દુનિયાનું સૌથી લાંબું વિમાન ઉડ્યું, ફુટબોલ મેદાનથી પણ મોટી પાંખો, આટલા પૈંડા

PC: indiatimes.com

એક એવા એરક્રાફ્ટની તમારી સાથે વાત કરવી છે જે તમે જિંદગીમાં ક્યારેય જોયું ન હોય. દુનિયાનું સૌથી લાંબુ એરક્રાફટની પાંખો એક ફુટબોલ મેદાન કરતા પણ વધારે લાંબી છે. આ વિમાન અમેરિકામાં બન્યું છે અને તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

દુનિયાના સૌથી મોટા એરક્રાફ્ટનું અમેરિકામાં લગભગ 6 કલાક સુધી પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પ્લેનની પાંખો ફૂટબોલના મેદાન કરતા પણ મોટી છે. તેમાં 28 પૈંડા લાગેલા છે. આ વિમાન એક ટેસ્ટ વ્હિકલને લઇને ગયું હતું જે હાઇપરસોનિક સ્પીડે ઉડાન ભરી શકે છે.

વિશ્વના સૌથી મોટા વિમાને 6 કલાકની વિક્રમી ઉડાન ભરી છે. આ એરક્રાફ્ટની સાઈઝ 383 ફૂટ છે જે ફૂટબોલ મેદાન કરતા પણ મોટી છે. આ વિમાને કેલિફોર્નિયાના મોજાવે રણમાં ઉડાન ભરી છે. આ એરક્રાફ્ટને Stratolaunch ROC કેરિયર પ્લેન તરીકે ઓળખવામાં આવે છે અને શુક્રવારે તેણે તેની બીજી ટેસ્ટ ફ્લાઇટ કરી છે.

આ દરમિયાન તેની સાથે ટેલોન-એ ટેસ્ટ વાહન પણ ગયું હતું. ટેલોન A એ 28 ફૂટ લાંબુ પુનઃઉપયોગ કરી શકાય તેવું ટેસ્ટ વિમાન છે જે પેલોડને હાઇપરસોનિક સ્પીડે લઇ જઇ શકે છે.

આ વર્ષના પ્રથમ છ મહિનામાં ટેલોન-એના વિભાજન પરીક્ષણ અને પ્રથમ હાઇપરસોનિક ફ્લાઇટ પૂર્ણ કરવા તરફ કંપનીની પ્રગતિ માટે ફ્લાઇટ મહત્વપૂર્ણ છે. શુક્રવારની ફ્લાઇટનો હેતુ સેપરેશન ટેસ્ટ અને પહેલી હાઇપરસોનિક ફલાઇટને પુરી કરી શકે. આ એરક્રાફ્ટની ઉડાનનું આયોજન મોલાવે ક્ષેત્રમાં પ્રથમ વખત કરવામાં આવ્યું છે.

ટેલોન-એ એ રોકેટ-સંચાલિત ટેલોન વ્હિકલ છે જે સ્ટ્રેટોલોન્ચ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તે અવાજ કરતા 6 ગણી ઝડપે ઉડી શકે છે. હવે આ કંપની ડિસેમ્બરમાં પ્રશાંત મહાસાગરમાં ટેલોન-એ પ્રોટોટાઈપનું પરીક્ષણ કરવા જઈ રહી છે. જો તે સફળ થશે, તો તે તેનું પ્રથમ હાઇપરસોનિક પરીક્ષણ વાહન Talon-A TA-1 લાવશે.

સ્ટ્રેટોલોન્ચ ફૂટબોલ મેદાન કરતાં પણ વધારે લાંબુ છે. તે કોઈપણ કાર્ગો વિના 5 લાખ પાઉન્ડનું વજન ધરાવે છે પરંતુ મહત્તમ 13 લાખ પાઉન્ડ પાઉન્ડ સાથે ઉડાન ભરી શકે છે. આ પ્લેન 28 વ્હીલ્સની મદદથી ટેક ઓફ કરે છે. જ્યારે તે હવામાં હોય છે, ત્યારે તેને 6 બોઇંગ 747 એન્જિનથી પાવર મળે છે. તેની સ્થાપના વર્ષ 2011 માં માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક પોલ એલન દ્વારા કરવામાં આવી હતી. પોલ એલને જ આ એરક્રાફ્ટનો વિશ્વ સમક્ષ પરિચય કરાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp