સુરતમાં ચોથા માળે રમતી 4 વર્ષીય છોકરી ગેલેરીમાંથી નીચે પટકાઈ, મોત

PC: divyabhaskar.co.in

સુરતમાં વાલીઓ માટે એક લાલબત્તી સમાન એક ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં ચોથા માળેથી 4 વર્ષીય છોકરી નીચે પટકાતા મોત થઇ ગયું હતું. છોકરી ઘરની ગેલેરીમાં રમતા-રમતા નીચે પટકાઈ હતી. ત્યારબાદ છોકરીને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઇ ગયું હતું. છોકરીના મોતના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. છોકરીના પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને સુરતના ડીંડોલી નવાગામમાં રાહુલ મૌર્ય પરિવાર સાથે રહે છે.

પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. રાહુલ એડવર્ટાઈઝમેન્ટ કંપનીમાં કામ કરે છે. ગઈ કાલે 4 વર્ષીય દીકરી અંકિતા, પોતાની નાની બહેન સાથે ઘરના ચોથા માળ પર રમી રહી હતી અને માતા બીમાર હોવાથી રૂમમાં આરામ કરી રહી હતી. પિતા રસોડામાં રસોઈ બનાવી રહ્યો હતો. આ દરમિયાન અંકિતા આવી અને એક પૂરી લઈને ફરી ગેલેરીમાં રમવા જતી રહી. ત્યારબાદ અંકિતા રમતા રમતા ચોથા માળેથી નીચે પટકાઈ ગઇ હતી. દીકરીનો અવાજ સાંભળીને પિતા દોડી આવ્યો.

ત્યારબાદ અંકિતાને ગંભીર હાલતમાં હૉસ્પિટલે લઈ જવામાં આવી. જ્યાં સારવાર દરમિયાન અંકિતાનું મોત થઈ ગયું હતું. મોટી દીકરીનું મોત થવાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન છે. છેલ્લા કેટલાક દિવસોથી બાળકો રમતા રમત પટકાઈ રહ્યા છે. થોડા દિવસ અગાઉ એક બાળક રમતા રમતા ગરોડી ચાવી જવાની પણ ઘટના સામે આવી ચૂકી છે. તો વધુ એક બાળક ગેલેરીમાં રમતી વખત જમીન પર પટકાઈ જતા મોત થઈ ગયું છે.

થોડા દિવસ અગાઉ પણ સુરતથી એવી જ એક ઘટના સામે આવી હતી. સુરતના પલસાણા વિસ્તારમાં પહેલા માળેથી 2 વર્ષીય બાળક પટકાયું હતું. મહાદેવ સોસાયટીમાં પહેલા માળે બાળક રમતું હતું, ત્યારે તે અચાનક જ નીચે પટકાયું હતું. બાળક રમતા-રમતા નીચે પટકાયું હતું. જેના કારણે બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. ઘટનાના કારણે પરિવારજનો અને આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને બાળકને તાત્કાલિક સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત થઇ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp