ટ્વીટરને દર મહિને 900 રૂ આપીને શું શું મળશે? જાણો પહેલા બ્લૂ ટીકનું શું થશે

PC: about.twitter.com

લાંબી રાહ જોયા બાદ ટ્વીટર બ્લૂ સબસ્ક્રિપ્શન સર્વિસને ભારતમાં લોન્ચ કરી દીધી છે. ટ્વીટર બ્લૂ ટિકની કિંમતને લઇને પહેલા ઘણા અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા. કંપનીએ તેને 900 રૂપિયા પ્રતિ મહિનાની કિંમત પર લોન્ચ કરી છે. આ લિમિટેડ ટાઇમ ઓફર છે. એટલે કે તેની કિંમતમાં હજુ વધારો થઇ શકે છે. 900 રૂપિયાની સબસ્ક્રિપ્શન ટ્વીટર એન્ડ્રોઇડ અને IOS યુઝર્સ માટે છે. વેબ યુઝર્સ માટે તેની કિંમત 650 રૂપિયા પ્રતિ મહિના રાખવામાં આવી છે. તેની સાથે કંપની ઘણા ફિચર્ચ પણ આપે છે. અહી આ આર્ટિકલમાં અમે તમને એ ફીચર્સ બાબતે બતાવી રહ્યા છે.

ટ્વીટર બ્લૂ સાથે યુઝર્સને ટ્વીટ એડિટ કરવાનું પણ મળશે. તેના માટે 30 મિનિટનો ટાઇમ લિમિટ હશે એટલે કે તમે કોઇ ટ્વીટ કર્યા બાદ 30 મિનિટ સુધી તેને એડિટ કરી શકો છો. તેનાથી તમે તેમાં અપડેટ કરી શકો છો, કોઇને ટેગ કરી શકો છો કે મીડિયા અટેચ કરી શકો છો. જો કે, ત્યારબાદ ટ્વીટ પર એડિટનું લેબલ લાગેલું હશે. તમે કોઇ બૂકમાર્કને ફોલ્ડરમાં સેવ કરીને રાખી શકો છો. તેના માટે તમારે બૂકમાર્ક ફોલ્ડર્સમાં ઓપ્શન મળશે. તેનાથી તમે અનાલિમિટેડ બૂકમાર્ક કે બૂકમાર્ક ફોલ્ડર ક્રિએટ કરી શકો છો.

તેનાથી તમારી ટ્વીટ્સ વધારે ઓર્ગેનાઇઝ થશે. તમે ફનીવાળી ટ્વીટ્સને અલગ ફોલ્ડર તો પોલિટિકલવાળાને અલગ ફોલ્ડરમાં સેવ કરી શકો છો. ટોપ આર્ટિકલ્સ તમારે નેટવર્કમાં સૌથી વધુ શેર કરતા આર્ટિકલ શોર્ટકટ છે. આ ફિચર્સથી ઓટોમેટિકલી સૌથી વધારે શેર કરતા આર્ટિકલને લિસ્ટ કરી દેવામાં આવે છે. યુઝર્સે અનડૂ ટ્વીટનું ઓપ્શન પણ બ્લૂ સબસ્ક્રિપ્શન સાથે અપકમાં આવી રહ્યું છે. તેનાથી તમે કોઇ ટ્વીટને ટ્વીટર પર વિઝિબલ થવાથી પહેલા અનડૂ કરી શકો છો. યુઝર્સ 4000 વોર્ડ્સ લિમિટ સુધી ટ્વીટ કરી શકે છે.

એ સિવાય તમે 1080p કે ફૂલ HD ક્વાલિટીમાં વીડિયો અપલોડ કરી શકો છો. કંપની તમને લાંબા વીડિયો પોસ્ટ કરવાનું ઓપ્શન પણ આપશે. યુઝર્સ પ્રોફાઇલ ફોટો સાથે NFT પણ સેટ કરી શકે છે. કંપનીએ કહ્યું કે, આગામી સમયમાં યુઝર્સને હાફ એડ્સ જોવા મળશે. એક સવાલ વારંવાર પૂછી રહ્યા છે કે જે લોકો પાસે પહેલા બ્લૂ ટિક છે કે જે લોકોએ સબસ્ક્રિપ્શન બ્લૂ ટીક લઇ રાખ્યું છે તેમનું શું થશે? તેને લઇને મસ્ક પહેલા જ કહી ચૂક્યા છે કે બધાનું બ્લૂ ટિક હટાવી લેવામાં આવશે. માત્ર સબસ્ક્રિપ્શન લીધા બાદ જ યુઝર્સને ટ્વીટર બ્લૂ ટિક મળશે.

આ ફીચર્સ પૂરી રીતે ચાલુ કર્યા બાદ જ બધાનું અનપેડ બ્લૂ ટીક હટાવી લેવામાં આવશે. તેમાં થોડો સમય લાગી શકે છે. પછી જો તમારે બ્લૂ ટીક જોઇતું હોય તો તમારે ટ્વીટરને પૈસા ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે, ટ્વીટર પહેલાથી જ કંપની અને સરકારને અલગ કલરનું ટીક ઉપલબ્ધ કરાવી રહી છે. કંપનીને ગોલ્ડન કલરનું ટીક આપવામાં આવી રહ્યું છે, જ્યારે સરકાર કે તેની સાથે સંબંધિત યુઝર્સનું નામ આગળ ગ્રે કલરનું ચેકમાર્ક આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp