ભારતમાં Xiaomiની હાલત કફોડી, સેમસંગને પછાડી આ કંપની બની નંબર-1

ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ચીની બ્રાન્ડ વીવોએ સેમસંગને પછાડતા નંબર-1ની પોઝિશન હાંસલ કરી લીધી છે. ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (IDC)ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, ભારતમાં વર્ષ 2023ના બીજા ક્વાર્ટરના ડેટા સામે આવી ગયા છે. બીજા ક્વાર્ટરના અંતિમ મહિના સુધી વીવોએ પોતાના માર્કેટ શેરને 16 ટકા પહોંચાડી દીધા, જ્યારે ગયા વર્ષે આ ક્વાર્ટરમાં વીવોના માર્કેટ શેર 14.5 ટકા પર હતા.

આ પીરિયડ દરમિયાન કંપનીની શિપમેન્ટમાં 7.4 ટકાનો વધારો દેખાડ્યો. ICDના રિપોર્ટમાં બીજા રેન્ક પર કોરિયન કંપની સેમસંગ ઉપસ્થિત છે. આ વર્ષે બીજા ક્વાર્ટરમાં કંપનીના શેર 15.7 ટકાના રહ્યા છે, જ્યારે ગયા વર્ષે આ ક્વાર્ટરમાં સેમસંગના માર્કેટ શેર 16.3 ટકાનો હતો. ત્રીજા નંબર પર Realme બ્રાન્ડ છે. આ વર્ષના બીજા ત્રિમાસિકમાં રિયલમીના માર્કેટ શેર 12.6 ટકા છે. જ્યારે માર્કેટ શેર 11 ટકા છે, જ્યારે ગયા વર્ષે આ ક્વાર્ટરમાં કંપની માર્કેટ શેર 11.5 ટકા હતા.

Xiaomi એક સમયે ભારતીય બજારમાં ટોપ રેન્ક પર રહેનારી હવે તે પાંચમા નંબર પર પહોંચી ગઈ છે. આ વર્ષના બીજા ક્વાર્ટરમાં બ્રાન્ડનો માર્કેટ શેર 11 ટકા છે, જ્યારે ગયા વર્ષે 17.6 ટકા હતા. Pocoના માર્કેટ શેર આ વર્ષના બીજા ક્વાર્ટરમાં 5 ટકાનો છે. જ્યારે ગયા વર્ષે આ ક્વાર્ટરમાં તેના માર્કેટ શેર 2.8 ટકાના હતા. હવે ફાસ્ટેસ્ટ ગ્રોવિંગ બ્રાંડના રૂપમાં સામે આવ્યો છે. તો શિપમેન્ટમાં 76.5 ટકા યર ઓવર યરનો ગ્રોથ છે. તો એપલ અને વનપ્લસનો ગ્રોથ 61.1 ટકાનો રહ્યો છે, તો તેના માર્કેટ શેર ક્રમશઃ 5.5 ટકા અને 5 ટકાના રહ્યા છે.

ભારત સ્માર્ટફોનની એક મોટી માર્કેટ છે, પરંતુ વાર્ષિક આધાર પર ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં વર્ષ 2023માં ઘટાડો નોંધાયો છે. ઇન્ડસ્ટ્રીના એક લેટેસ્ટ રિપોર્ટ મુજબ, ભારતના સ્માર્ટફોન બજારે વર્ષ 2023ના પહેલા છમાસિકમાં વર્ષ દર વર્ષ 10 ટકાના ઘટાડા સાથે 6.4 કરોડ યુનિટનું વેચાણ કર્યું. IANSના રિપોર્ટ મુજબ, ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન મુજબ બીજી ત્રિમાસિક (Q2)માં બજાર ગત ત્રિમાસિકની તુલનામાં 10 ટકા વધ્યો, પરંતુ 3.4 કરોડ યુનિટ સાથે વાર્ષિક આધાર પર 3 ટકાનો ઘટાડો આવ્યો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, વિક્રેતાઓ અને ચેનલોએ વર્ષના બીજા છ-માસિકમાં તહેવારી સીઝનની શરૂઆત અગાઉ ડિસ્કાઉન્ટ, સ્પેશિયલ સ્કીમ અને કિંમતોમાં ઓફની રજૂઆત કરીને ઇન્વેન્ટ્રીને ક્લિયર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.