ધીરેન્દ્ર શાસ્ત્રી જો પેકેટના હીરાની સંખ્યા બતાવી દે તો.., હીરાના વેપારીનો પડકાર

PC: gujaratofficial.com

ગુજરાતની મુલાકાતે આવી રહેલા બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિવાદ શરૂ થયો છે તેમાં હવે સુરતના હીરાના વેપારી પણ ઝંપલાવી દીધું છે.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી થોડા દિવસોમાં ગુજરાતના અમદાવાદ, સુરત અને રાજકોટમાં દિવ્ય દરબાર યોજવાના છે. તેમની મુલાકાતના કારણે દિવ્ય દરબારનો વિરોધ જોવા મળી રહ્યો છે. આ જોઈને સુરતના હીરાના વેપારીએ પણ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદ અને રાજકોટમાં પણ બાગેશ્વર બાબાને પડકાર ફેંકવામાં આવ્યા હતા.

મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારથી વિવાદ શરૂ થયો છે. રાજકોટ અને અમદાવાદ પછી સુરતના હીરાના વેપારી જનક બાબરીયાએ પડકાર ફેંકતા કહ્યું છે કે, જો મને બાબાના દિવ્ય દરબારમાં જવાનું આમંત્રણ મળશે તો હું એક પોલિશ્ડ ડાયમંડ ભરેલું પેકેટ લઇને જઇશ. જો બાબા મને બતાવશે કે મારી પાસેના પેકેટમાં કેટલા હીરા છે તો એ પોલીશ્ડ ડાયમંડનું પેકેટ હું તેમના ચરણોમાં સમર્પિત કરી દઇશ અને તેમની દૈવી શક્તિનો સ્વીકાર કરી લઇશ.

જનક બાબરિયાએ કહ્યું કે 22 મેથી તેઓ ગુજરાતાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરવા જઇ રહ્યા છે. બાગેશ્વર સરકારથી જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર સુરતમાં 26 અને 27 મેના દિવસે થવાનો છે. બાબરિયાએ કહ્યું કે આ દરબારમાં ચમત્કાર, અંધવિશ્વાસ અને તેમની દૈવી શક્તિ વિશે કહેવામાં આવે છે, જેનો તેઓ વિરોધ કરશે.

હીરાના વેપારી જનક બાબરિયાએ કહ્યું કે બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં અનેક લોકો જતા હોવાથી સરકાર પણ પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ અમે સરકારને પત્ર લખીશું. બાબરિયાએ કહ્યું કે, અમે દરેક અમદાવાદ, સુરત, રાજકોટ દરેક જિલ્લાના કલેકટરને દિવ્ય દરબાર રદ કરવા માટે આવેદન પત્ર આપીશું.

બાબરિયાએ કહ્યુ કે ગુજરાતના લોકોએ આવા અંધવિશ્વાસ અને દૈવી ચમત્કારોનો ક્યારેય વિશ્વાસ કર્યો નથી અને કરશે પણ નહી. આવા તો અનેક બાબા ગુજરાતાં આવ્યા છે. પહેલા ધબુડી માના નામની ચર્ચા થતી હતી, પરંતુ ગુજરાતની જનતાએ નિંદા કરી હતી. જનક બાબરિયાએ કહ્યું કે ગુજરાતના લોકો જલારામ અને બાપા સીતારમ જેવા સંતોને આદર્શ સંત માને છે, કારણકે તેમને ક્યારેય દિવ્ય દરબાર કે ચમત્કારની વાત કરતા નહોતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp