રામકથાના નામે 275 રૂપિયાની ખુરશી 350 માં વેચી નાંખી, નવસારીમાં મોરારીબાપુ...

PC: divyabhaskar.co.in

નવસારીમાં જાણીતા સંત કથાકાર મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું, શ્રોતાઓ બેસીને કથા સાંભળી શકે તેના માટે ખુરશીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કથાની પૂર્ણાહુતિના દિવસે આ ખુરશીનું વેચાણ કરવામાં આવ્યું અને ખુરશીની ખરીદીનો ઉત્સાહ જોઇને કોઇ ઠગ વેપારીએ બહારથી ખુરશીઓ મંગાવી અને મોંઘા ભાવે વેચી દીધી હતી. સવાલ એ નહોતો કે તેણે ભાવ વધારે લીધો, પરંતુ સવાલ એ હતો કે લોકો ખુરશી રામકથાની સાક્ષી હોવાની આસ્થામાં ખરીદી કરતા હતા, જ્યારે  બહારથી લાવીને વેચવામાં આવેલી ખુરશીઓ રામકથામાં રાખવામાં આવેલી નહોતી.

સંત કથાકાર મોરારી બાપુની રામકથાની પૂર્ણાહુતી થઇ ઘઇ છે અને મંડપમાં હજારોની સંખ્યામાં ખુરશીઓ રાખવામાં આવી હતી. હવે રામકથામાં જે લોકો ખુરશી પર બેઠા હતા તેમને એવી આસ્થા હતી કે જ્યારે આ ખુરશી રામકથાની સાક્ષી બની છે તો તેને ખરીદીને ઘરે લઇ જવી જોઇએ. મંડપ રામકથાની પૂર્ણાહુતિના દિવસે આ ખુરશીઓનું વેચાણ શરૂ કર્યું અને જોતજોતામાં ખુરશીઓ વેચાઇ ગઇ.

કોઇ ઠગ વેપારીએ આનો લાભ ઉઠાવ્યો અને બહારથી  નવી 5,000 ખુરશીઓ મંગાવી જેની કિંમત 275 રૂપિયા હતી તે 350માં લોકોને વેચી દીધી હતી. હવે લોકોને એ વાતની ખબર નહોતી કે આ ખુરશી બહારથી નવી મંગાવવામાં આવી છે. કથામાં આવેલા લોકોને એમ જ હતું કે આ એ જ ખુરશીઓ છે જે રામકથામાં હતી. સ્વાભાવિક રીતે ખુરશી સાથે આસ્થા જોડાયેલી હતી.

ઠગ વેપારી એ નવી 5,000 ખુરશીઓ લાવ્યો અને તે પણ વેચાઇ ગઇ એટલે લોભમાં આવીને બીજી 5,000 ખુરશીઓ મંગાવી તેમાં ભાંડો ફુટી ગયો. જ્યારે આ ઠગ વેપારી બીજી 5,000 ખુરશીઓ વેચવા આવ્યો તે પહેલા નવસારી ચેમ્બરના પ્રમુખ ભરતભાઇ સુખડીયાને આ વિશે ફરિયાદ કરવામાં આવી હતી.

ભરતભાઇ સુખડીયા, પ્રમુખ, નવસારી ચેમ્બર ઓફ કોમર્સ

નવસારી ચેમ્બરના પ્રમુખ ભરતભાઇ સુખડીયાને જ્યારે જાણ થઇ તો તેઓ લુન્સી કુઇ ગ્રાઇન્ડ પર પહોંચ્યા હતા જ્યાં મોરારી બાપુની કથાનું આયોજન થયું હતું. સુખડીયાએ એ વેપારીની પુછપરછ કરતા ખબર પડી હતી કે  GST વગર જ બારોબાર તેણે ખુરશીઓ વેચી નાંખી હતી અને 275 રૂપિયાની ખુરશી તેણે 350માં વેચી હતી. સુખડીયાએ વધારે પુછપરછ કરી તો ઠગ વેપારી ગેંગે ફેંફેં થઇ ગયો હતો અને ત્યાંથી ભાગી છુટ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp