સુરત શહેર ભાજપ સંગઠનમાં બે પ્રમુખો બનાવવાની ચર્ચા,મૂળ સુરતીઓ નારાજ

સુરત શહેર ભાજપ સંગઠનનું વિભાજન કરીને બે પ્રમુખો બનાવવાની વાતે જોર પકડ્યું છે અને વાતથી મુળ સુરતીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, કારણકે, એક પ્રમુખપદ સૌરાષ્ટ્રને આપવાનું અને એક પ્રમુખપદ પરપ્રાંતીયને આપવાની ચર્ચા છે તો મુળ સુરતીઓનો તો રાજકારણમાંથી એકડો જ નિકળી જ જાય. આમ પણ ભાજપના સંગઠનમાં મુળ સુરતીઓને હમેંશા નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે.

ભાજપને જ્યારે લોકસભામાં 2 બેઠકો મળતી હતી ત્યારથી મુળ સુરતીઓ હમેંશા ભાજપની સાથે રહ્યા છે અને એટલે જ સુરતમાં ચૂંટણી હોય તો ભાજપના નેતાઓ નિરાંત અનુભવતા હોય છે. પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર વિસ્તારોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને બેઠકો મળી હતી, પરંતુ મુળ સુરતીઓના કોટ વિસ્તારો ભાજપને બધી બેઠકો આપીને લાજ રાખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp