- Tech and Auto
- ટાયર પર કેમ લાગ્યા હોય છે આ 'કાંટા'? માત્ર જીનિયસ જ જાણે છે ! આજે તમે પણ જાણી લો
ટાયર પર કેમ લાગ્યા હોય છે આ 'કાંટા'? માત્ર જીનિયસ જ જાણે છે ! આજે તમે પણ જાણી લો
જો તમે વાહનોના નવા ટાયર ધ્યાનથી જોયા હશે, તો તમારું ધ્યાન તેના પર લાગેલા રબરના ''કાંટા'' પર જરૂરથી ગયું જ હશે. પરંતુ, મોટાભાગના લોકોને એ ખબર નથી હોતી કે તેને ટાયરની ઉપર કેમ લગાવવામાં આવે છે. ઘણા ઓછા લોકોને આ વિશેની જાણકારી હોય છે. જો કે, આજે તમને પણ એ વિશે જાણ થઈ જશે કે ટાયર પર 'કાંટા' કેમ હોય છે. વાસ્તવમાં, ટાયરની ઉપર રબરના 'કાંટા'ને એક ખાસ હેતુને કારણે બનાવવામાં આવે છે. ટાયરની ઉપરની સપાટી પર લાગેલા આ રબરના 'કાંટા'ને વેન્ટ સ્પૂઝ કહેવામાં આવે છે.

ટાયરની ઉપર આ 'કાંટા'ઓને વાહનો જ્યારે રસ્તા પર ચાલતા હોય છે તે દરમિયાન ટાયરની કામગીરીને શ્રેષ્ઠ બનાવવા માટે બનાવવામાં આવે છે. જો કે, તેનું કામ ત્યાં સુધી જ હોય છે, જ્યાં સુધી ટાયરને બનાવવામાં આવી રહ્યુ છે. એકવાર ટાયર જ્યારે બનીને તૈયાર થઈ જાય છે, તે પછી આ 'કાંટા'ઓ કોઈ કામના નથી હોતા. પછી આ 'કાંટા'ઓ ટાયરમાં હોવાથી કે નહીં હોવાથી કોઈ ફરક નથી પડતો. તમે તેને દૂર પણ કરી શકો છો.

આને આ રીતે સમજો, તમે જાણો જ છો કે વાહનના ચાલવાથી ટાયર પર દબાણ આવે છે, આ દબાવની અસરને ઓછી કરવા માટે ટાયરનું મજબૂત હોવું જરૂરી છે, નહીંતર તે વધુ સારું પ્રદર્શન નહીં આપી શકશે. મજબુત ટાયર બનાવવા માટે જેટલું જરૂરી સારા મટીરિયલનો ઉપયોગ કરવું છે, એટલું જ જરૂરી છે કે તેને બનાવવાની પ્રક્રિયામાં કોઈ ભૂલ નહીં થાય.

ફેક્ટરીઓમાં ટાયર બનાવવા માટે, રબરને ઓગાળીને ટાયરનો આકાર આપવામાં આવે છે, આ પ્રક્રિયા દરમિયાન ટાયર અને મોલ્ડની વચ્ચે કોઈ હવાના પરપોટા નહીં રહી જાય. તે સુનિશ્ચિત કરવામાં આવે છે. આ દરમિયાન, વેન્ટ સ્પૂઝ બની જાય છે. તે ટાયર બનાવવાની પ્રક્રિયાનો એક ભાગ છે.
પછી જ્યારે તમે ટાયરનો ઉપયોગ કરો છો, ત્યારે ટાયરની જે સપાટી રસ્તા પર લાગે છે, તેના પર લાગેલા આ રબરના 'કાંટા' ઘસાઈને પૂરા થઈ જાય છે, પરંતુ તમારા ટાયર પર તેની કોઈ અસર નથી થતી. જો કે, ટાયરની બાજુમાં વેન્ટ સ્પૂઝ લાંબા સમય સુધી રહી શકે છે.

