30 વર્ષ પહેલા મોકલાયેલો દુનિયાનો સૌથી પહેલો મેસેજ શું હતો અને કોણે મોકલેલો?

PC: abplive.com

અત્યારે તમે જે સ્માર્ટફોન પર ધડાધડ મેસેજો મોકલી રહ્યા છો, તેની શોધ 31 વર્ષ પહેલા બ્રિટનના એક માણસે કરેલી. એણે પહેલો મેસેજ તેના બોસને મોકલ્યો ત્યારે દુનિયાને ખબર પડી કે  ટેક્સટ મેસેજ આ રીતે કરી શકાય છે. દુનિયાને સૌથી પહેલો  SMS મોકલનાર માણસ અત્યારે ક્યાં છે?

ફોન પર દરરોજ હજારો, લાખો, કરોડો મેસેજ અહીંથી ત્યાં સુધી જુદી જુદી રીતે મોકલવામાં આવે છે. પણ હજારો-લાખોની આ યાત્રા શૂન્ય વિના થઈ શકે નહીં. અને શૂન્ય પછી તે 'પ્રથમ' પગલું આવે છે. તે પ્રથમ ટેક્સ્ટ સંદેશ, જે કોઈએ મોકલ્યો હોવો જોઈએ અને કોઈએને કોઇએ વાંચ્યો હોવો જોઇએ. પરંતુ કોણે?

તો SMSના જનક મતલબ શોધ કરનારનું નામ છે Neil Papworth. Neil એક સોફ્ટવેર પ્રોગ્રામર હતો અને તેનો જન્મ 28 ડિસેમ્બર 1969માં યુનાઇટેડ કિંગડમ (UK)ના બર્કશાયરમાં થયો હતો. NEIL 1992માં Sema Group નામની કંપનીમાં કામ કરતો હતો અને આ કંપનીના એક કલાયન્ટ હતો વોડોફોન કંપની. Neil Papworth વોડાફોન માટે એક મેસેજ ક્રિએટ કરવા પર કામ કરી રહ્યો હતો.

3 ડિસેમ્બર 1992ના દિવસે Neilની મહેનત રંગ લાવી. જ્યારે તેણે સૌથી પહેલો ટેક્સ્ટ મેસેજ વોડાફોનના એક ડાયરેકટર રિચર્ડ જારવીસને મોકલ્યો. Neilએ એ ટેક્સ મેસેજમાં માત્ર એટલું જ લખ્યું હતું 'Merry Christmas'. રિચર્ડ જારવીસ તે વખતે એક પાર્ટીમાં વ્યસ્ત હતો, એટલે પહેલો મેસેજ કોઇ પણ જાતના જવાબ આપ્યા વગર જ રહી ગયો.

આજે આપણે તેને ક્રાંતિકારી શોધ કહી શકીએ. પણ અવાજ વગરની ક્રાંતિ શું? નોકિયાએ SMSમાં બીપ અવાજ આપ્યો. મતલબ કે, જો તમારા ફોન પર કોઈ મેસેજ આવે છે, તો બીપ વાગે છે. આ પછી પણ નીલ ઘણા વર્ષો સુધી Neil ગુમનામીમાં જીવી રહ્યો હતો.

સાત વર્ષ પછી, 1999માં પહેલીવાર મોબાઇલ નેટવકર્સ પર ટેક્સટ મેસેજ એકસ્ચેન્જ થવાના શરૂ થયા. લગભગ 10 વર્ષ પછી અમેરિકામાં નેશનલ ફૂટબોલ લીગ યોજવાની તક મળી. આ લીગ દરમિયાન જે જાહેરાતો આવે છે તેને સુપર બાઉલ પણ કહેવામાં આવે છે. તેમની ગુણવત્તાને કારણે, મોટી સંખ્યામાં લોકો તેમને જોવાનું પસંદ કરે છે. તે પ્રખ્યાત સુપર બાઉલ જાહેરાતોમાં સ્થાન મળી પછી દુનિયાએ Neil Papworthની નોંધ લીધી. આ પહેલા  3 ડિસેમ્બર 2002ના રોજ આ સ્ટોરીને બીબીસીની વર્લ્ડ એડિશનમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

વર્ષ 2017માં indiatimes.com વેબસાઇટના એક સમાચાર મુજબ, Neil Papworthએ કહ્યુ હતું કે તેને સપનેય પણ ખ્યાલ નહોતો કે તેના એક SMSને આટલી મોટી સફળતા મળશે અને આગળ જઇને ઇમોજીસ પણ દાખલ થશે.<

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp