બાઇક માટે આવી એરબેગ જીન્સ, પડશો તો નહીં થાય ઈજા, જાણો તેની કિંમત અને ખાસિયત

PC: twitter.com

બાઈક ડ્રાઇવિંગ દરમિયાન સેફ્ટીને લઈને સૌથી વધુ ચિંતા રહે છે. સામાન્યરીતે કાર ડ્રાઇવિંગ દરમિયાન જો ઓછી સ્પીડમાં કોઈ દુર્ઘટના થાય તો કારની અંદર બેઠેલા યાત્રી અને ચાલક ઘણી હદ સુધી સુરક્ષિત રહે છે. પરંતુ, મોટરસાઇકલ ચાલકો સાથે આવુ નથી થતું. કારોમાં તો એરબેગ જેવા ઘણા સેફ્ટી ફીચર્સ હોય છે પરંતુ, બાઇક્સ એરબેગની સુવિધા ના આપી શકે. તેને ધ્યાનમાં રાખીને જ સ્વીડનની એક કંપનીએ બાઇક ચાલકો માટે એરબેગ જીન્સ લોન્ચ કરી છે, જે કોઈપણ આપાત સ્થિતિ અથવા દુર્ઘટના દરમિયાન તાત્કાલિક અપ્લાઈ થઈને ચાલકની સેફ્ટી સુનિશ્ચિત કરે છે.

સ્વીડિશ બ્રાન્ડ મો’સાઇકલ (Mo’cycle) એ એક એવી જીન્સ તૈયાર કરી છે જે એરબેગ ફીચર્સથી લેસ છે. આ જીન્સ દુર્ઘટનાની સ્થિતિમાં શરીરના નીચેના હિસ્સાને સુરક્ષા પ્રદાન કરવા માટે બાઇક ચાલકના નીચે પડવાની થોડી સેકન્ડમાં જ ફુલી જાય છે. એરબેગથી લેસ આ જીન્સ એક સામાન્ય પેન્ટ જીન્સ જ છે. પરંતુ, તેમા ખાસ ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પહેરવા દરમિયાન તે તમને સારી સુરક્ષા પ્રદાન કરવાની સાથે જ બોડી માટે કમ્ફર્ટેબલ પણ છે.

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, આ જીન્સમાં એક CO2 (કાર્બન ડાયોક્સાઈડ) કાર્ટ્રિજ આપવામાં આવ્યું છે, જે રિપ્લેસેબલ છે. એકવાર ઉપયોગ થયા બાદ તેને ફરીથી રિપ્લેસ કરવાનું હોય છે. આ જીન્સને પહેર્યા બાદ તેમા આપવામાં આવેલી સ્ટ્રીપને બાઇકના કોઈ પણ પાર્ટ જેવા કે શૉકર, ફ્રેમ અથવા ફુટ રેસ્ટ વગેરે સાથે બાંધવાનું હોય છે. જ્યારે બાઈક ચાલક ડ્રાઇવિંગ કરી રહ્યો હોય છે અને કોઈ દુર્ઘટનાને પગલે નીચે પડી જાય તો એરબેગ સાથે જોડાયેલી સ્ટ્રીપ ખેંચાઈને અલગ થઈ જાય છે. જેની તરત બાદ થોડી જ સેકન્ડમાં જીન્સમાં આપવામાં આવેલું એક્ટિવ થઈને ડિપ્લોય થઈ જાય છે.

જીન્સને બાઇક સાથે અટેચ કરવા માટે જે સ્ટ્રીપનો ઉપયોગ કરવામાં આવે છે તે એક ઈલાસ્ટિક લેધરમાંથી બનેલું હોય છે, જે બાઇક ચાલકને કોઈ જોરદાર ઝટકો ના લાગે ત્યાં સુધી સામાન્ય મુવમેન્ટમાં અલગ થતું નથી. જ્યારે ચાલક કોઈ ઝટકા અથવા એક્સિડન્ટને પગલે બાઇકથી દૂર પડે છે તો આ દશામાં સ્ટ્રિપ ખેંચાય છે અને એરબેગ એક્ટિવ થાય છે.

આ ટેકનિકની પાછળ એક સ્પ્રિંગ-લોડેડ પિસ્ટનની ટેકનિક કામ કરે છે જે CO2 કાર્ટિજને છેડે છે અને ગેસ રીલિઝ થાય છે જેને કારણે જીન્સમાં લાગેલું એરબેગ ફુલી જાય છે. આ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે, જેને કારણે રાઇડરના નીચે પડતા પહેલા જ બેગ સંપૂર્ણરીતે ફુલી જાય છે. આ જીન્સનું ફેબ્રિક ખૂબ જ ઘર્ષણ વિરોધી છે પરંતુ, સામાન્ય ડેનિમ જેવુ જ દેખાય છે. એક્ટિવ થતા પહેલા, એરબેગ સંપૂર્ણરીતે અદ્રશ્ય હોય છે પરંતુ, ટ્રિગર થવાના મિલીસેકન્ડની અંદર જ તે ડિપ્લોય થઈ જાય છે.

જ્યારે આ જીન્સની એરબેગ એકવાર ડિફ્લેટ થઈ જાય છે, તો જીન્સ પોતાના મૂળ આકારમાં આવી જાય છે. આથી, બીજીવાર તેના ઉપયોગ માટે તમારે ફરી તેમા આપવામાં આવેલ CO2 કાર્ટિજને રિપ્લેસ કરવાનું હોય છે. તેને રિપ્લેસ કરવું ખૂબ જ સરળ હોય છે અને તેને માટે તમારે કોઈ મિકેનિક પાસે લઈ જવાની જરૂર નથી પરંતુ, તમે જાતે જ તે કરી શકો છો. CO2 કાર્ટિજ રિપ્લેસ કરવા માટે કંપની તમામ પ્રકારના ઉપકરણ પ્રદાન કરે છે જેમ કે, ડ્રાઇવર, પ્લાયર વગેરે.

કંપનીએ આ એરબેગ જીન્સને બે પાર્ટમાં તૈયાર કરી છે. પહેલો પાર્ટ રેગ્યુલર, સ્ટ્રેચી અને વેન્ટિલેટેડ જીન્સ છે. પરંતુ, તેનું ફેબ્રિક થોડું અલગ છે. તેમજ બીજો પાર્ટ એરબેગ મોડ્યૂલ, જે જીન્સની અંદર પ્લેસ કરવામાં આવ્યું છે. ડિપ્લોયમેન્ટ પહેલા આ મોડ્યૂલ સંપૂર્ણરીતે હિડન રહે છે. જીન્સને ધોવા માટે તમારે માત્ર તેના એરબેગ મોડ્યૂલની ચેન ખોલીને બહાર કરવાની હોય છે, ત્યારબાદ તેને સામાન્ય ડેનિમની જેમ ધોઈ શકાય છે.

ઈટલી અને ફ્રાન્સમાં હેન્ડમેડ આ જીન્સે સારો લુક અને સેફ્ટી સાથે તૈયાર કરવામાં આવ્યો છે. ઘૂંટણની સુરક્ષા માટે કંપનીએ આ એરબેગમાં ખાસ ક્ની પ્રોટેક્ટર્સનો ઉપયોગ કર્યો છે, જે દુર્ઘટના દરમિયાન ચાલકના રસ્તા પર પડવા દરમિયાન તેના ઘૂંટણને વધુ સેફ્ટી પ્રદાન કરે છે. આ એરબેગ જીન્સ બ્લેક અને બ્લૂ બે કલરમાં ઉપલબ્ધ છે. તેની કિંમત 499 ડૉલર નક્કી કરવામાં આવી છે, જે ભારતીય મુદ્રામાં કન્વર્ટ કરવા પર આશરે 41317 રૂપિયા આસપાસ થશે. કંપની આવતા મહિને તેને વેચાણ માટે બજારમાં ઉપલબ્ધ કરાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp