સુરત: નશામાં ધૂત યુવકે એક યુવકને બોનેટ પર રાખીને 3 કિ.મી. સુધી ગાડી દોડાવી

PC: divyabhaskar.co.in

અમદાવાદ ઇસ્કોન બ્રીજની ઘટનામાં 9 લોકોના મોત પછી પણ હજુ લોકો સુધરતા નથી. સુરતમાં સહેજવારમા તથ્ય પટેલ વાળી થતા રહી ગઇ છે. પાલ વિસ્તારમાં ચિક્કાર દારૂ પીને કાર ચલાવતા એક યુવકની કાર બીજી કાર સાથે અથડાતા રહી ગઇ, તેમાં બબાલ થઇ અને એટલાં દારૂ પીધેલા યુવકે પોતાની કાર પુરઝડપે હંકારી દીધી હતી. તે વખતે જેની સાથે કાર અથડાઇ ગઇ હતી તે યુવક નશામાં કાર ચલાવતા યુવાનની કારના બોનેટ પર ચઢી ગયો હતો. નવાઇની વાત એ છે કે બોનેટ પર યુવાન હોવા છતા દારૂ પીધેલા ચાલકે ફુલ સ્પીડે કાર ચલાવ્યે રાખી હતી અને 3 કિ.મી જઇને કાર ઉભી રાખતી હતી. બોનેટ પરનો યુવકનો જીવ બચી ગયો છે, પરંતુ અનેક લોકો અડફેટા આવી જતે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે.

મૃગેશ ભટ્ટ, અકસ્માતનો ભોગ બનનાર

સોમવારે મોડી રાત્રે 1 વાગ્યે પાલ વિસ્તારમાં આ ઘટના બની હતી. દેવ ડેરે ઉર્ફે દેવ આહીર નામના યુવાનની પોલીસે ધરપકડ કરી છે. ભોગ બનનાર મૃગેશ બ્રહ્મભટ્ટે ઘટનાની આપવીતી જણાવ્યું હતું કે પાલ વિસ્તારમાં આવેલા લા વિક્ટોરિયામાં મારી ઓફિસ છે. ઓફીસ પાસે અમે કાર ઉભી રાખીને મિત્ર સાથે વાત કરી રહ્યા હતા ત્યારે એક યુવક ફુલ સ્પીડમાં કાર ચલાવીને આવતો હતો અને તેણે મારી કારને ટકકર મારીને ભાગી છુટ્યો હતો.

દેવ આહીર

મેં તેનો પીછો કરીને આગળના સર્કલ પર ઉભો રાખ્યો અને કહ્યુ કે, તું કારમાંથી બહાર નિકળ, પરંતુ એ યુવાન કારમાંથી બહાર આવવવાને  બદલે મારા પર ગાડી ચઢાવવાની કોશિશ કરી હતી, એટલે હું તેની કારના બોનેટ પર ચઢી ગયો હતો. હું બોનેટ પર હતો એની ખબર હોવા છતા તે પુરઝડપે કાર હંકાર્યે જતો હતો અને લગભગ 3 કિ.મી સુધી કાર ચલાવીને લઇ ગયો હતો. રસ્તામાં ઘણા લોકોએ તેને વિનંતી કરી કે, ભાઇ, કાર થોભાવ, પરંતુ તે માન્યો નહોતો અને 3 કિ.મી જઇને ઉભો રહ્યો હતો. મારા તો હોંશકોશ ઉડી ગયા હતા. હું જીવીશ એવું મને લાગતું જ નહોતું.

આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. મૃગેશ ભટ્ટે પોલીસમાં ફરિયાદ કરતા દેવ આહીરની ધરપકડ કરવામાં આવી છે. દેવ આહીરે પોલીસ સમક્ષ કબુલાત કરી છે કે તેણે સાડા ત્રણ પેગ દારૂ પીધો હતો.

ACP બી એમ ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, પાલ પોલીસ સ્ટેશનમાં દેવ આહીર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. દેવ આહીરે સોમવારે મોડી રાત્રે દારૂના નશામાં અકસ્માત કર્યો હતો. તેની સામે ડ્રીન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp