DCના કેપ્ટન સહિત ઘણા બેટ્સમેનોના 16 બેટ ચોરાયા, કીટ બેગમાંથી ઘણી વસ્તુઓ ગાયબ

PC: jansatta.com

IPL 2023માં સૌથી ખરાબ હાલતમાં ચાલી રહેલી દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી કેપિટલ્સ ટીમના બેટ્સમેનોના બેટ, પેડ્સ, ગ્લોવ્સ અને શૂઝ પણ ચોરાઈ ગયા હતા. આ મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે વિદેશી ખેલાડીઓના બેટ પણ ચોરાઈ ગયા છે, જેની દરેકની કિંમત લગભગ એક લાખ રૂપિયા સુધી છે. દિલ્હી કેપિટલ્સના અડધો ડઝન બેટ્સમેનોના 16 જેટલા બેટ ચોરી થઇ ગયા છે.

મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેચ રમ્યા બાદ જ્યારે દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ દિલ્હી પહોંચ્યા અને તેમની કિટ બેગ તેમની પાસે પહોંચી તો તેઓ ચોંકી ગયા. કેપ્ટન ડેવિડ વોર્નરના 3 બેટ, મિશેલ માર્શના 2 બેટ, ફિલ સોલ્ટના 3 અને યશ ધુલના 5 બેટ ચોરાઈ ગયા છે. આ સિવાય કેટલાકના પેડ, કેટલાકના ગ્લોવ્સ, કેટલાક શૂઝ અને ક્રિકેટના અન્ય સાધનો દિલ્હી પહોંચ્યા નથી, જે ચોક્કસપણે તેની ચોરી થયેલી કહી શકાય.

જો કે, દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દિલ્હી કેપિટલ્સ કોઈક રીતે મંગળવારે પ્રેક્ટિસ સેશન યોજવામાં સફળ રહી. કેટલાક બેટ્સમેનોએ તેમના એજન્ટોનો સંપર્ક કર્યો અને તેમની બેટ કંપનીઓને આગામી મેચ પહેલા કેટલાક બેટ મોકલવા વિનંતી કરી હતી. વિદેશી ખેલાડીઓ માટે તેમના જેવા બેટ આટલા જલ્દી મેળવવું મુશ્કેલ છે, પરંતુ વિદેશી બેટિંગ બનાવતી કંપનીઓ પણ ભારતમાં છે, તેથી તેઓ અહીં બેટ મેળવી શકે છે, જેના માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

દિલ્હી કેપિટલ્સના એક સૂત્રએ જણાવ્યું હતું કે, 'તેઓ બધા ચોંકી ગયા, જ્યારે તેઓએ સાંભળ્યું કે, દરેકની કીટ બેગમાંથી કંઈક ને કંઈક સામાન ગાયબ છે. આ પ્રકારની ઘટના પ્રથમ વખત બની છે અને આ મામલો ટૂંક સમયમાં લોજિસ્ટિક્સ વિભાગ, પોલીસ અને બાદમાં એરપોર્ટ ઓથોરિટી સાથે ઉઠાવવામાં આવ્યો હતો. તપાસ ચાલુ છે.' IPL ટીમો એ સુનિશ્ચિત કરવા માટે લોજિસ્ટિક્સ કંપનીને હાયર કરે છે કે, ખેલાડીઓનો સામાન તેઓ પહોંચતા પહેલા તેમના હોટલના રૂમની બહાર પહોંચી જાય. અહીં પણ એવું જ થયું, પરંતુ કીટ બેગમાંથી બેટ ચોરાઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp