ભાજપનું ‘ઓપરેશન ડિમોલિશન’ AAPના વધુ બે કોર્પોરેટર BJPમાં જોડાઇ ગયા

PC: divyabhaskar.co.in

હજુ તો 6 દિવસ પહેલા આમ આદમી પાર્ટીના સુરત મહાનગર પાલિકાના કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા તેની ચર્ચા બંધ થઇ નથી ત્યાં વધુ 2 કોર્પોરેટરે ભાજપનો ખેસ પહેરી લેતા AAPને મોટો આંચકો લાગ્યો છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી છોડીને કુલ 12 કોપોર્રેટરે ભાજપનો ખેસ પહેરી લીધો છે. શુક્રવારે જે બે કોર્પોરેટર ભાજપમાં જોડાયા તેમના નામ  કનુ ગેડીયા અને અલ્પેશ પટેલ છે. ભાજપે આ ખેલને ‘ઓપરેશન ડિમોલિશન’નામ આપ્યું છે.

ALPESH PATEL

હજુ તો સવા બે વર્ષ પહેલાં સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પહેલીવાર ઐતિહાસિક જીત મેળવી હતી અને 27 બેઠકો જીતી હતી. પરંતુ આટલા સમયમાં જ કેટલાંક કોર્પોરેટરના આમ આદમી પાર્ટીથી મન ભરાઇ ગયા હતા. આ પહેલાં 4 કોર્પોરેટરો AAP છોડીને BJPમાં આવ્યા હતા. એ પછી 6 દિવસ પહેલાં 6 કોર્પોરેટરોએ પણ AAPને રામ રામ કરી દીધા હતા અને શુક્રવારે વધુ બે ભાજપમાં જોડાયા. મતલબ ટુંક સમયમાં જ ભાજપે AAPના 12 કોર્પોરેટરને તોડી પાડ્યા છે.

KANU GEDIA

સ્થાયી સમિતીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યુ હતું કે,AAPના કુલ 12 કોર્પોરેટરો ભાજપમાં જોડાઇ હયા છે એટલે આમ આદમી પાર્ટી પાસે 15 કોર્પોરેટરો જ રહ્યા છે. 12 કોર્પોટેરટ હોય ત્યાં સુધી વિરોધ પક્ષ તરીકે રહી શકે છે. 12થી ઓછા સભ્ય હોય તો વિરોધ પક્ષ શક્ય નથી. પટેલે કહ્યુ કે, 27માંથી  9 કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાઇ જાય તો પક્ષાંતર ધારો લાગતો નથી.

જાણવા મળેલી માહિતી મુજબ ભાજપનો ‘ઓપરેશન ડિમોલિશન’ એજન્ડા જ કદાચ એ છે કે આમ આદમી પાર્ટીના 15થી વધારે કોર્પોરેટને તોડી પાડવા જેથી વિરોધ પક્ષ રહે જ નહી. આવો ખેલ તાજેતરમાં જ ભાજપે જૂનાગઢમાં પણ પાર પાડ્યો છે.

શુક્રવારે સવારે આમ આદમી પાર્ટીએ તેના 2 કોર્પોરેટરને સસ્પેન્ડ કર્યા હતા તેમાં એકનું નામ  કનુ ગેડીયા અને બીજાનું નામ રાજેશ મોરડીયા છે. AAPએ આ કોર્પોરેટર સામે એવો આક્ષેપ લગાવ્યો છે કે તેઓ ભાજપ પાસેથી પૈસા લઇને અન્ય કોર્પોરેટરને પણ લલચાવી રહ્યા છે. એટલે આ બંનેને કાઢી મુકવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ જે કોર્પોરેટરને કાઢી મુક્યા છે તેમાં અલ્પેશ પટેલનું નામ નથી.

જાણવા મળેલી માહિતી મુજબ અલ્પેશ પટેલ મુળ ડિંડોલીનો રહેવાસી છે, પરંતુ મોટાવરાછાના વોર્ડ નં 2માંથી કોર્પોરેશનની ચૂંટણી લડ્યો હતો અને જીત્યો હતો.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp