ISRO સીધુ ચંદ્ર પર કેમ નથી લઈ જતું અંતરીક્ષયાન, વારંવાર કે ગોળ-ગોળ કેમ ફેરવે છે?

PC: twitter.com/isro

ચંદ્ર સામે દેખાય છે. આમ ધરતીથી તેની દૂરી 3.83 લાખ કિલોમીટર છે. આ દૂરી માત્ર 4 દિવસમાં પૂરી થઈ શકે છે કે અઠવાડિયામાં. કોઈ પણ અંતરીક્ષયાનને સીધું કોઈ ગ્રહ પર કેમ મોકલવામાં આવતું નથી. કેમ તેને ધરતીના ચારે તરફ ચક્કર લગાવ્યા બાદ છોડી દેવામાં આવે છે. NASA પોતાના યાનને ચંદ્રમા પર 4 દિવસ કે અઠવાડિયાની અંદર પહોંચાડી દે છે. ISRO કેમ એમ કરતું નથી? કેમ 4 દિવસની જગ્યાએ 40-42 દિવસ લે છે ISRO? શું તેની પાછળ કોઈ કારણ છે? કારણ બે છે.

પહેલી વાત તો એ ધરતીની ચારેય તરફ ફરીને અંતરીક્ષયાનને ગાઢ અંતરીક્ષમાં મોકલવાની પ્રક્રિયા સસ્તી પડે છે. આવું નથી કે, ISRO સીધું પોતાના યાનને ચંદ્રમા સુધી નહીં મોકલી શકે, પરંતુ NASAની તુલનામાં ISROના પ્રોજેક્ટ સસ્તા હોય છે. ISRO પાસે NASAની જેમ મોટા અને તાકતવાન રોકેટ નથી. જે ચંદ્રયાનને સીધા ચંદ્રમાની સીધી કક્ષમાં નાખી શકે. એવા રોકેટ બનાવવા માટે હજારો કરોડ રૂપિયા લાગશે.

ચીને વર્ષ 2010માં ચાંગઇ-2 મિશન ચંદ્રમા પર મોકલ્યું હતું. તે 4 દિવસમાં ચંદ્ર પર પહોંચી ગઈ હતું. ચાંગઇ-3 પણ પહોંચી ગયું હતું. સોવિયત સંઘનું પહેલું લૂનર મિશન લૂના-1 માત્ર 36 કલાકમાં ચંદ્રની નજીક પહોંચી ગયું હતું. અમેરિકાનું અપોલો-11 કમાન્ડ મોડ્યુલ કોલંબિયા પણ 3 એસ્ટ્રોનોટ્સને લઇને 4 દવોસથી થોડા વધું સમયમાં પહોચી ગયું હતું. ચીન, અમેરિકા અને સોવિયત સંઘે આ અંતરીક્ષયાનો માટે મોટા રોકેટ્સનો ઉપયોગ કર્યો હતો. ચીન ચાંગ ઝેંગ 3C રોકેટનો ઉપયોગ કર્યો હતો, આ મિશનનો ખર્ચ 1026 કરોડ રૂપિયા. સ્પેસએક્સના ફોલ્કન-9 રોકેટની લૉન્ચિંગની કિંમત 500 કરોડથી લઈને 1000 કરોડ રૂપિયા સુધી હોય છે, જ્યારે ISROના રોકેટની લોન્ચિંગ કિંમત 150-450 કરોડ સુધી જ હોય છે.

અંતરીક્ષયાનમાં ઈંધણની માત્રા સીમિત હોય છે. તેનો ઉપયોગ લાંબા સમય સુધી કરવાનો હોય છે. એટલે પણ સીધા કોઈ ગ્રહ પર નથી મોકલતા કેમ કે તેમાં બધુ ઈંધણ સમાપ્ત થઈ જશે. પછી તે પોતાનું મિશન પૂરું નહીં કરી શકે. એટલે ધરતીની ધારેય તરફ ઘુમાવતા ઓછા ઈંધણનો ઉપયોગ કરીને યાનને આગળ વધારવામાં આવે છે. રોકેટને સુદૂર અંતરીક્ષમાં મોકલવો જરૂરી છે કે, તેને ધરતીની ગતિ અને ગ્રેવીટીનો લાભ આપવામાં આવે. તેને એમ સમજી શકાય છે. જ્યારે તમે ચાલુ બસ કે ધીમી ગતિની ટ્રેનથી ઉતરો છો. તો તમે તેની ગતિની દિશામાં ઉતરો છો. એમ કરવા પર તમારા પડવાની સંભાવના 50 ટકા ઓછી થઈ જાય છે.

આ પ્રકારે જો તમે સીધા રોકેટને અંતરીક્ષ તરફ મોકલશો તો તમને ધરતીના ગુરુત્વાકર્ષણ શક્તિ વધારે તેજીથી ખેચશે. ધરતીની દિશામાં તેની ગતિ સાથે તાલમેળ બેસાડીને તેની ચારેય તરફ ચક્કર લગાવવાથી ગ્રેવિટી પુલ ઓછો થઈ જાય છે. એવામાં રોકેટ કે અંતરીક્ષયાનને ધરતી પર પડવાનું જોખમ ઓછું થઈ જાય છે. ધરતી પોતાની ધુરી પર લગભગ 1600 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ફરે છે. તેનો તેનો ફાયદો રોકેટ કે અંતરીક્ષયાનને મળે છે.

તે ધરતીની ચારેય તરફ ફરતા વારંવાર ઓર્બિટ મેન્યૂવરિંગ કરે છે. એટલે કે પોતાની કક્ષા બદલે છે. કક્ષાઓને બદલવામાં સમય લાગે છે. એટલે ચંદ્રયાન-3ને ચંદ્રમા પર જવા માટે 42 દિવસનો સમય લાગી રહ્યો છે કેમ કે ચંદ્રયાન-3ને 5 ચક્કર ધરતીની ધારેય તરફ લગાવવાનું છે. પછી લાંબી દુરીની લૂનર ટ્રાન્ઝિટ ઓર્બિટ યાત્રા કરવાની છે. ત્યારબાદ તે ચંદ્રમાની ચારેય તરફ કક્ષાઓ બદલાશે. ISROએ અત્યાર સુધી ચંદ્રયાન-3ની 2 વખત કક્ષા બદલી છે. પહેલી વખત 36,500 થી 41,603 હજાર કિલોમીટરમાં પહોંચાડ્યું એટલે કે એપોજી બદલી. ત્યારબાદ બીજી વખત 173 કિલોમીટરથી 226 કિલોમીટરનિ દૂરી બદલવામાં આવી ગઈ એટલે કે પેરિજી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp