હિન્દીમાં હતું બર્થ સર્ટિફિકેટ, સુરતની શાળાએ એડમિશન આપવાની ના પાડી દીધી
દેશમાં હિંદીના વિસ્તારની વાતો કહેવામાં આવી રહી છે. સરકાર મેડિકલથી લઇને એન્જિનિયરિંગનો અભ્યાસ સુધી હિન્દીમાં કરાવવાની વાત કહેવામાં આવી રહી છે એ છતા સુરતથી એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. અહીં એક છોકરીને શાળામાં એડમિશન એટલે ન આપવામાં આવ્યું કેમ કે, તેનું બર્થ સર્ટિફિકેટ હિન્દીમાં હતું. રિપોર્ટ્સ મુજબ સ્કૂલનું નામ પાંડેસરમાં સ્થિત મેરી માતા સ્કૂલ છે. સ્કૂલના ફાધરનું કહેવું છે કે, હિન્દી અને ગુજરાતીમાં બર્થ સર્ટિફિકેટ લઇને આવવા પર એડમિશન આપવામાં નહીં આવે.
હવે આ મામલે નવો વિવાદ ઊભો થઇ ગયો છે કેમ કે, વાલીઓએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. સ્કૂલ સંચાલકે આ ઘટનાને લઇને કહ્યું કે, નિયમ બદલવામાં નહીં આવે. તો વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે. એ સિવાય તેમણે કહ્યું કે, શિક્ષણ વિભાગને પણ ફરિયાદ કરીશું. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મુદ્દાને લઇને કાર્યવાહી કરવા સાથે જ વિદ્યાર્થીને એડમિશન અપાવવાની વાત કહી છે.
પાંડેસરાના પ્રમુખ પાર્ક સ્થિત મેરી માતા સ્કૂલમાં ધર્મેન્દ્ર પાંડે પોતાની દીકરી સોનાલી પાંડેને કે.જી.માં પ્રવેશ અપાવવા માટે ગયો હતો. રિપોર્ટ્સ મુજબ, શાળાના પ્રિન્સિપાલ અને સ્ટાફે હિન્દીમાં આપેલા જન્મ પ્રમાણપત્રને જોઇને તેને ફોર્મ આપવાની ના પાડી દીધી. તેને કહેવામાં આવ્યું કે, જન્મ પ્રમાણપત્ર અંગ્રેજીમાં બનાવીને લાવો ત્યારે જ પ્રવેશપત્ર બનાવીને જમા કરી દઇશું, પરંતુ શાળાએ ફોર્મ આપવાની ના પાડતા તેને શાળામાંથી બહાર કાઢી દેવામાં આવ્યો.
ના પાડવા સાથે જ શાળાના ફાધરે ન માત્ર સ્પષ્ટ રૂપે કહ્યું કે તેમના નિયમ જ પાળવા પડશે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ કોઇ પણ નિયમને માનતા નથી અને આ શાળાના નિયમોનું પાલન કરવું પડશે. નિયમોનું પાલન કર્યા વિના શાળામાં બાળકોને એડમિશન આપવામાં નહીં આવે.એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હિમાંશુ બારોટે કહ્યું કે, બર્થ સર્ટિફિકેટ કોઇ પણ ભાષામાં હોય પ્રવેશ આપવો પડશે. જો અમારી પાસે એવી કોઇ ફરિયાદ આવી છે તો અમે શાળાની તપાસ કરીશું અને બાળકને પ્રવેશ અપાવવામાં આવશે.
નિયમ મુજબ, હિન્દી ભાષાના કોઇ પણ પ્રમાણપત્રને અસ્વીકાર નહીં કરી શકાય અને અંગ્રેજી ભાષા અનિવાર્ય નથી. શાળામાં દીકરીનું બર્થ સર્ટિફિકેટ અંગ્રેજીમાં બનાવીને લાવવા કહેવામાં આવ્યું છે. પિતા ધર્મેન્દ્ર પાંડેએ કહ્યું કે, જ્યારે મેં કહ્યું કે થોડા દિવસ બાદ અગ્રેજીમાં સર્ટિફિકેટ આપી દઇશું કેમ કે તેના માટે ઉત્તર પ્રદેશ જવું પડશે, પરંતુ શાળાના ફાધર મારી વાત માનવા તૈયાર નથી. એટલે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી છે, શાળાને પણ લીગલ નોટિસ મોકલીશુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp