વિવાદમાં રહેતી કિર્તી પટેલનો આક્ષેપ ચિન્ટુએ મારા મિત્રની ગાડી-સોનું વેચી નાંખ્યુ

PC: facebook.com/profile.php?id=100088539144709

એક જમાનાની ટિકટોક સ્ટાર અને અત્યારે રીલ સ્ટાર તરીકે ઓળખાતી કિર્ટી પટેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરીને બેફામ બોલતી કિર્તીએ ચિન્ટુ નામના એક વ્યકિત સામે પોલીસમાં અરજી કરીને આરોપ લગાવ્યો છે કે તે મારા મિત્રની ગાડી અને સોનું લઇ ગયો હતો અને બંને વસ્તુ બારોબાર વેચી નાંખી હતી. જો કે બીજી તરફ ચિન્ટુએ આરોપ લગાવ્યો છે કે કિર્તી પટેલે 10 લાખ ઉછીના લીધા હતા જે પાછા આપતી નથી. બંનેએ એકબીજા સામે સામ સામે પોલીસમાં અરજી કરી છે.

હમેંશા જાણી જોઇને વિવાદો ઉભી કરતી કિર્તી પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મારું નામ કિર્તી અસુંલભાઇ અડાલજા છે અને મેં જેની સામે ફરિયાદ કરી છે તેનું નામ ચિન્ટુ ગોટી છે. કિર્તીએ કહ્યું કે, ચિન્ટુ મારા ઘરે આવ્યો હતો અને મારા મિત્રની ગાડી અને મારું ગોલ્ડ લઇ ગયો હતો. થોડા દિવસ પછી તેણે કહ્યું કે કાર તેણે 2 લાખમાં વેચી નાંખી છે અને મારું સોનું તેણે 5 લાખ 35 હજાર રૂપિયામાં વેચી નાંખ્યું છે.

કિર્તી પટેલે કહ્યું કે, ચિન્ટુ ગોટી મારી પર આરોપ મુકે છે કે મેં તેની પાસેથી 10 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. તો મારે પુછવું છે કે 10 લાખ રૂપિયા આપ્યા હોય તો કોઇક તો પુરાવા હશે ને, તે ચિન્ટુ રજૂ કરે. કિર્તીએ કહ્યું કે મેં કોઇ 10 લાખ રૂપિયા તેની પાસેથી લીધા નથી. રિલ સ્ટાર કિર્તીએ મીડિયા સમક્ષ ચિન્ટુ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, ચિન્ટુ અસમાજિક તત્ત્વો દ્રારા મને ધમકી આપી છે.

તેણીએ કહ્યું કે ધમકીને કારણે હું ઘરની બહાર નિકળી શકતી નથી, હું ડિપ્રેશનમાં આવી ગઇ છું. ચિન્ટુ મારા પર એવો પણ આરોપ મુકે છે  હું હનીટ્રેપ કરું છું, તોડપાણી કરું છું, ચિન્ટુ જેટલા પણ આરોપો લગાવે છે તેના પુરાવા રજૂ કરે.

કિર્તી પટેલે ચિન્ટુ ગોટી સામે પોલીસમાં અરજી કરી છે તો સામે ચિન્ટુ ગોટીએ પણ કિર્તી સામે પોલીસમાં અરજી કરી છે.ચિન્ટુનો આરોપ છે કે એક મિત્ર પાસેથી કિર્તી પટેલને સોનાના દાગીના પર રૂપિયા અપાવ્યા હતા. હવે રૂપિયા તો પાછા આપતી નથી અને ગિરવે મુકેલા સોનાની માંગણી કરે છે.

પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચિન્ટુ ગોટી એક બ્લોગર છે અને સટ્ટાનું મોટું માર્કેટ ચલાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp