ઉત્તરાયણ બાદ 7 વર્ષીય અથર્વએ આજુ બાજુ બધે ફરી-ફરીને દોરી ભેગી કરી

PC: gujarati.news18.com

હાલમાં જ ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવ્યો. ઉત્તરાયણનો તહેવાર પૂરો થયા પછી શહેરમાં ઠેર-ઠેર પતંગના દોરા અને પતંગ પડેલા પડી રહ્યા હતા. જેને લઇને પક્ષીઓએ જીવ ગુમાવવાના વારા આવતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને સુરતના એક સાત વર્ષીયના છોકરાએ આ બાબતે જાગૃત થઇને તેની આજુબાજુની દરેક શેરીઓમાં પડેલા દોરીઓ અને પતંગને સાફ કરવાની જવાબદારી પોતાને માથે લીધી હતી. સાત વર્ષીય અથર્વ કાપડિયા સમાચારમાં જોયા બાદ પક્ષીઓને બચાવવા અગાસી પર પડેલા પતંગના દોરાઓને છેલ્લા બે દિવસથી બધી જ જગ્યાએ જાતે ફરી-ફરીને ભેગા કર્યા હતા.

અથર્વ કાપડિયાએ ઘણી જગ્યાએ જોયું કે આ દોરાથી ઘણા બધા પક્ષીઓને આ દોરામાં ભેરવાઇ જાય છે અથવા કપાઇ જાય છે. એ સિવાય કેટલાક પ્રાણીઓના ગળામાં અને પગમાં પણ આ દોરાઓ લપેટાય છે, પરંતુ તેઓ તેને કાઢી શકતા નથી અને તેમને ઇજા થાય છે. જેને ધ્યાનમાં લઇને અથર્વ કાપડિયાએ દરેક જગ્યાએથી લટકેલા દોરા કાઢીને એક સહાયનીય કામગીરી કરી છે. ઉત્તરાયણની ઉજવણી દરમિયાન આપણે પક્ષીઓનું પણ ધ્યાન રાખીએ અને તેમને કોઇ ઇજા કે નુકસાન ન પહોંચે તે માટે સતત જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે.

આ સાથે જ સમાચારો દ્વારા પણ લોકોમાં જાગૃતિ ફેલાઇ તે માટેના અનેક કામો કરવામાં આવે છે. સુરતમાં ઘણી બધી સંસ્થાઓ દ્વારા ઉત્તરાયણની ઉજવણી ન કરીને પક્ષીઓને બચાવવાની કામગીરી કરવામાં આવી હતી અને જો આપણી આજુબાજુ પણ કોઇ ઇજાગ્રસ્ત પક્ષી દેખાય તો આપણે તે સંસ્થાને કઇ રીતે બોલાવી પક્ષીઓને બચાવવાની કામગીરી કરી શકીએ તે અંગે લોકોમાં સતત જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ત્યારે અનેક લોકોએ પક્ષીઓને બચાવવાની કામગીરીમાં મદદરૂપ થયા હતા.

આ જાગૃતિની અસર જ આ 7 વર્ષીય છોકરાના મન પર પડી અને તે પક્ષીઓને બચાવવાની અને પર્યાવરણને બચાવવાની અનોખી કામગીરીમાં જોડાયો હતો. મહત્ત્વની વાત તો એ છે કે આજે એક સાત વર્ષના બાળક પક્ષીઓ પ્રત્યે પોતાની ફરજ નિભાવી રહ્યો છે, પરંતુ હજુ પણ ઘણા લોકો આ બાબતે જાગૃત બન્યા નથી અને પોતાના જ અગાસીની આજુબાજુના લટકેલા દોરાઓ અને કચરો વણવામાં શરમ અનુભવે છે. જેને લઇ આજુબાજુના અનેક પક્ષીઓને તેનો ભોગ બનવાનો વારો આવે છે. ત્યારે આ સાત વર્ષના બાળક પાસે દરેક વ્યક્તિએ ચોક્કસપણે એક શીખ લેવી જોઇએ કે તહેવારોની ઉજવણી સાથે આપણે પર્યાવરણનું પણ ધ્યાન રાખવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp