કુમાર કાનાણી ફરી આંદોલન કરશે, આ સમસ્યા માટે 40 સોસાયટીના પ્રમુખોની બેઠક મળી

PC: facebook.com/ikumarkanani

વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ 25 જાન્યુઆરી 2023ના દિવસે સુરત મહાનગર પાલિકાના કમિશ્નરને પત્ર લખેની ખાડીની સમસ્યા દુર કરવા માટે પત્ર લખ્યો હતો અને તે વખતે ચિમકી આપી હતી કે, હવે જો આ સમસ્યાનો નિકાલ નહીં આવે તો પ્રજા આંદોલન કરશે અને મારે પણ નાછુટકે જોડાવવું પડશે. ધારાસભ્યએ પાલિકાને પત્ર લખ્યાને લગભગ દોઢ મહિનાનો સમય થઇ ગયો છતા હજુ ખાડીની દુર્ગંધની સમસ્યાનું નિવારણ થયું નથી ત્યારે ફરી એકવાર વરાછામાં આંદોલનની તૈયારી શરૂ થઇ ગઇ છે. તાજેતરમાં નાના વરાછા વિસ્તારની 40 સોસાયટીઓના પ્રમુખોની બેઠક મળી હતી, જેમાં આંદોલનની રણનીતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી અને ચિમકી આપવામાં આવી હતી કે જો 7 દિવસમાં ખાડી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ધારાસભ્ય કુમાર કાનાણીની આગેવાનીમાં આંદોલન શરૂ કરવામાં આવશે.

વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મહાનગર પાલિકાના કમિશ્નરને 25 જાન્યુઆરી 2023ના દિવસે એક પત્ર લખ્યો હતો. કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું હતું કે, મારા વિસ્તારમાં આવેલા ખાડી કિનારા પરની અનેક સોસાયટીઓમાં ગંદકી અને મચ્છરન ઉપદ્રવ છે. આ વિસ્તારના લોકો ખાડીની સમસ્યાથી ભારે પરેશાન છે. જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો પ્રજા આંદોલન કરશે.

કાનાણીએ પત્રમાં એમ પણ લખ્યુ હતું કે આ સમસ્યા વિશે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ ખાડીના ત્રાસમાંથી મૂક્ત થવાના કોઇ પણ નક્કર પગલાં પાલિકા દ્રારા લેવામાં આવ્યા નથી. પાલિકાના અધિકારીઓ ફોન પર કહે છે કે, કામ થઇ જશે, પરંતુ આજ સુધી આ સમસ્યાનું નિવારણ આવ્યું નથી.

કાનાણીએ પત્ર લખ્યાને દોઢ મહિના સુધીનો સમય થઇ ગયો, છતા પાલિકાની તંત્રએ કોઇ કામગીરી કરી નથી ત્યારે વરાછા વિસ્તારના લોકો હવે આંદોલન કરવાની મૂડમાં આવી ગયા છે. તાજેતરમાં નાના વરાછા વિસ્તારની 40 સોસાયટીના પ્રમુખો એક સાથે ભેગાં થયા હતા અને પાલિકા સામે લડત આપવાનો ગુસ્સો બધા પ્રમુખોમાં દેખાતો હતો. બેઠકમાં નક્કી થયું હતું કે હજુ પાલિકાને 7 દિવસનો સમય આપવામાં આવે. જો પાલિકા 7 દિવસમાં ખાડીની સમસ્યાનો ઉકેલ નહીં આવશે તો ધારાસભ્ય કુમાર કાનાણીની અધ્યક્ષતામાં આંદોલન શરૂ કરવામાં આવશે. બેઠકમાં આંદોલની રણનીતિ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.

કુમાર કાનાણીએ હજુ થોડા દિવસો પહેલાં જ લકઝરી બસ એસોસિયેશન સામે રણશીંગુ ફુક્યુ હતું અને ટ્રાફીકની સમસ્યા દુર કરવા લકઝરી બસોનો નિયત સમયમાં પ્રવેશ બંધ કરવા માટે પોલીસને પત્ર લખ્યો હતો. એ પછી ભારે હોબાળો થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp