XL Electric માટે પેટેન્ટ પણ દાખલ કર્યું છે અને આ ઇલેક્ટ્રિક મોપેડની એક પેટેન્ટ ઇમેજ પણ લોક થઈ છે, જેમાં તેના ઇલેક્ટ્રિક કમ્પોનેન્ટને દર્શાવવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિક મોપેડ તરીકે કાઈનેટિકે સૌથી પહેલા જાહેરાત કરી હતી કે, તે પોતાનું પ્રસિદ્ધ મોપેડ ‘લૂના’ને ઇલેક્ટ્રિક અવતારમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

તેને લઈને કંપનીના CEO સુલજ્જા ફિરોદિયા મોટવાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી હતી કે ‘ઇલેક્ટ્રિક લૂના’ આવી રહી છે. હવે TVS મોટર્સ નવા ઇલેક્ટ્રિક મોપેડની પેટેન્ટ તસવીરો સામે આવ્યા બાદ ઇલેક્ટ્રિક મોપેડ વચ્ચે ભવિષ્યમાં થનારી આ જંગ વધુ રસપ્રદ થતી નજરે પડી રહી છે. જેમ કે પેટેન્ટ ઈમેજમાં સામે આવ્યું છે કે તેનું લુક ઘણી હદ સુધી ICE એન્જિન મોડલ જેવું જ રહેવાની સંભાવના છે. ફ્રેમ, ગોળ હેડલાઇટ, સ્પ્લિટ સીટ, ટ્યુબલર ગ્રેબ રેલ અને સ્ટ્રક્ચર વગેરે હાલમાં XL 100 જેવું જ દેખાઈ રહ્યું છે.

TVS XL EVને સેન્ટ્રલી માઉન્ટેડ બેટરી પેક અને બેલ્ટ સેટઅપ સાથે આપી શકાય છે. એ સિવાય જેમ કે ડ્રાઇંગમાં દેખાડવામાં આવ્યું છે તેમાં ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળ તરફથી ડબલ સ્પ્રિંગ સસ્પેન્શન આપવામાં આવશે. બ્રેકિંગ માટે તેને ડ્રમ બ્રેક્સનો સહારો લેવામાં આવશે. તેમાં હવે હબ મોટર આપી શકાય છે, જે વાહન વચ્ચે સ્થાપિત કરવામાં આવશે, એ સિવાય બેટરીને ફ્રેમ નીચે જગ્યા આપવામાં આવશે. હવે મોટરથી એક મોટો ફાયદો એ પણ થાય છે કે તે ઓછી ખર્ચાળ હોય છે અને તેને ઇન્સ્ટોલ કરવાનું પણ ખૂબ સરળ હોય છે. તેનાથી વાહનની કિંમત પર પણ સકારાત્મક અસર પડે છે.

TVS XL લાસ્ટ માઇલ ડિલિવરી વાહન તરીકે ખૂબ પ્રખ્યાત છે અને કંપની દર મહિને તેનું ભારે વેચાણ કરે છે. એવામાં ઇલેક્ટ્રિક અવતારમાં આવ્યા બાદ આ વાહનથી હજુ પણ વધારે આશા છે. TVS XL 100ના પેટ્રોલ વર્ઝનની વાત કરીએ તો તેની કિંમત 44,999 રૂપિયાથી લઈને 58,290 રૂપિયા વચ્ચે છે. તે કુલ 6 વેરિયન્ટ અને 15 રંગોમાં આવે છે. કંપનીએ તેમાં 99.7ccની ક્ષમતાનું એન્જિન ઉપયોગ કર્યું છે જે 4.4નો પાવર અને 6.5Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેનું કુલ વજન માત્ર 89 કિલોગ્રામ છે અને તેમાં 4 લીટર ધારિતાનું ફ્યૂલ ટેન્ક આપવામાં આવે છે. આ મોપેડ હેવી ડ્યૂટી માટે જાણીતું છે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.