ISRO ચીફે જણાવ્યું કે, શા માટે તેમણે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ પસંદ કર્યો

PC: ndtv.com

ભારતના મહત્વકાંક્ષી મૂન મિશન ચંદ્રયાન-3એ ઘણી બાધાઓ અને મુશ્કેલીઓને પાર કરતા બુધવારે સાંજે ચંદ્રની સપાટી પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરી દેશને દુનિયાના ખાસ અવકાશ ક્લબમાં સામેલ કરી દીધું છે. આ લેન્ડિંગની સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવની પાસે અવકાશ યાન ઉતારનારો દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. કારણ કે એન્જિનમાં ખરાબીને કારણે તે ક્ષેત્રમાં ચંદ્રની સપાટી પર પહોંચવાનો રશિયાનો પ્રયાસ રવિવારે નિષ્ફળ રહ્યો હતો.

ચંદ્રની સપાટી પર અવકાશ યાન ઉતારવાનો ભારતનો આ ત્રીજો પ્રયાસ હતો. આ પહેલા ચંદ્રયાન 2 સપ્ટેમ્બર 2019માં ચંદ્ર પર લેન્ડર અકસ્માત થયા પછી આંશિક નિષ્ફળતાના રૂપમાં સૂચીબદ્ધ કરવામાં આવ્યું હતું.

ઈસરોના પ્રમુખ એસ.સોમનાથે જણાવ્યું કે કારણ કે ચંદ્રયાન 2ની હાર્ડ લેન્ડિગ થઇ હતી. માટે તેઓ કશું પણ રીકવર કરી શક્યા નહોતા. માટે ચંદ્રયાન 3 માટે બધું નવી રીતે તૈયાર કરવું પડ્યું.

ઈસરો ચીફે જણાવ્યું કે, આ મિશન માટે બધુ જ નવું હતું. શરૂઆતથી તૈયારી કરવી પડી. અમે ચંદ્રની સપાટી પરથી ચંદ્રયાન-2નો કોઇ ભાગ હાંસલ કરી શક્યા નહોતા. ચંદ્રયાન-2ની નિષ્ફળતા પછી અમારું પહેલું વર્ષ એ જાણવામાં વીતી ગયું કે ચંદ્રયાન 2માં શું ખરાબી થઇ હતી. પછી બીજા વર્ષે અમે બધું સંશોધિત કર્યું. પાછલા 2 વર્ષ અમે પરીક્ષણમાં પસાર કર્યા.

ઈસરો ચીફે આગળ કહ્યું કે, ઈસરો સંસ્થાને કોરોના મહામારીના કારણે ખાસ્સુ નુકસાન થયું હતું. કોરોનાને કારણે અમારા કાર્યક્રમ બાધિત થયા હતા. પણ અમુક રોકેટ અમે લોન્ચ કરતા રહ્યા...કોરોના પછી અમે પાછા પાટા પર આવી ગયા.

આ મિશનની ઉપલબ્ધિઓ એ કારણે ખાસ છે, કારણ કે હજુ સુધી કોઇ ચંદ્રના સાઉથ પોલની પાસે સોફ્ટ લેન્ડિગ કરી શક્યું નહોતું. 6 પૈંડા પર ચાલનારું રોવર આવનારા 14 દિવસ સુધી ચંદ્રની સપાટી પર જુદા જુદા પ્રકારના પ્રયોગ કરશે. બંને વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની મિશન લાઇફ ચંદ્રના માત્ર 1 દિવસની છે. જે પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે. ચંદ્ર પર વિશિષ્ટ કાર્યોના આ લેન્ડર મોડ્યુલમાં પાંચ પેલોડ મોકલવામાં આવ્યા છે.

એસ.સોમનાથે જણાવ્યું કે, ચંદ્રયાન-3નો ખરો હિસાબ ચંદ્રના સાઉથ પોલ પર કે તેની પાસે ઉતરવાનો જ હતો. સાઉથ પોલ પર મોટા પ્રમાણમાં વૈજ્ઞાનિક સંભાવનાઓ છે. જે ચંદ્ર પર પાણી અને ખનીજોની ઉપસ્થિતિથી સંબંધિત છે.

તેમણે એ પણ કહ્યું કે, આવી અન્ય ઘણી ભૌતિક પ્રક્રિયાઓ છે, જેની વૈજ્ઞાનિક તપાસ કરવા માગીશું. અમારા પાંચ ઉપકરણો તે ક્ષેત્રોની ખોજ માટે જ લક્ષિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp