1500 રૂપિયામાં આનાથી સારા ઈયરબડ્સ નહીં મળશે, કાનમાં નાખતા બહારનો અવાજ ગુલ

જો તમારું બજેટ ઓછું છે પરંતુ તમારે કોઈ દમદાર ઈયરબડ્સ ખરીદવા ઈચ્છો છો તો તમારા માટે માર્કેટમાં એક જોરદાર ઓપ્શન ઉપલબ્ધ છે. અસલમાં ઈયરબડ્સ સંપૂર્ણ રીતે નોઈઝને ખતમ નથી કરતા તેવામાં તમારું બજેટ 1500 રૂપિયાથી ઓછું છે તો તમે Boult કંપનીના X30 અને X50 ઈયરબડ્સ ખરીદી શકો છો.

40 કલાક સુધી નોન સ્ટોપ પ્લેટાઈમ સાથે અતિરિક્ત લોંગ બેટરી લાઈફની સુવિધા તમને મળશે. તેને માત્ર 10 મિનિટમાં ચાર્જ કરીને 100 મિનિટ સુધી ચલાવી શકાય તેમ છે. X30 અને X50 ઈયરબડ્સ તે મ્યુઝિક લવર્સ માટે એક સપનાના સાચા થવા જેવું છે, જે લૂપ પર પોતાનું પ્લે લિસ્ટ સાંભળવાનું પસંદ કરે છે. તેમાં 3 ઈક્વલાઈઝર મોડ ફીચર, હાઈફાઈ, રોક અને બાસ બુસ્ટ મોડ આપવામાં આવ્યા છે. આ મોડ પ્રમાણે મ્યુઝિક પ્રેમી અવાજને પસંદ કરી શકે છે.

તેમાં ઈન-બિલ્ટ 10 મિમીનું ડ્રાઈવર આપવામાં આવ્યું છે. X30 અને X50 મ્યુઝિક સાંભળવા અને કોલ કરવા માટે એક સારી ઓડિયો ક્વોલિટીનો અનુભવ આપે છે. ઈયરબડ્સના શોખીનો માટે તેમાં દરેક પ્રકારની ખૂબીઓ મળી જશે. બોલ્ટ ઓડિયોના X30 અને X50 ઈયરબડ્સ બંનેમાં એએસી સપોર્ટની સાથે એપગ્રેડેડ બ્લૂટુથ 5.1 ટેકનીક છે. તેને સ્ટાઈલિશ અને સ્પોર્ટી દેખાડવા માટે એર્ગોનોમિક રૂપથી ડિઝાઈન કરવામાં આવ્યા છે.

તેમાં મુલાયમ પાંખવાળી કાનની ટિપ્સ આપી છે, જેનાથી કાન દુખતા નથી અને કાનમાં પકડ સારી બની રહે છે. આ લચીલાપણું અને લાઈટ ઈયરબડ્સ IPX5 ટેકનીકથી લેસ છે, જે પરસેવા અથવા પાણીના સંપર્કમાં આવ્યા પછી પણ ખરાબ થતા નથી. આથી પરસેવાથી લતરબતર વર્કઆઉટ હોય કે આઉટડોર રન દરમિયાન થનારો પરસેવો હોય, જે દરેક સમયે તમે કોઈ જાતની ચિંતા વગર X30 અને X50નો ઉપયોગ કરી શકો છો. આ ઈયરબડ્સ વજનમાં ઘણા લાઈટ છે અને દેખાવમાં પણ ઘણા શાનદાર છે. આ સિવાય 45 ms લો લેન્ટસી કોમ્બેટ ગેમિંગ મોડ ફીચર ગેમને પસંદ કરતા લોકોને શાનદાર અનુભવ કરાવશે. આ બંને ઈયરબડ્સને તમે 1599 રૂપિયામાં ખરીદી શકો છો.  

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.