સી આર પાટીલ પાસે 8 કરોડની ખંડણી માંગનાર અમદાવાદનો યુવક પકડાયો, 3 દિવસના રિમાન્ડ

PC: oneindia.com

ભાજપના પ્રદેશ પ્રમુખ અને દિગ્ગજ નેતા સી આર પાટીલ પાસે ગયા વર્ષે 8 કરોડ રૂપિયાની ખંડણી માંગનાર યુવકની સુરતની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરતના ભાજપના કાર્યકરે સન્ની ઠક્કરે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.

જાણવા મળેલી વિગત મુજબ 30 ઓગસ્ટ 2022ના દિવસે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, સી આર પાટીલે વિધાનસભાની ચૂંટણીમાં 80 કરોડ રૂપિયાની રકમ ઉઘરાવીને પાર્ટી ફંડમાં જમા કરાવી નથી. ઉપરાંત સી આર પાટીલ અને ભાજપ સામે અપશબ્દો ઉચ્ચાર્યા હતા. વીડિયોમાં સી આર પાટીલે પાસે 8 કરોડ રૂપિયાની ખંડણી માંગવમાં આવી હતી.

આ વીડિયો વાયરલ થયા બાદ સુરતના ભાજપના કાર્યકર સન્ની ઠક્કરે સુરતની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. એક વર્ષની તપાસ બાદ સુરતની ક્રાઇમ બ્રાન્ચને ખંડણી માંગનારની ધરપકડ કરવામાં સફળતા મળી છે. જાણવા મળેલી વિગત મુજબ સી આર પાટીલ પાસે 8 કરોડની ખંડણી માંગનાર યુવક અમદાવાદનો જીનેન્દ્ર શાહ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે જીનેન્દ્રની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચે જીનેન્દ્ર શાહને કોર્ટમાં રજૂ કરીને જણાવ્યું હતું કે આરોપી જીનેન્દ્ર શાહ પોતે વીડિયો વાયરલ કર્યો નથી એવું રટણ કરતો રહે છે અને વિજય રાજપૂત નામના વ્યકિતએ વીડિયો વાયરલ કર્યો હોવાનું તપાસમાં કહે છે. આથી વિજય રાજપૂતને શોધવા માટે 7 દિવસના રિમાન્ડની જરૂર છે, જો કે , કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળ્યા પછી 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચે જીનેન્દ્ર શાહ સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ 384,500, 504, 501 હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. જીનેન્દ્ર શાહે વીડિયોમાં ભાજપને ગુંડાઓની અને ભ્રષ્ટાચારીઓની પાર્ટી ગણાવી હતી. આ વીડિયોમાં તેણે  સી આર પાટીલ અને ભાજપના નેતાઓ વિરુદ્ધ આપત્તિજનક શબ્દો કહ્યા હતા. સાથે તે અન્ય પાર્ટીઓ દ્રારા વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપતો હતો.

ફરિયાદમાં જણાવ્યા મુજબ જીનેન્દ્ર શાહે 30 ઓગસ્ટ 2022ના દિવસે વાયરલ કરેલા વીડિયોમાં સી આર પાટીલ સામે આક્ષેપ કર્યો હતો કે, તેમણે વિધાનસભાની ચૂંટણીમાં 80 કરોડ રૂપિયા ઉઘરાવીને પાર્ટી ફંડમાં જમા કરાવ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp