ગુજરાત હાઇકોર્ટે 3 સુરક્ષા ગાર્ડોને આપ્યા જામીન, શું જયસુખ પટેલને પણ મળશે?

PC: dnaindia.com

ગુજરાત હાઇ કોર્ટે ગયા વર્ષે મોરબી વિસ્તારમાં પડી ગયેલા પુલ પર ફરજ બજાવતા 3 સુરક્ષા ગાર્ડની જામીન અરજી ગુરુવારે મંજૂર કરી લેવામાં આવી હતી. મોરબીમાં ગયા વર્ષે 30 ઓક્ટોબરના રોજ બ્રિટિશ કાલીન પુલ પડી જવાથી 135 લોકોના મોત થઈ ગયા હતા અને 56 ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. ન્યાયાધીશ સમીર દવેએ અરજીકર્તાઓને રાહત આપતા તેમના વકીલની એ દલીલો પર ધ્યાન આપ્યું કે, સુરક્ષા ગાર્ડ માત્ર પોતાનું કામ કરી રહ્યા હતા અને નિર્ણય લેવાની એ પ્રક્રિયામાં તેમની કોઈ ભૂમિકા નહોતી, જેના કારણે આ દુર્ઘટના થઈ.

આ પુલની દેખરેખ અને સમારકામની જવાબદારી ઓરેવા ગ્રુપની હતી. હાઇ કોર્ટે સંક્ષિપ્ત સુનાવણી બાદ અલ્પેશ ગોહિલ (ઉંમર 25 વર્ષ), દીલિપ ગોહિલ (ઉંમર 33 વર્ષ) અને મુકેશ ચૌહાણ (ઉંમર 26 વર્ષ)ની જામીન અરજી મંજૂર કરી લીધી હતી. આ ત્રણેય દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં તૂનકી વજૂ ગામના રહેવાસી છે. તેઓ આ કેસમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા 10 આરોપીઓમાં સામેલ છે.

3 આરોપીઓના વકીલ એકાંત આહુજાએ કહ્યું કે, તેમના ક્લાયન્ટોને ઓરેવા ગ્રુપે વાસ્તવમાં મજૂરોના રૂપમાં કામ પર રાખ્યા હતા, પરંતુ તેમને ઘટનાવાળા દિવસે પુલ પર સુરક્ષા ગાર્ડન રૂપમાં તૈનાત કરવામાં આવ્યા હતા કેમ કે એ દિવસે તેમની અઠવાડિયાની રજા હતી. લોક અભિયોજક મિતેશ અમીને અરજી કર્તાઓનો વિરોધ ન કર્યો અને કહ્યું કે, મૂળ જવાબદારી ઓરેવા ગ્રુપના માલિકો અને નિર્માણ કાર્ય (પુલ પર) કરનારા વ્યક્તિઓની છે. ગુજરાત હાઇ કોર્ટે ભલે મોરબી પુલ અકસ્માત બાદ ધરપકડ કરવામાં આવેલા 3 સુરક્ષા ગાર્ડોને જામીને આપી દીધા છે, પરંતુ ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને અત્યારે પણ રાહત મળતી દેખાઈ રહી નથી.

મોરબી સબ જેલમાં બંધ જયસુખ પટેલે 31 જાન્યુઆરીના રોજ ગયા વર્ષે કોર્ટમાં સરેન્ડર કરી દીધું હતું. હાઇ કોર્ટના નિર્દેશોનું પાલન કરતા ઓરેવા ગ્રુપે મધ્યસ્થ વળતર આપવા માટે રાજ્યની કાયદાકીય સેવા ઓથોરિટીમાં 14.62 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. હાઇ કોર્ટે ઓથોરિટીને પીડિતોની ખરાઈ બાદ તેમને વળતર આપવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ એક મોટી કાર્યવાહી કરતા ગુજરાત સરકારે મોરબી નગર પાલિકાને ભંગ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp