સુરતઃ ઉછીના લીધેલા પૈસા પાછા ન આપવા પડે એટલે પતિએ પત્નીને મિત્રને સોંપી, પછી...

PC: dishadaily.com

સુરતના કતારગામ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કતારગામમાં રહેતી એક મહિલાના પતિ મુકેશ પરમારે તેના મિત્ર રમેશ શિંગાળા પાસેથી 20,000 રૂપિયા ઉછીના લીધા હતા. આ 20,000 રૂપિયા ચૂકવી ન શકવાના કારણે મહિલાને તેના પતિએ તેના મિત્રને સોંપી દીધી હતી. સમગ્ર બાબતે મહિલાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ મુજબ, મહિલાના પતિ મુકેશ પરમારે રમેશ શિંગાળા નામના મિત્ર પાસેથી 20,000 રૂપિયા ઉછીના લીધા હતા.

મહિલાના પતિએ 20,000 રૂપિયા ઉછીના લીધા ત્યારબાદ થોડા દિવસો પછી આ રમેશ નામનો વ્યક્તિના મહિલાના ઘરે આટા મારવાના લાગ્યાો હતો અને ઉછીના આપેલા 20,000 રૂપિયાની ઉધરાણી શરૂ કરી દીધી હતી. જો કે મહિલાના પતિ પાસે પૈસા ન હોવાથી મુકેશ અજૂગતી માગ કરવા લાગ્યો. 20,000 રૂપિયા ઉછીના આપ્યા હોવાથી મુકેશે તેના મિત્રની પત્ની સાથે શારીરિક સંંબંધ બાંધ્યા હતા અને આ સમય દરમિયાન મહિલાનો પતિ પણ ઘરમાં જ હતો.

ઉલ્લેખનીય છે કે, મુકેશ અવારનવાર ઉછીના આપેલા રૂપિયા પાછા મેળવવા મિત્રના ઘરે પહોંચી જતો હતો અને જ્યારે તેનો મિત્ર પૈસા ચૂકવવામાં અસમર્થ રહેતો ત્યારે તેના મિત્રની પત્ની પર મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરતો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં મુકેશે મિત્રની પત્ની પર ઘણી વખત દુષ્કર્મ કર્યું હતું. માત્ર એટલું જ નહીં, પરંતુ પતિએ હીરાના કારખાનામાં કામ કરતા મેનેજર પાસેથી પણ 40,000 રૂપિયા ઉછીના લીધા હતા. આ રકમની મેનેજર ઉઘરાણી કરવા માટે આવ્યો હતો.

જેથી પતિએ મેનેજરને કહ્યું હતું કે, મારી પાસે પૈસા નથી, પરંતુ આ મારી પત્ની છે તેને રાખો, જેથી મેનેજર કહ્યું કે, હું પૈસા લેવા આવ્યો છું તમારી ઘરવાળી લેવા નથી આવ્યો. તેવું કહી જતો રહ્યો હતો. પતિ દારૂડિયો હતો અને પતિની આવી હરકતોથી કંટાળીને પત્નીએ વર્ષ 2020માં છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ પરિણીતાના પિયરના લોકોએ છૂટાછેડા લેવાની ના પાડી દીધી હતી અને પતિનો પક્ષ લીધો હતો. પત્નીએ બીજા લગ્ન કરી લીધા છે એમ કહી પતિ પત્નીને બદનામ કરતો હતો. હાલમાં તો પરિણીતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસ દ્વારા પતિ અને પતિના મિત્ર રમેશ શિંગાળા સામે દુષ્કર્મ, ધમકી અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp