અમેરિકાની NRI મહિલાએ બારડોલીના ડ્રાઇવર સાથે કર્યા લગ્ન, માતા-પિતાને કહ્યા વિના..

PC: news18.com

પ્રેમમાં અમીરી-ગરીબી, જાત-પાતનો કોઇ ફરક પડતો નથી. આ વાત ફરી એક વખત સાબિત થઇ ગઇ છે. અમેરિકાથી પોતાના માતા-પિતા સાથે બારડોલા પૈતૃક ગામમાં આવેલી 21 વર્ષીય NRI યુવતી અચાનક ઘરથી ગાયબ થઇ ગઇ. પોલીસે તપાસ શરૂ કરી તો એક વકીલે તેનું મેરેજ સર્ટિફિકેટ રજુ કર્યું. ત્યારબાદ ખબર પડી કે NRI યુવતીએ 24 વર્ષીય સ્થાનિક યુવક સાથે લગ્ન કરી લીધા છે, જે એક કો-ઓપરેટિવમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે. જો કે, યુવતી અત્યાર સુધી પોલીસ સામે ઉપસ્થિત થઇ નથી.

જેના કારણે હાલમાં પોલીસ તપાસ ચાલી રહી છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, સુરત જિલ્લાના બારડોલી તાલુકા પાસે એક ગામમાં રહેનારો એક પરિવાર એક દશક અગાઉ અમેરિકાના કેન્સાસમાં શિફ્ટ થઇ ગયો હતો. ગાયબ થનારી છોકરી આ જ પરિવારમાંથી છે, જેનો જન્મ તેના માતા-પિતાના અમેરિકા શિફ્ટ થવા અગાઉ થયો હતો. અમેરિકામાં આ પરિવાર 5 મોટલ ચલાવે છે, જેમાંથી 2 મોટલની દેખરેખ આ યુવતી કરી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ, યુવતી આ એક દશક દરમિયાન ક્યારેય ભારત આવી નહોતી, પરંતુ થોડા વર્ષ અગાઉ ફેસબુક પર તેની એક ગુજરાતી યુવક સાથે મિત્રતા થઇ ગઇ. તેના માતા-પિતા વર્ષ 2018માં ગુજરાત આવ્યા હતા, પરંતુ તે યુવતી ત્યારે પણ આવી નહોતી. આ દરમિયાન તેની અને ફેસબુક ફ્રેન્ડની મિત્રતા સતત વધતી રહી. લગભગ 15 દિવસ અગાઉ યુવતી અને તેના માતા-પિતા પોતાના પૂર્વજોના ગામે આવ્યા. રવિવારે અચાનક તે કોઇને કહ્યા વિના ગાયબ થઇ ગઇ. ફેમિલીએ પહેલા તેને શોધવાનો પ્રયત્ન કર્યો. કોઇ જાણકારી ન મળવા પર તેમણે બારડોલી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી.

બારડોલી પોલીસના એક અધિકારીના જણાવ્યા મુજબ, પોલીસે યુવતીની શોધખોળ શરૂ કરી. આ દરમિયાન વકીલ પોલીસ પાસે પહોંચ્યો અને એક મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું. આ સર્ટિફિકેટ NRI યુવતી અને તેના બારડોલીના રહેવાસી ફેસબુક ફ્રેન્ડના લગ્નનું બતાવવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટ તલાટીમાં મેરેજ રજીસ્ટ્રારે જાહેર કર્યું છે. પોલીસે સર્ટિફિકેટની જાણકારી NRI યુવતીના પરિવારને આપી દીધી છે, પરંતુ યુવતી પોતે ઉપસ્થિત થઇ ન હોવાના કારણે તેની શોધખોળ કરવામાં આવી રહી છે. વકીલને પણ NRI યુવતીને રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp