સુરતમાં તલાટી કમ મંત્રીઓની બદલીઓમાં મોટી ગરબડ થતી હોવાનો મુદ્દો સીએમ પાસે

સુરત જિલ્લામાં તલાટી કમ મંત્રીઓની બદલી બાબતે તપાસ કરી કાર્યવાહી કરવા અને સુરત જિલ્લામાં તલાટી કમ મંત્રીઓની ખાલી જગ્યા ભરવા બાબતે કોંગ્રેસ નેતા દર્શન નાયકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.
દર્શન નાયકે પત્રમાં લખ્યું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત અને સુરત જિલ્લા પંચાયતમાં એક હથ્થું શાસન હોવા છતાં સુરત જિલ્લામાં આવેલ ગામડાઓના નાગરિકોની સમસ્યામાં ઘટાડો થવાના બદલે વધારો થઈ રહ્યો છે.સુરત જિલ્લા પંચાયતના વહીવટમાં ચૂંટાયેલી પાંખના શાસકો અને અધિકારીઓ દ્વારા સંકલનમાં રહીને જિલ્લાનો સુપેરે વહીવટ કરવાનો હોય છે,પરંતુ સ્થાનિક કક્ષાએ ગામડાઓમાં ભ્રષ્ટાચાર થઈ રહી હોવાની રજુઆત કરતા ગત ડિસેમ્બર માસમાં તત્કાલી DDO દ્વારા તેમની બદલી થયા બાદ ચાર્જ છોડવા પૂર્વ ૪૧ તલાટી ક્રમ મંત્રીઓ ની બદલીના હુકમ તા.૧૩ ઓકટોબર 2022ના દિવસે દેવામાં આવ્યા હતા, જે પૈકી ત્રણ તલાટી ક્રમ મંત્રી ના હુકમ સ્થગિત કરવામાં આવ્યા હતા,પરંતુ ત્યારબાદ નવ નિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી બી.કે. વસાવા દ્વારા તા.૨૬મે 2023ના દિવસે ૩૮ તલાટી ક્રમ મંત્રીની અગાઉની મૂળ ફરજના સેજાના ગામે બદલીનો હુકમ કર્યા છે.
સામાન્ય રીતે એક કર્મચારી એના સેજાના ગામે ફરજ બજાવી ગયા પછી પુનઃ તે જગ્યાએ બદલી કરી શકાય નહીં.પરંતુ અહીંયા સ્થાનિક કક્ષાએ ભ્રષ્ટાચાર ની ફરિયાદ ઉઠ્યા બાદ જિલ્લા વિકાસ અધિકારીની બઢતી સાથે બદલીનાં દિવસે તલાટી કમ મંત્રીઓની બદલીનાં ઓર્ડર કરવામાં આવ્યો અને થોડા સમય બાદ જ નવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામ બદલી કરેલી છે. તલાટી કમ મંત્રીઓને બદલી અગાઉ જે ગામમાં ફરજ ઉપર હતા તે જ ગામમાં ફરી ચાર્જમાં મુકવામાં આવ્યા છે. છ માસ પછી જિલ્લા પંચાયતના શાસકોને તલાટીઓની બદલીની ખબર પડી,ત્યાર સુધી જિલ્લા પંચાયતનાં શાસકો પણ અજાણ હતા
નાયકે લખ્યું છે કે, જે તે સમયે જો ભ્રષ્ટાચાર ને ધ્યાનમાં લઈ ને બદલીનાં ઓર્ડર કરવામાં આવ્યો હોય તો હાલમાં નવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તલાટી કમ મંત્રીના બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો તેમાં તલાટી કમ મંત્રીઓ ને તેમને ફરી અગાઉના ગામનો જ ચાર્જ કેમ સોંપવામાં આવ્યો?
સુરત જિલ્લામાં ગ્રામ પંચાયત એ પંચાયતી રાજનું પ્રથમ પગથિયું સમાન છે. જેથી તલાટી કમ મંત્રીઓની બદલીના વારંવાર નાં હુકમો કરી ગ્રામ પંચાયતોના વહીવટને પણ ડિસ્ટર્બ કરવામાં આવી રહ્યો છે અને સામાન્ય નાગરિકોના કામો અટકી રહ્યા છે.સુરત જિલ્લામાં આશરે ૧૦૫ જેટલી તલાટી કમ મંત્રીઓની ઘટ છે.સરકાર દ્વારા કેમ આ ઘટ પુરવામાં આવી રહી નથી? તલાટી કમ મંત્રીઓ ની પૂરતી સંખ્યાના અભાવ ને કારણે ગામના નાગરિકો એ હેરાન થવાનો વારો આવી રહ્યો છે.
સુરત જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા તરીકે અમોને જિલ્લામાંથી મળેલ મૌખિક ફરિયાદોને આધારે આ મામલે અમારી જન હિતમાં માંગ છે કે સમગ્ર પ્રકરણમાં તપાસ કરી જો કોઈ જવાબદાર હોય તેની સામે પગલાં ભરવામાં આવે અને સુરત જિલ્લામાં તલાટી કમ મંત્રીઓ ની ખાલી પડેલ જગ્યા તત્કાલ ભરવામાં આવે એવી લોકહિતમાં લાગણી અને માંગણી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp