26th January selfie contest

સ્માર્ટફોન બાદ હવે ઈલેક્ટ્રિક કાર બનાવશે Xiaomi, લોન્ચ પહેલા લીક થઈ MS11ની તસવીર

PC: automedia.investor.bg

સ્માર્ટફોન અને કારોની વચ્ચે હવે ઘણું બારીક અંતર રહી ગયુ છે, બંને જ એડવાન્સ ફીચર્સથી લેસ થવાની સાથે સ્માર્ટ બનતી દેખાઈ રહી છે. અત્યાધુનિક ટેકનિકની આ રેસમાં હવે બંને ઈન્ડસ્ટ્રી એક થતી દેખાઈ રહી છે. ક્યાંક કાર નિર્માતા કંપનીઓ સ્માર્ટફોન બનાવી રહી છે, જેમ કે Nio અને Geely તો બીજી તરફ Xiaomi જેવા સ્માર્ટફોન નિર્માતા હવે ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં પણ એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. Xiaomiની આવનારી ઈલેક્ટ્રિક કાર સિડાન MS11ના લોન્ચ પહેલા જ તેની તસવીરો ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર, આ કારને આગામી 2024ના પહેલા ત્રિમાસિકમાં રજૂ કરવામાં આવશે. આ કારને કંપની પહેલા ચીનના બજારમાં ઉતારશે, બાદમાં તેને થોડાં અન્ય દેશોમાં પણ રજૂ કરવામાં આવી શકે છે.

Xiaomi MS11 ઈલેક્ટ્રિક સિડાન કારની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે, આ તસવીરો કમ્પ્યુટર સ્ક્રીનથી ફોટો ક્લિક કરવામાં આવી છે. વર્ષ 2010માં Xiaomi એ સ્માર્ટફોન અને ઈલેક્ટ્રોનિક્સના બિઝનેસમાં એન્ટ્રી કરી હતી, સમયની સાથે કંપનીએ ટીવીથી લઈને સ્માર્ટફોન સ્પીકર, રોબોટિક વેક્યૂમ ક્લીનર, કિચન અપ્લાઈન્સીસ જેવી પ્રોડક્ટ્સનું પણ નિર્માણ શરૂ કરી દીધુ. હવે કંપની ઈલેક્ટ્રિક કાર બજારમાં પણ પોતાની પહેલી પ્રોડક્ટ તરીકે MS11ને રજૂ કરવા જઈ રહી છે.

એવુ માનવામાં આવી રહ્યું છે કે, Xiaomiની આ ઈલેક્ટ્રિક કાર બ્રાન્ડના સ્માર્ટફોન જેવા જ એડવાન્સ ફીચર્સ અને ટેકનિકથી લેસ હશે. તસવીરોને જોઈને કહેવામાં આવી રહ્યું છે કે, તેમા Lidarની સાથે ગ્લાસ રૂફ અને પાછળની વિંડો પર કેમેરો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, પોપ-આઉટ ડોર હેન્ડલ અને પ્યોર બ્લેક વિંડો ફ્રેમ આ કારને વધુ સ્પોર્ટી લુક પ્રદાન કરે છે.

Xiaomi ઓટોમોબાઈલની સ્થાપના 2021માં થઈ હતી. આ બીજિંગ ઈકોનોમિક એન્ડ ટેક્નોલોજિક ડેવલપમેન્ટ ઝોન (BETDA)માં બેઝ્ડ છે. કંપની કોઈ અન્ય બ્રાન્ડ સાથે જોડાવાને બદલે પોતે જ કારોનું નિર્માણ કરવા માંગતી હતી, આથી બ્રાન્ડે વર્ષ 2022ના મધ્યમાં પોતાની ફેક્ટરીનું કંસ્ટ્રક્શન શરૂ કરી દીધુ. શરૂઆતમાં આ ફેક્ટરીની ઉત્પાદન ક્ષમતા 1.5 લાખ વાહન પ્રતિવર્ષ નક્કી કરવામાં આવી છે, જેને ભવિષ્યમાં વધારીને 3 લાખ યુનિટ્સ સુધી લઈ જવામાં આવશે. જણાવી દઈએ કે, બ્રાન્ડે Xiaomi Automobiles Technology નામથી પણ એક કંપની પણ સ્થાપિત કરી છે, આ કંપની મુખ્યરીતે ઓટોનોમસ ડ્રાઈવિંગ ટેક્નોલોજી પર ફોકસ કરે છે.

Xiaomi MS11નો લુક અને ડિઝાઈન ઘણી અલગ-અલગ ઈલેક્ટ્રિક કારોને મળતી આવે છે. તેને જોતા તે BYD Seal ઈલેક્ટ્રિક કારની યાદ અપાવે છે, આ ઉપરાંત તેમા Porsche Taycan ની પણ ઝલક જોવા મળે છે. આ એક પ્રોડક્શન રેડી મોડલ જેવી લાગી રહી છે. આ પહેલા તેના વિન્ટર ટેસ્ટિંગ દરમિયાન ચીનના રસ્તા પર પણ સ્પોટ કરવામાં આવી હતી. હાલ, આ કારના મિકેનિઝ્મ અને ટેકનિક વિશે કોઈ જાણકારી મળી શકી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp