આખરે જયસુખ 'ઝડપાયો', મોરબી કાંડમાં ઓરેવાના માલિકે કોર્ટમાં સરેડંર કરવું પડ્યું

PC: khabarchhe.com

ગુજરાત સહિત આખા ભારત અને વિશ્વને હમચાવી નાખનારા મોરબી બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં સૌથી મોટા કથિત આરોપી જયસુખ પટેલ ઘટના બાદ ફરાર હતો. મોરબી પુલ તૂટવાની ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 56 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં બ્રિજનું સંચાલન કરતી કંપની ઓરેવાના માલિક જયસુખ પટેલે અંતે આજે કોર્ટમાં સરેન્ડર કરી દીધું છે. આ કેસમાં ચાર્જશીટ સાથે વોરન્ટ ઇશ્યૂ થતા જયસુખ પટેલ પાસે અન્ય કોઇ વિકલ્પ બચ્યો નહોતો. તેણે MD જયસુખ પટેલે મોરબી સેશન્સ કોર્ટમાં સરેન્ડર કર્યુ છે.

રિપોર્ટ્સ મુજબ, સાંજે 5 વાગ્યાની આસપાસ કોર્ટ તેમની ધરપકડ માટેનો વોરન્ટ ઇશ્યૂ કરી શકે છે. 4 દિવસ અગાઉ એટલે કે 27 જાન્યુઆરીના રોજ મોરબીની સેશન્સ કોર્ટમાં પોલીસ દ્વારા 1,200 પાનાંની ચાર્જશીટ  રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ થઇ ચૂકી છે. મોરબી ઝૂલતા પુલ અકસ્માત કેસમાં ઓરેવા કંપનીના MD જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં આરોપી તરીકે ઉમેરવામાં આવ્યું છે.  જયસુખ પટેલે આ બાબતે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. જેની સુનવણી 1 ફેબ્રુઆરી 2023ના રોજ થવાની હતી, પરંતુ તે અગાઉ જ તેણે સરેન્ડર કરી દીધુ છે.

અગાઉ આ દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલ સામે કોર્ટ દ્વારા ધરપકડ વોરન્ટ ઇશ્યૂ કરવામાં આવ્યો હતો. 1 ફેબ્રુઆરીના રોજ તેની આગોતરા જામીન અરજી મંજુર કરાય છે કે પછી તે પૂર્વે જ તેમની ધરપકડ કરવામાં આવે છે તે હજું નક્કી નથી. આજે આગોતરા જામીન અરજી પર મોરબીની સેસન્સ કોર્ટમાં સુનાવણી હતી. આ સુનવણીમાં પોલીસ દ્વારા સમય માગવામાં આવતા તેને ધ્યાને લઇ કોર્ટે આગામી સુનવણી 1 ફેબ્રુઆરી પર રાખી છે.

મોરબી ઝૂલતા પુલના મેન્ટેનન્સ અને મેનેજમેન્ટની જવાબદારી ઓરેવા ગ્રુપને આપવામાં આવી હતી અને ઝૂલતો પુલનું રીનોવેશન કર્યા આવ્યા બાદ પાંચ દિવસમાં જ ઝૂલતો પુલ તૂટી ગયો હતો. જેમાં 135 લોકોના મોત થયા હતા. પુલ પર વધારે સંખ્યામાં ઝૂલતા પુલ પર પહોંચ્યા તો, ત્યાં ભીડ નિયંત્રણની કોઈ વ્યવસ્થા નહોતી, પુલ પર વધારે ભીડ હોવા છતા ક્ષમતાથી વધારે ટિકિટ વેચી દેવામાં આવી. ત્યારે આ પુલ અકસ્માતનો શિકાર થઈ ગયો. આ ઘટના અંગે મૃતકોના પરિવારો દ્વારા ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. જો કે, ઝૂલતા પુલ અકસ્માતની બાબતે થયેલી ફરિયાદમાં તેનું નામ આરોપી તરીકે મુકવામાં આવ્યું નહોતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp