હજીરાની મોટી કંપનીના ડેપ્યુટી મેનેજરની સગીરા પર રેપ કેસમાં ધરપકડ

PC: kalingatv.com

સુરતના હજીરા વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠીત કંપનીમાં ડેપ્યુટી મેનેજરના પદ પર નોકરી કરતા એક કર્મચારીએ 16 વર્ષની સગીરાની પોતાની હેવાનિયતની શિકાર બનાવી હતી. પોતાના ઘરે સ્પોકન ઇંગ્લિશ શીખવા માટે આવતી એક સગીરાને આ ડેપ્યુટી મેનેજરે હવસનો શિકાર બનાવી હતી અને તેણી પર બળાત્કાર કર્યો હતો. ફરિયાદ થતાના ગણતરીના કલાકોમાં ઇચ્છાપોર પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

જાણવા મળેલી માહિતી મુજબ હજીરામાં આવેલી સ્ટીલ કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતો એક કર્મચારીના ઘરે 16 વર્ષની યુવતી સ્પોકન ઇંગ્લિંશ માટે આવતી હતી. યુવતીના પરિવારે પોલીસને કરેલી ફરિયાદમાં કહ્યું છે કે 27 માર્ચે સગીરા જ્યારે ટયુશન માટે ઘરે ગઇ હતી ત્યારે ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારીએ પહેલાં યુવતી સાથે અડપલાં શરૂ કર્યા હતા. સગીરા યુવતીએ વિરોધ કર્યો તો તેણે જબરદસ્થી બળાત્કાર કર્યો હતો. કિશોરીએ ઘરે જઇને પરિવારને જાણ કરી તો પરિવાર ધુંઆફુંઆ થઇ ગયો હતો અને ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી.

ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના પી.આઇ. આર,દેસાઇએ કહ્યું હતું કે એક 16 વર્ષની યુવતી પર બળાત્કારની ફરિયાદ આવી હતી. અમે તાત્કાલિક પગલાં લઇને આરોપીને પકડી લીધો છે. આરોપીએ પોતે નિવેદન આપ્યું છે કે તે હજીરા વિસ્તારમાં આવેલી આર્સેલર મિત્તલ કંપનીમાં ડેપ્યુટી મેનેજર પદ પર નોકરી કરે છે. આરોપીનું નામ અરૂણ કુમાર વિજય સિંહ પરમાર હોવાનું પોલીસે કહ્યું હતું. આરોપી 37 વર્ષનો છે.

જાણવા મળેલી વિગત મુજબ અરૂણ પરમારે યુવતી સાથે જબરદસ્તી શારિરીક સંબંધ બાંધ્યા પછી વીડિયો પણ ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp