ધંધાદારી ગરબા આયોજકો સામે કોંગ્રેસ નેતા દર્શન નાયકની ઝૂંબેશ ફળી, કાર્યવાહી

નવરાત્રિનો તહેવાર તો પુરો થઇ ગયો છે, પરંતુ ધંધાદારી નવરાત્રિમાં ખાણી-પીણીના ભાવમાં લૂંટફાટ કરનારાઓ સામે હવે તવાઇ આવી છે. સુરતના તોલમાપ વિભાગે 19 લોકો સામે કાર્યવાહી કરી છે.

સુરત કોંગ્રેસના નેતા દર્શન નાયકે તોલમાપ વિભાગને ફરિયાદ કરી હતી. નાયકે કહ્યું હતું કે ખાનગી આયોજકો નવરાત્રિને વેપાર બનાવી દીધો છે અને ચીજ વસ્તુઓના બેફામ ભાવો વસુલી રહ્યા છે, એવી મારી પાસે ફરિયાદો આવી હતી. એ બાબતે મેં ફરિયાદ કરી હતી અને તોલમાપ વિભાગે કાર્યવાહી કરી છે. જેમાં સૌથી વધારે વી આર મોલની સામે આયોજિત થયેલી સ્વર્ણ નવરાત્રિમાં ખાણી પીણી વાળા સ્ટોલ્સ સંકજામાં આવ્યા છે. એ સિવાય વેસુ રોડ પર મધુવન પાર્ટી પ્લોટ અને ઇન્ડોર સ્ટેડિયમમાં એકની સામે કાર્યવાહી થઇ છે. નાયકે કહ્યુ કે, મેં આયોજકો સામે પણ પગલાં લેવા માટે સેલ્સ ટેક્સ વિભાગને ફરિયાદ કરેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp