ટ્વીટર પરથી બ્લૂ ચકલી ગાયબ! મસ્કે કૂતરાને કેમ બનાવ્યો લોગો?

PC: twitter.com

ટ્વીટરમાં એક મોટો બદલાવ કરવામાં આવ્યો છે. એલન મસ્કે ટ્વીટરનો લોગો બદલી દીધો છે એટલે કે હવે ટ્વીટર પરથી બ્લૂ ચકલી ગાયબ થઈ ગઈ છે. આ બદલાવ બાદથી યુઝર્સ ખૂબ હેરાન છે. કારણ ટ્વીટરે ડોગીને પોતાનો નવો લોગો બનાવ્યો છે. તેને લઈને ટ્વીટરના માલિક એલન મસ્કે એક ટ્વીટ પણ કરી છે, ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે હવે કુતરો જ ટ્વીટરનો નવો લોગો હશે. સોમવારે રાતથી યુઝર્સને પોતાના ટ્વીટર અકાઉન્ટ પર બ્લૂ ચકલીની જગ્યાએ એક કુતરો નજરે પડવા લાગ્યો.

એ જોઈને યુઝર્સ હેરાન રહી ગયા. તેઓ એક બીજાને સવાલ પૂછવા લાગ્યા કે શું બધાને ટ્વીટરના લોગો પર કુતરો દેખાઈ રહ્યો છે. જોત જોતા ટ્વીટર પર #DOGE ટ્રેન્ડ થવા લાગ્યું. યુઝર્સને લાગ્યું હતું કે ટ્વીટરને કોઈએ હેક કરી લીધું છે, પરંતુ તેના થોડા સમય બાદ જ એલન મસ્કે એક ટ્વીટ કરી, જેથી એ સ્પષ્ટ થઈ ગયું કે, ટ્વીટરે પોતાનો લોગો બદલી દીધો છે. એલન મસ્કે રાત્રે લગભગ 12:20 વાગ્યે એક તસવીર ટ્વીટ કરી, જેમાં એક કુતરો કારની ડ્રાઇવિંગ સીટ પર બેઠો છે અને તે ટ્રાફિક પોલીસને પોતાનું લાઇસન્સ દેખાડી રહ્યો છે.

આ લાઈસન્સમાં બ્લૂ ચકલી (ટ્વીટરનો જૂનો લોગો)નો ફોટો છે, ત્યારબાદ કુતરો ટ્રાફિક પોલીસને કહી રહ્યો છે કે આ જૂનો ફોટો છે. એલન મસ્કની આ ટ્વીટ બાદ ટ્વીટર પર લગાવવામાં આવી રહેલા જાત જાતના અનુમાનો પર પૂર્ણવિરામ લાગી ગયો અને એ સ્પષ્ટ થઈ ગયું કે લોગોમાં બદલાવ એલન મસ્કે કર્યો છે. એલન મસ્કે ટ્વીટરનો લોગો બદલ્યા બાદ વધુ એક ટ્વીટ કરી. જેમાં તેમણે લખ્યું કે, ‘વાયદા મુજબ.’ ઉલ્લેખનીય છે કે આ ટ્વીટમાં એલન મસ્કે એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે જે 26 માર્ચની એક જૂની ચેટ છે.

આ સ્ક્રીનશોટમાં કરવામાં આવેલી પોસ્ટમાં પૂછ્યું છે કે શું એક નવા પ્લેટફોર્મની જરૂરિયાત છે?’ તેના પર ચેરમેન નામના યુઝરે કમેન્ટ કરી અને લખ્યું કેમ ટ્વીટર ખરીદો અને તેની બ્લૂ ચકલીવાળા લોગોને ડોગીથી બદલી દો. ટ્વીટરને જુલાઇ 2006માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જેક ડોર્સી, નોઆ ગ્લાસ, ઇવાન વિલિયમ્સ અને બીજ સ્ટોન તેની સ્થાપના કરી હતી.

ટ્વીટરના સંસ્થાપકોનું કહેવું હતું કે તે એક લાઉડ સ્પેસ પ્લેટફોર્મ છે અને ચકલીને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. એટલે તેનો લોગો એવો રાખવામાં આવ્યો. આ બ્લૂ ચકલીનું નામ લેરી ટી બર્ડ છે. એનું નામ જાણીતા બાસ્કેટબોલ ખેલાડી લેરી બર્ડના નામ પર રાખવામાં આવ્યું. ટ્વીટરનો ઓરિજિનલ લોલો સાઇમન ઓક્સલેએ બનાવ્યો હતો. જેને તેમણે iStock વેબસાઇટ પર વેચવા માટે ઓફર કરી હતી. આ લોગોને ટ્વીટરે 15 ડૉલરમાં ખરીદ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp