26th January selfie contest

સુરતના આર્ય દેસાઇની IPLમાં એન્ટ્રી, શાહરૂખ ખાનની ટીમે 20 લાખમાં ખરીદ્યો

PC: mykhel.com

સુરતના ઇતિહાસમાં પહેલીવાર કોઇ ક્રિક્રેટરની IPL માટે એન્ટ્રી થઇ છે. IPL 2023માં સુરતના 20 વર્ષના યુવાન આર્ય દેસાઇને બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનની કોલકાત્તા નાઇટ રાઇડર્સ(KKR)એ 20 લાખ રૂપિયાના બેઇઝ પ્રાઇસમાં ખરીદી લીધો છે. તાજેતરમાં આર્ય 3 દિવસની ટ્રેનિંગ માટે KKRની ટીમ સાથે રહ્યો હતો અને તેના પરફોર્મન્સથી ખુશ થઇને KKR મેનેજમેન્ટે આર્યને પોતાની ટીમ માટે કોન્ટ્રાકટ કરી લીધો છે.

તમને એ જાણવામાં રસ હશે કે આ આર્ય દેસાઇ કોણ છે? તો તમને જણાવી દઇએ કે આર્ય દેસાઇએ સુરતના ક્રિક્રેટર અને કોચ અપૂર્વ દેસાઇનો પુત્ર છે. 20 વર્ષનો આર્ય લેફ્ટ હેન્ડ બેસ્ટમેન છે અને સ્પિન બોલીંગ પણ કરે છે. આર્યના પિતા સુરત ડિસ્ટ્રીક્ટ એસોસિયેશનના કોચ રહી ચૂક્યા છે અને અત્યારે ઇન્ડિયન અંડર-19 વુમન કિક્રેટ ટીમના કોચ છે.

આર્ય દેસાઇની હાઇટ પણ ઘણી સારી છે તે 6.3 ફુટનો છે. આ વર્ષમાં રમાયેલી અંડર-25ની મેચમાં આર્ય દેસાઇએ 66 રનની એવરેજથી કુલ 991 રન બનાવ્યા હતા, જેમાં તેમે 4 સેન્ચુરી મારી હતી. આર્યને હાર્ડી હીટર તરીકે ઓળખવામાં આવે છે અને આ જે કારણે તેને IPLની કેપ મળી છે. આર્ય અંડર-19 ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે.

આર્યના પિતા અપૂર્વ દેસાઇએ કહ્યું કે આર્ય 10 વર્ષની ઉંમરથી ક્રિક્રેટ રમે છે અને એકધારો ક્રિક્રેટ રમી રહ્યો છે. તેના માટે ક્રિક્રેટ જ જીવન જેવું છે એટલું બધું તેનું ફોક્સ હોય છે. દેસાઇએ કહ્યું કે, શરૂઆતમાં આર્યને હું જ ટ્રેનિંગ આપતો, પરંતુ હું છેલ્લાં 5 વર્ષથી સુરતની બહાર છુ એટલે લોકલ કોચ અને ગુજરાત ક્રિક્રેટ એસોસિયેશનનો આર્યને સારો સપોર્ટ મળ્યો છે.

અપૂર્વ દેસાઇએ કહ્યું કે, આર્ય ક્રિક્રેટ માટે એટલો બધો ડેડિકેટેડ છે કે તે નવરાત્રી હોય, ધૂળેટી હોય કે દિવાળી હોય ક્યારેય તેની ટ્રેનિંગ મિસ કરતો નથી. રોજ 5 કલાક નિયમિત પ્રેકટીસ કરે છે. આર્ય તેના ફિટનેસ અને ડાયટ પર પણ ખાસ્સું ધ્યાન આપે છે. તેણે 5 વર્ષથી એક પણ મીઠાઇ કે મીઠી વસ્તુ ખાધી નથી.

પિતા અપૂર્વ દેસાઇએ કહ્યુ કે, આર્ય પીચને સમજવા માટે જુદા જુદા રાજ્યોમાં જઇને મેદાન પર પ્રેકટીસ કરતો. હાલમાં જ્યારે આર્યને કોલકત્તાની ટીમે ટ્રાયલ માટે બોલાવ્યો હતો ત્યારે તેનો ગોલ બિલકુલ સ્પષ્ટ હતો કે ટીમમાં તેની પસંદગી થાય કે ન થાય, પરંતુ પોતાની જાતને દરરોજ વધાને વધારે સુધારતો જશે, પોતાની ગેમને વધારે સારી કરતો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp