
સાત મહિનાથા લાપત્તા થઇ ગયેલા સુરતના હેડ કોન્સ્ટેબલની પત્ની અને બાળકો દિલ્હી પોલીસ કમિશ્નર કચેરીની બહાર ધરણાં પર બેઠા છે. તેઓ પોસ્ટર સાથે ધરણાં પર બેઠા છે અને બાળકો તેમના પિતાને જલ્દી શોધી આપવા માટે વિનંતી કરી રહ્યા છે. રહસ્યમય રીતે ગુમ થઇ ગયેલા સુરતના હેડ કોન્સ્ટેબલને પોલીસ છેલ્લાં 7 મહિનાથી શોધી રહી છે. છેલ્લાં 2 મહિનાથી કોન્સ્ટેબલનો પગાર પણ આવતો બંધ થઇ જવાને કારણે પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. હેડ કોન્સ્ટેબલની પત્ની અને બાળકો પોલીસ કમિશ્નર ઓફીસ અને કોર્ટના ચકકર લાંબા સમયથી કાપી રહ્યા છે, પરંતુ હેડ કોન્સ્ટેબલ વિશે કોઇ માહિતી મેળવી શકતા નથી.
ખાનગી જાસૂસી એજન્સીને કોલ ડિટેલની માહિતી વેચવાના આરોપી વિપુલ કોર્ડિયા સાથે સામેલ હોવાની શંખાને આધારે દિલ્હી પોલીસે સુરતના હેડ કોન્સ્ટેબલ મિથુન ચૌધરીને પુછપરછ માટે દિલ્હી બોલાવ્યો હતો. પરંતુ તે પછી તેનો કોઇ અત્તો-પત્તો નથી એટલે મિથુન ચૌધરીની પત્ની અને તેના બે સગીર બાળકો દિલ્હી પોલીસ કમિશ્નર ઓફીસની બહાર ધરણાં પર બેઠાં છે.
હેડ કાંસ્ટેબલના ગુમ થયા પછીથી તેને શોધવા માટે પોલીસ કમિશ્નર ઓફીસ અને કોર્ટના ચકકર કાપી રહેલું મિથુનનું પરિવાર ન્યાયની માંગ કરી રહ્યું છે. માંડવી તાલુકાના ખારોલ ગામના વતની મિથુન રંગાભાઈ ચૌધરી છેલ્લા 19 વર્ષથી સુરત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. 43 વર્ષીય કોન્સ્ટેબલ છેલ્લે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં DCP તરીકે નિયુક્ત થયા હતા.
દિલ્હી પોલીસે 13 ઓગસ્ટ, 2022ના રોજ મિથુન અને સાથી કોન્સ્ટેબલ વિપુલ કોરડિયાને ઝડપી લીધા હતા. અધિકારીની સહીવાળી કોલ ડિટેઈલ મેળવવા અને દિલ્હીની જાસૂસી એજન્સીઓને પૈસા માટે વેચવા બદલ વિપુલ કોરડિયાની ધરપકડ કરવામાં આવી હતી. મિથુનની આ બાબતમાં કોઈ સંડોવણી ન હોવાની ખાતરી થયા બાદ 18 ઓગસ્ટ, 2022ના રોજ તેને રીલિઝ કરવામાં આવ્યો હતો, પરંતુ આજ સુધી મિથુન ચૌધરી સુરત પહોંચી શક્યો નથી.
સાત મહિનાથી ગુમ થયેલા મિથુન ચૌધરીને શોધવા માટે પત્ની શર્મિલાબેન, 17 વર્ષની પુત્રી ધ્રુવી અને 15 વર્ષના પુત્ર પ્રિયશે દિલ્હી, સુરત પોલીસ અને કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે, પરંતુ તેમને ક્યાંયથી ન્યાય નથી મળી રહ્યો. કોન્સ્ટેબલની ગેરહાજરીને કારણે પોલીસ વિભાગ દ્વારા બે મહિનાથી પગાર ન ચૂકવવાને કારણે પત્ની અને બે બાળકો આજે એટલે કે મંગળવારે પોલીસ કમિશનર કચેરી ખાતે ધરણા પર બેઠા છે. પરિવાર દરેક કિંમતે ન્યાય માટે આજીજી કરી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp