1124 છગ્ગા, 24 હજારથી વધુ રન, ઝીરોની લાગી લાઇન, IPL છે કે શું છે, આંકડા જોઈને...

PC: insidesport.in

IPL 2023એ ઘણું બધું એવું છોડીને ગઈ છે કે, જે દર્શકોએ પહેલીવાર જોયું. ચાલુ મેચની વચ્ચે કોઈ બીજો ખેલાડી આવીને કેવી રીતે બોલિંગ કે બોલરની જગ્યાએ બેટિંગ કરી શકે? તમામ જવાબદારીઓ વચ્ચે TV અમ્પાયર પહેલીવાર કંઈક બીજું પણ કરતા જોવા મળ્યા હતા. આ સિવાય, આંકડાઓ..., જેણે આ વખતે તો અજાયબી કરી નાંખી છે.

વિશ્વની સૌથી પ્રખ્યાત T20 લીગ IPL આખરે આ સિઝનના તેના ચેમ્પિયનને પસંદ કર્યા પછી વિદાય લઇ લીધી. દરેક ક્ષણે બદલાતી IPLની ફાઈનલ સમજાવે છે કે, આ લીગને આટલી સફળતા કેમ મળી છે. જો કે, કેટલીક બાબતો પર નજર કરીએ તો, ખબર પડે છે કે આ લીગમાં કેટલા ઝડપથી ફેરફારો થઇ રહ્યા છે. વાત કરીએ સિક્સની તો આ વખતે દર્શકોએ પહેલીવાર તેને 1100ના આંકડાને પાર કરતા જોયો. ફાફ ડુપ્લેસીના 36 અને શિવમ દુબેના 35 સિક્સરને કારણે આ IPL સિઝનમાં 1124 સિક્સર ફટકારવામાં આવી હતી. પાછલી સીઝનમાં તે 1062 સિક્સ લાગી હતી.

IPLની આ સિઝનમાં પ્રથમ વખત સદીનો આંકડો દસને પાર કરી ગયો છે. 2022માં 8 સદી ફટકારવામાં આવી હતી જ્યારે આ વખતે બેટ્સમેનોએ 12 સદી ફટકારી હતી. 3 સદી માત્ર શુભમન ગિલના બેટમાંથી જ બની હતી. આ સિઝન માત્ર સદીના જ નહીં પણ ચોગ્ગાના મામલે પણ આગળ હતી. આ વખતે 2172 ચોગ્ગા માર્યા હતા. જોકે, દર્શકોએ છેલ્લી બે સિઝનમાં પણ 2 હજાર ચોગ્ગાનો આંકડો જોયો છે.

IPL 2023 કેટલાક નવા નિયમો સાથે રમવામાં આવ્યું હતું, જેથી પ્રેક્ષકો પ્રથમ વખત એકદમ ચોકસાઈ જોઈ શક્યા. મુંબઈ ઈન્ડિયન્સનો ઈશાન કિશન પહેલો ખેલાડી હતો, જે આ નિયમને કારણે મેચમાં આગળ રમી શક્યો ન હતો. જોકે, તેનું મેચમાં ન રમવું મુંબઈ માટે ખૂબ જ નિરાશાજનક હતું અને તે જ મેચમાં ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

પ્રથમ વખત, બદલાયેલા નિયમો હેઠળ, થર્ડ અમ્પાયર માત્ર આઉટ જ નહીં પરંતુ નો અને વાઈડ બોલને પણ જજ કરતો જોવા મળ્યો હતો. ફાઈનલમાં MS ધોનીના શૂન્ય પર આઉટ થતાં કરોડો લોકોના દિલની ધડકન વધી ગઈ હતી, પરંતુ આ સિઝનમાં 106 જેટલા ખેલાડીઓ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયા હતા. 2022માં 107 ખેલાડીઓ શૂન્ય પર આઉટ થયા હતા.

IPLની આ સિઝનને કુલ 24 હજાર રન બનાવવા માટે પણ યાદ કરી શકાય છે. ગયા વર્ષે કુલ 23,052 રન બનાવ્યા હતા, જ્યારે આ વખતે 24,428 રન બનાવ્યા છે. આ પ્રથમ વખત હતું જ્યારે ફાઈનલ રિઝર્વ ડે પર રમાઈ હતી. તેમાં ઇમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ થયો. ગુજરાત ટાઇટન્સ 200થી વધુ રન બનાવ્યા પછી પણ ફાઇનલમાં હારનારી પ્રથમ ટીમ બની હતી...., ડકવર્થ લુઇસના નિયમનો ઉપયોગ થયો હતો તેના કારણે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp