26th January selfie contest

પ્રમુખ સ્વામી મહોત્સવમાંથી પાછી આવતી બસનો ફોર્ચ્યૂનર સાથે અકસ્માત, 9 લોકોના મોત

PC: ndtv.com

નવસારીમાં શનિવારે સવારે એક ભયાનક રોડ અકસ્માત થયો. વેસ્મા ગામ પાસે એક કાર અને બસની ટક્કરમાં 9 લોકોના મોત થઇ ગયા તો 32 લોકો ઇજાગ્રસ્ત થયા છે. નવસારીના પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયે જણાવ્યું કે, આ દુર્ઘટના જિલ્લાના વેસ્મા ગામ પાસે રાષ્ટ્રીય રાજમાર્ગ પર થઇ. તેમણે જણાવ્યું કે, અકસ્માત સમયે બસ વલસાડ જઇ રહી હતી, જ્યારે SUV કાર સામેથી આવી રહી હતી. તેમના જણાવ્યા મુજબ, બસ ચાલક સાથે-સાથે SUVમાં સવાર 9 લોકોમાંથી 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા.

બસ ચાલકે કહ્યું- સવારે અચાનક ગાડી સામે આવી અને બૂમાબૂમ શરૂ થઈ હતી. પ્રમુખસ્વામીનગરમાંથી અમે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી. પ્રમુખસ્વામીના આશીર્વાદથી અમે બચી ગયા હતા.

તેમણે જણાવ્યું કે, SUVમાં મુસાફરી કરી રહેલા લોકો અંકલેશ્વરના રહેવાસી છે અને વલસાડથી પોતાના વતન અંકલેશ્વર જઇ રહ્યા હતા. ઇજાગ્રસ્તોને નજીકની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ઇજાગ્રસ્તોને હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. બૂમા-બૂમો વચ્ચે ઇજાગ્રસ્તોની સારવાર શરૂ કરી દેવામાં આવી. નેશનલ હાઇવે 48 પર થયેલા અકસ્માત બાદ ભીષણ ટ્રાફિક જામ થઇ ગયો. બસને ક્રેનની મદદથી હટાવી રસ્તો ખોલવામાં આવ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે, ફોર્ચ્યૂનર કાર ડિવાઇડર પાર કરીને રોંગ સાઇડમાં આવી ગઇ અને સામે આવી રહેલી લક્ઝરી બસનો પણ આગલો ભાગ ક્ષતિગ્રસ્ત થઇ ગયો છે. એક રિપોર્ટ્સ મુજબ, અકસ્માતમાં 32 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. ડૉક્ટર્સે ઇજાગ્રસ્તોમાંથી 17 લોકોની હાલત ખરાબ જોતા સારી સારવાર માટે વલસાડ રેફર કરી દીધા છે તો એકને સુરત રેફર કરવામાં આવ્યો છે. અન્ય 14 લોકોની સારવાર નવસારીમાં જ ચાલી રહી છે. અકસ્માતના કારણને લઇને અત્યારે કોઇ પણ સ્પષ્ટ જાણકારી સામે આવી નથી.

અકસ્માત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રીએ અમિત શાહે ટ્વીટ કરીને અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું કે, ‘ગુજરાતના નવસારીમાં થયેલ સડક દુર્ઘટના હૃદયદ્રાવક છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પરિજવારજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને દુ:ખ સહન કરવાની શક્તિ આપે. સ્થાનિક વહીવટીતંત્ર ઘાયલોને તાત્કાલિક સારવાર આપી રહ્યું છે, તેઓની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરુ છું.'

તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારી અકસ્માત પર દુઃખ વ્યક્ત ટ્વીટ કરી કે, 'નવસારીમાં થયેલા રોડ અકસ્માતમાં લોકોના મોતથી દુઃખી છું. મારા વિચાર શોકમગ્ન પરિવારો સાથે છે. મને આશા છે કે ઇજાગ્રસ્ત જલદી જ સારા થઇ જશે. અકસ્માતમાં મૃત્યું પામેલા લોકોના પરિવારજનોને PMNRF તરફથી -22 લાખ, જ્યારે ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp